GSTV

ચીનને એમ હતું કે અમેરિકા માફી માગશે પણ એવો જવાબ આપ્યો કે થથરી ગયું, મિસાઇલ ડેસ્ટ્રોયર ચીનની છાતી ચીરીને પસાર થયું

અમેરિકાનું ઘાતક યુદ્ધજહાજ જ્યારે સમુદ્રની છાતી ચીરીને પસાર થયું ત્યારે ચીનની કરોડરજ્જુમાં ઝણઝણાટ થવા લાગ્યો. યૂએસએસ બેરી નામનું આ ગાઇડેડ મિસાઇલ ડેસ્ટ્રોયર જેવું જ સમુદ્રમાં તાઇવાનની નજીકથી પસાર થયું તો ચીનની સ્થિતી ખરાબ થઈ ગઈ. ચીન અને ભારતની વચ્ચે તંગદીલી ચાલી રહી છે, પરંતુ હવે આ જ યૂએસએસ બેરીને લઇને અમેરિકા સાથે પણ ચીનને ઠેરી ગઇ છે.

તાઇવાનની નજીક સમુદ્ર માર્ગે પસાર થયેલા અમેરિકન યુદ્ધજહાજે ચીનના ભવાં ચઢાવી દીધા છે. અત્યંત ગુસ્સે થયેલા ચીને અમેરિકાને આવી પ્રવૃતીઓ બંધ કરવાની ચેતવણી આપી છે, પરંતુ અમેરિકા તો અમેરિકા છે. તેણે ચીનના ગુસ્સાને વધારે મહત્વ ન આપતા સ્પષ્ટતા કરી દીધી છે કે આ અમેરિકાની નિયમિત કવાયતનો જ એક ભાગ છે અને તે આગળ પણ આવું જકરતુ રહેશે. તેનો અર્થ એ છે કે અમેરિકાએ ઇશારા ઇશારામાં ડ્રેગનને કહી દીધું છે કે અમે તો આવું જ કરીશું, તમારે જે કરવું હોય તે કરી લો.

જો કે છે કે ગત બુધવારના દિવસે જ્યારે અમેરિકાનું યુદ્ધજહાજ યૂએસએસ બૈરી તાઇવાનના જલડમરૂ વચ્ચેથી પસાર થયું તો ચીનને આ ગમ્યું નહીં. તેણે એક નિવેદન જાહેર કરીને અમેરિકા પર દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે અમેરિકાએ તાઇવાનની આસપાસ આવી પ્રવૃતીઓ બંધ કરી દેવી જોઇએ.

બીજી તરફ અમેરિકન પેસિફિક ફ્લીટે કહ્યું કે, તાઇવાન સ્ટ્રેટથી અમેરિકન યુદ્ધ જહાજનું પસાર થવું પ્રશાંત મહાસાગરમાં સ્વતંત્ર અને રોકટોક વગર આવન-જાવનના અમારા દેશની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમેરિકન નૌસેના આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરતા આગળ પણ આ વિસ્તારમાં યુદ્ધજહાજોના આવન-જાવન ઉપરાંત વિમાનોની પેટ્રોલિંગ ચાલું રાખશે.

ચીનને કદાચ એવી આશા હતી કે તેની આ ધમકીથી અમેરિકા ગભરાઈ જશે, માફી માંગશે, પરંતુ અમેરિકાએ જે જવાબ આપ્યો તેણે ચીનની બેઇજ્જતી કરાવી દીધી. અમેરિકાના આ વલણથી ક્રોધીત થયેલા ચીનની પીપલ્સ લીબરેશન આર્મીએ કહ્યું કે, અમેરિકન યુદ્ધજહાજની સંપૂર્ણ યાત્રા પર અમારી સુક્ષ્મ નજર હતી. અમે અમેરિકાને ચેતવ્યું છે કે તે આવી નિવેદનબાજી અને કાર્યવાહીને છોડે જે તાઇવાનજલ-ડમરૂ- વચ્ચે તંગદીલી પેદા કરે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, 1949ના ગૃહ યુદ્ધમાં પરાજય થયો ત્યારથી તાઇવાન ચીનનાં એક અલગ ભાગ તરીકે રહ્યું છે. તાઇવાનનો પોતાનો ધ્વજ, ચલણ અને સૈન્ય છે. તાજેતરમાં, અમેરિકાએ તાઇવાનને સંવેદનશીલ મિસાઇલ ટેકનોલોજી સહિતના તમામ શસ્ત્રો પ્રદાન કરવાના કરાર કર્યા છે. તાઇવાનને મળેલી આ આંતરરાષ્ટ્રીય મદદથી ચીન અત્યંત ગુસ્સે થયું છે. તે તાઇવાન પર પોતાનો દાવો કરે છે. તે તાઇવાનને એક સ્વતંત્ર દેશ તરીકે સ્વીકારતું નથી.

Related posts

PAKમાં બગાવતના અણસાર, પૂર્વ પીએમ નવાજ શરીફે કહ્યું દેશમાં ચાલી રહ્યાં બે શાસનો

Mansi Patel

રાજદ્રોહ કેસમાં કંગના રનૌતને મુંબઈ પોલીસનું સમન્સ, બંને બહેનોની આ દિવસે થશે પૂછપરછ

Mansi Patel

તહેવારોમાં ડુંગળીના ભાવ વધતાં સરકારે લીધો મોટો નિર્ણય, કોમનમેન માટે રાહતના સમાચાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!