GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

હાથમાં ત્રિરંગો લઈને મમ્મી કરિના સાથે એરપોર્ટ પર સ્પોટ થયો તૈમૂર, PHOTOS

કરીના કપૂર ખાનનો પુત્ર તૈમૂર અલી ખાન બોલીવુડનાં સૌથી ફેમસ બાળકોમાંથી એક છે. તૈમૂર જ્યાં જાય છે મીડિયાના કેમેરા તેનો પીછો કરવા લાગે છે. આજકાલ તૈમૂર ઘણીવાર તેની માતા કરિના સાથે એરપોર્ટ પર જોવા મળે છે. એવામાં તૈમૂર દરવખતે અલગ અલગ અંદાજમાં જોવા મળે છે.

થોડા સમય પહેલાં તૈમૂર ચીડાયેલાં અંદાજમાં જોવા મળ્યો હતો. જ્યારે આ વખતે તે ત્રિરંગો ઝંડો લઈને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તૈમૂર આ અવસરે કરીના કપૂરની સાથે હતો.

તૈમૂર અલી ખાન, એરપોર્ટ પર હાથમાં ત્રિરંગો લઈને ચાલી રહ્યો હતો. સાથે તેની માતા કરિના કપૂર હતી. તૈમૂરનો મૂડ આ વખતે મસ્તમોલા જોવા મળ્યો હતો. તે હસતો હસતો પોતાની ધૂનમાં મગ્ન હતો.

વાસ્તવમાં કરીના કપૂર ખાન પોતાની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા માટે ચંદીગઢ ગઈ હતી. અને તૈમૂર તેની સાથે હતો. કરીના, ચંદીગઢમાં આમિર ખાનની આ ફિલ્મનું પહેલાં શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ કરશે.

તૈમૂર અલી ખાન, પટૌડી ખાનદાનનાં સૌથી નાના સદસ્ય છે. તે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનાં પુત્ર છે. કપૂર અને પડૌડી પરિવારનાં દુલારા તૈમૂર પર મીડિયાની નજર હંમેશા રહે છે.

તૈમૂર કદાચ પહેલું એવું બાળક છે જે પોતાના જન્મથી લઈને હજી સુધી સૌથી વધારે મીડિયાનું અટેન્શન લઈ ચૂક્યો છે.

તૈમૂર જલ્દી ત્રણ વર્ષનો થઈ જશે. અને તેની માતા સાથે ફિલ્મોમાં કામ કરવાનાં અહેવાલો પણ આવી ચૂક્યા છે ત્યારે નાનકડા તૈમૂરને બોલીવુડમાં જોવાની રાહ જોવાઈ રહી છે.

READ ALSO

Related posts

રસ્તા નજીક પાર્ક કરેલા વાહનો ખાડામાં ફસાઈ જતા વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલી

Nilesh Jethva

પાકિસ્તાનીઓના આ કૃત્યનો VIDEO થયો વાયરલ, દુનિયાની સામે શરમથી ઝુકી ગઈ PM ઈમરાન ખાનની મુંડી

Mansi Patel

Video: પશુ પંખીના ત્રાસથી ખેડૂતોના પાકને સુરક્ષિત રાખતો દેશી જુગાડ, એક વખત ટ્રાય કરવા જેવો…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!