GSTV
Home » News » મમ્મી કરીના કપૂરનાં પગલે જ ચાલી રહ્યો છે તૈમૂર અલી ખાન, યોગા કરતો જોવા મળ્યો

મમ્મી કરીના કપૂરનાં પગલે જ ચાલી રહ્યો છે તૈમૂર અલી ખાન, યોગા કરતો જોવા મળ્યો

કરીના કપૂર ખાનનાં પુત્ર તૈમૂર અલી ખાન બોલીવુડનો સૌથી ક્યૂટ સ્ટાર કિડ છે. હાલમાં જ તૈમૂરના યોગા કરતાં ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ લેટેસ્ટ ફોટોમાં તૈમૂર પોતાના દોસ્તોની સાથે પ્લે સ્કૂલમાં યોગા કરતાં દેખાઈ રહ્યો છે. ગ્રીન, બ્લૂ અને વ્હાઈટ કલરની ટી-શર્ટ અને ગ્રે કલરના શોર્ટસમાં તૈમૂર બહુજ ક્યૂટ લાગી રહ્યો છે. તૈમૂરનાં એક્સપ્રેશન પણ જોવા લાયક છે. તે ખૂબ જ ધ્યાનથી યોગા ટીચરનાં સ્ટેપ્સને ફોલો કરી રહ્યો છે.

પહેલાં શેફનાં લુકમાં દેખાયો હતો

તૈમૂર આની પહેલાં શેફ લૂકમાં જોવા મળ્યો હતો. વાસ્તવમાં કરીનાની સાથે તૈમૂર એક રેસ્ટોરન્ટનાં શેફની સાથે દેખાયો હતો. તૈમૂરે આ દરમ્યાન શેફ કેપ પણ પહેરી હતી. તૈમૂરનો આ ફોટો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો.

કરીનાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, તે હાલમાં લાલસિંહ ચડ્ડાનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે આમિર ખાન લીડ રોલમાં છે. જ્યારે તેની પહેલાં કરીનાની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ રિલીઝ થવાની છે. ‘ગુડ ન્યૂઝ’ 27 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં કરીનાની સાથે અક્ષય કુમાર, કિયારા અડવાણી અને દલજીત દોસાંજ લીડ રોલમાં છે.

READ ALSO

Related posts

કેરલ: રાજ્યપાલ આરિફ મોહમ્મદને હટાવવાનો પ્રસ્તાવ, સ્પીકરે નોટિસ માન્ય રાખી

Pravin Makwana

ફક્ત 25 રન અને ટી-20 ઈન્ટરનેશનલમાં ધોનીનો રેકોર્ડ તોડશે વિરાટ કોહલી

pratik shah

બોયફ્રેન્ડ સાથે પકડાઈ નવવધુ, ગામલોકોએ પકડી બંનેના નાક કાપી નાખ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!