‘મોરના ઇંડા ચીતરવા ન પડે’, તૈમૂરનું આ ટેલેન્ટ જોઇને તમે પણ થઇ જશો તેના ફેન


સૈફ અલી ખાન અને કરીના કપૂરનો લાડલો તૈમૂલ આલી ખાન ખૂબ જ એક્ટિવ કિડ છે. પછી તે ઘોડે સવારી હોય કે પછી ફુટબોલ હોય, તૈમૂર દરેક એક્ટીવીટી ખૂબ જ ઇન્ટરેસ્ટ સાથે કરતો જોવા મળે છે.

સૈફના છોટે નવાબ એટલે કે નાનકડો તૈમૂરને આજકાલ નવા નવા શોખ જાગ્યાં છે. ક્યારેક ફુટબોલ તો ક્યારેક બેડમિંટન સાથે જોવા મળતો તૈમૂર આ વખતે ગિટાર સાથે જોવા મળ્યો.

તૈમૂર પોતાના મમ્મી-પપ્પા સૈફ અને કરીના સાથે ફરવા નીકળ્યો હતો. તેના હાથમાં ગિટાર હતું અને તેની નજર જાણે કે કોઇને શોધી રહી હોય તેવું લાગી રહ્યું હતું. તૈમૂર આ તસવીરમાં ગિટાર સાથે જોવા મળી રહ્યો છે. તેણે એકવાર પણ પોતાનું આ ગિટાર કોઇના હાથમાં ન આપ્યું.

તૈમૂર ગિટાર સાથે કેઝ્યુઅલ લુકમાં નજરે પડ્યો જ્યારે સૈફ અને કરીના પણ ખૂબ જ રિલેક્સ લાગી રહ્યાં હતા.

આ તસવીરો સૈફ અને કરીનાના ઇવનિંગ વૉકની છે. તૈમૂર પણ વૉક માટે પણ પોતાના ગિટાર સાથે નીકળ્યો હતો.

આ તસવીરોમાં તૈમૂર કોઇ રૉકસ્ટાર જેવો લાગી રહ્યો હતો. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. ફેન્સ તેની આ તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. આ તસવીરો જોઇને લાગી રહ્યું છે કે ભવિષ્યમાં તૈમૂર રૉકસ્ટાર બને તો પણ નવાઇ નહી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter