GSTV

નવી હેર સ્ટાઈલ સાથે જોવા મળ્યો તૈમૂર અલી ખાન, વાયરલ થયા ફોટા

સૈફ અલી ખાન અને કરિના કપૂરનો દીકરો તૈમૂર બોલિવૂડમાં પોપ્યુલર સ્ટારકિડ્સમાં સામેલ છે. તે બે વર્ષનો હતો ત્યારથી સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. તે જ્યારે પણ ઘરની બહાર નીકળે છે. ત્યારે પૈપારાઝી તેના ફોટા ક્લીક કરવામાં બિઝી થઈ જાય છે. પરંતુ તે બુધવારના દિવસે તેની મમ્મી સાથે નવી હેર સ્ટાઈલમાં જોવા મળ્યો હતો.

તેના વાળ પહેલા કરતાં ઘણાં વધી ગયા છે. તેનો આ લુક તેના પર ઘણો સૂટ કરે છે. તેણે પ્રિન્ટેડ ટીશર્ટની સાથે ગ્રે કલરનું પેન્ટ પહેર્યું હતું. કરીના તેની સાથે જોવા મળી હતી. કરિનાના લુકની વાત કરીએ તો તે પિંક ટોપમાં જોવા મળી હતી. તેણે ડેનિમ પેન્ટ પહેર્યું હતું. એ ઉપરાંત તેણે સનગ્લાસ પહેરી રાખ્યા હતા અને વાળ બાંધેલા જોવા મળ્યા હતા.

કરીના પરિવાર અને કામની વચ્ચે બેલેન્સ રાખવામાં માને છે. તેને જ્યારે પણ સમય મળે છે. ત્યારે સૈફ અને તૈમૂરની સાથે ટાઈમ સપેન્ડ કરે છે. તાજેતરમાં કરીના કપૂરે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. કરીશ્મા કપૂરની સાથે સોશિયલ મીડિયા પર કરીનાના બર્થ ડે સેલિબ્રેનના ફોટા અને વીડિયો શેર કર્યા હતા. ફોટામાં કરીના અને સૈફ એકબીજાને કિસ કરતાં જોવા મળ્યા હતા.

કરીના પાસે અંગ્રેજી મીડિયમ, ગુડ ન્યૂઝ અને લાલ સિંહ ચઢ્ઢા જેવી ફિલ્મો તેની પાસે છે. તેણે લાલ સિંહ ચઢ્ઢા ઉપરાંત બે ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે. થોડા સમય પહેલા સામે આવ્યું હતું કે આમિર ખાનની આ ફિલ્મ તે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તે હોલિવૂડ ફિલ્મ ધ ફોરેસ્ટ ગંપની હિન્દી રિમેક છે. આ ફિલ્મ આવતાં વર્ષે રિલીઝ થશે.

Read Also

Related posts

ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી

Pritesh Mehta

IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…

Ali Asgar Devjani

ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!