GSTV

નાનકડા તૈમૂરનું આવી ગયું દિલ, મમ્મી કરીના પાસે કરી આવી જીદ

Last Updated on November 24, 2018 by Arohi

તૈમૂર અલી ખાન હવે રોજ ક્યાંકને ક્યાક જોવા મળે છે. તેની નટખત વાતો અને હરકતો સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહેતી હોય છે.

તે પોતાનું બાળપણ ખૂબ એન્જોય કરી રહ્યો છે. આજે તૈમૂર અલી ખાન ધણા દિવસો બાદ મમ્મી કરીના સાથે જોવા મળ્યો. જોકે તેને મમ્મી કરીના સાથે ઓછું સ્પોર્ટ કરવામાં આવે છે.

પરંતુ આજે તે મમ્મી કરીનાની ખોળામાં જોવા મળ્યો. અને સાથે જ તેના મસ્તી કરતા પોઝ પણ જોવા મળ્યા.

દરેક સોશિયલ મીડિયા પર તે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. હાલની તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

હકીકતમાં આજે તૈમૂર અલી ખાન મહબૂબ સ્ટૂડિયોમાં જોવા મળ્યો. કરીના કોઈ કામ માટે મહેબૂબ સ્ટૂડિયો પહોંચી હતી અને તે તૈમૂરને પણ સાથે લઈને આવી હતી.

ગાડીમાંથી નીચે ઉતરતાંની સાથે જ તૈમૂરની નજર ત્યાં બેઠેલી એક બિલાડી પર પડી. બિલાડીને જોયા બાદ તૈમૂર તેને પકડવા દોડ્યો.

તે તેની સાથે રમવા માંગતો હતો પરંતુ મમ્મીએ ના પાડી દીધી. તૈમૂરનું ચાલે તો તે બિલાડીને ઘરે જ લઈ જાય.

તસ્વીરોમાં જોઈ શકાય છે કે કઈ રીતે તે બિલાડી સાથે મસ્તી કરવા માટે તૈયાર છે. આવતા ડિસેમ્બરની 20 તારીખે તૈમૂરનો જન્મદિવસ આવે છે અને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તેનો જન્મદિવસ ધૂમધામથી ઉજવાય તેવી આશા છે. તૈમૂરના ફેન્સ તેના જન્મદિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Read Also 

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!