ન્યૂ હેરકટ કરાવીને આવ્યો કરિનાનો લાડલો, New Lookમાં જોવા મળ્યો તૈમૂર

સૌથી પોપ્યુલર સ્ટારકિડ તૈમૂરે પોતાનો લુક ચેન્જ કરી દીધો છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના લાડલાએ ન્યૂ હેરકટ કરાવ્યું છે. તૈમૂરને સ્પાઈક હેરસ્ટાઈલમાં પપ્પા સૈફના સાથે સ્પોર્ટ કરવામાં આવ્યો. તૈમૂરની આ નવી તસ્વીર ક્યૂટનેસના ઓવરડોઝથી ભરપુર છે.

સ્ટારકિડની આ તસ્વીર ફેન્સની વચ્ચે વાયરલ થઈ રહી છે. જેમાં તૈમૂર પપ્પા સેફના ખોળામાં જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે તૈમૂરનો રૂતબો કોઈ સ્ટાર કરતા ઓછો નથી.

તૈમૂર જ્યા પણ જાય છે છવાઈ જાય છે. તેની દરરોજે એક નવી તસ્વીર સામે આવે છે અને તે પાપારાઝીના પસંદગીના સ્ટારકિડ છે.

તૈમૂરની ક્યુટનેસની સાથે સાથે તેની સ્ટાઈલ પણ ચર્ચામાં રહે છે. તૈમૂરની સ્ટાઈલ હોય કે આઉટફિટ, કિડ્સની વચ્ચે તે ફેશન આઈકન બન ગયો છે. તૈમૂરની પોપ્યુલારીટીનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તેના સોફ્ટ ટોય પણ માર્કેટમાં આવી ગયા છે.

આ સ્ટારકિડ સાથે જોવા મળતી તેની નૈનાને દર મહિને 1.5 લાખ રૂપિયા સેલરી આપવામાં આવે છે. અરબાઝ ખાનના ચેટ શોમાં આ સવાલ પર કરિનાએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો.

કરીનાએ જણાવ્યું હતું કે, સૌથી જરૂરી છે કે તમારું બાળક ખુશ રહે. જો બાળક સુરક્ષિત હાથોમાં છે અને તે ખુશ છે કો એ વાત મહત્વની નથી કે તમે કેટલી સેલેરી આપો છો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter