Archive

Tag: Traffic

વાઈબ્રન્ટના કારણે અમદાવાદ એરપોર્ટ પર પ્લેનનો કુંભમેળો, એરપોર્ટનું પાર્કિંગ પેક

પાટનગર ખાતે આજથી શરૂ થયેલા ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2019ને પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સમિટમાં ઉપસ્થિત રહેવા દેશના ટોચના ઉદ્યોગપતિઓ પોતાના ચાર્ટડ વિમાન લઇને આવી પહોંચ્યા હતા જેના કારણે આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર શેડ્યુલની સાથે…

રામોલથી છેક વસ્ત્રાલ સુધી એક કિ.મી. લાંબો ચક્કાજામ, વાહનચાલકો અટવાઇ પડ્યા

અમદાવાદમાં સરદાર પટેલ રિંગ પર ટ્રાફિકનું ભારણ વધી જતા ચક્કાજામની સ્થિતિ વિકટ બની જવા પામી છે. કાલે બપોરે રામોલથી છેક વસ્ત્રાલ સુધી એક કિ.મી. લાંબો ચક્કાજામ થતા અનેક વાહનચાલકો અટવાઇ પડ્યા હતા. પોલીસ અને સ્વયંસેવકોની ટીમોના ભારે પ્રયાસ બાદ ટ્રાફિકની…

દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો આજથી પ્રારંભ

2019ની લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. 11 અને 12 જાન્યુઆરી એમ બે દિવસના અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ અમિત શાહ ભાજપના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. રાષ્ટ્રીય અધિવેશનમાં ભાજપના ટોચના નેતાઓ…

VIDEO: આ શખ્સે ટ્રાફિક પોલીસ પર ચડાવી દીધી કાર, જીવ બચાવવા જુઓ શું કર્યું

ગુરુગ્રામમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવનારા પોલીસકર્મીને કારચાલક કારનું ડ્રાઈવિંગ ચાલુ રાકીને કારના બોનેટ પર ઘસડવાનું ચાલુ રાખ્યું હતું. આ મામલે આરોપી કારચાલકની ધરપકડ કરવામાં આવી છે. ખોટી દિશામાં આવવાને કારણે હરિયાણાના ગુરુગ્રામમાં એક ટ્રાફિક પોલીસે જ્યારે એક કારને થોભવા માટે…

ગુજરાતીઓ પીકનીક મનાવવા નીકળી પડતા શહેરો ખાલી અને યાત્રાધામોમાં ટ્રાફિક

તહેવારો અને રજાઓનું સમાયોજનને કારણે લોકો યાત્રાધામો અને પિકનીક માટે નીકળી પડયા છે. તેથી શહેરો ખાલી અને યાત્રાધામો અને પિકનીક સ્થળો પર માનવ મહેરામણની સાથે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. યાત્રાધામ અંબાજી ભકતો સહિત સહેલાણીઓ થી ઉભરાતા સમગ્ર ટ્રાફિક વ્યવસ્થા…

જૂનાગઢમાં ટ્રાફિક સમસ્યાનું એક કારણ છે રેલવે, શહેર વચ્ચો-વચ્ચ પાટો

જૂનાગઢ શહેરની વચ્ચોવચથી ટ્રેન પસાર થાય છે. સાત રેલવે ફાટક શહેરની મધ્યમાં છે આ ફાટકોમાંથી દરરોજ દિવસભર અનેક ટ્રેન પસાર થાય છે. જેના કારણે જૂનાગઢમાં પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા સર્જાઇ છે. 10 મિનિટથી 20 મીનિટ સુધી ફાટક બંધ રહેતા ટ્રાફિકના કારણે…

ટ્રાફિક પોલીસે બાઈક ચાલકને પકડ્યો તો અેટલા નીકળ્યા મેમા કે બાઇક વેચીને પણ દંડ ન ભરી શકાય

ગુજરાતમાં પણ અોનલાઈન દંડ ફટાકારાય છે. જે જોવા માટે તમે સીટી પોલીસની વેબસાઈટ પરથી અોનલાઇન જોઈ શકો છે. ઘણાને ખબર નથી હોતી કે તેમના વાહનને પોલીસે દંડ ફટકાર્યો છે. વાહન સામે કાર્યવાહી થાય ત્યારે ખબર પડે કે તેમના વાહન પર…

એક મહિનાના વિરામ બાદ અમદાવાદમાં ટ્રાફિક પોલીસની ફરી આ ઝુંબેશ ચાલશે

અમદાવાદમાં એકાદ મહિનાના વિરામ બાદ ફરી એક વખત દબાણ હટાવો ઝુંબેશ  હાથ ધરવામાં આવશે. ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે  થોડા સમય પહેલા કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા દબાણ  દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પણ કેટલીક જગ્યાએ ફરી દબાણ થતા…

જાણો શા માટે સાબરકાંઠામાં મહિલાઓએ રોડ પર આવીને કર્યો ચક્કાજામ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મહેતાપુરા રોડ પર આસપાસના ગ્રામજનોએ ચક્કાજામ કર્યું. આરટીઓ-મહેતાપુર રોડ પર નવા બની રહેલા હાઈવેને લઈને ગ્રામજનોએ વિરોધ કરીને દેખાવ કર્યા. અહીં હાઈવે પર ગામમાં જવાનો રસ્તો ન આપતાં આસપાસના ગ્રામજનો રોષે ભરાયા છે. માળીના છાપરીયા ગામની‌ મહિલાઓએ…

જો તમારા બાળકો લાયસન્સ વગર વાહન ચલાવે છે તો થઈ શકે છે આ કાર્યવાહી

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવાની ઝૂંબેશ ચાલી રહી છે. ત્યારે તેમાં હવે ટ્રાફિક પોલીસે સ્કૂલોમાં પણ ચેકીંગ શરૂ કર્યું છે. સગીર વયના વિદ્યાર્થીઓ લાયસન્સ વિના વાહનો ચલાવતા હોવાથી સ્કૂલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. એલન સ્કૂલમાં આવા અનેક વિદ્યાર્થીઓના વાહનો જપ્ત…

રક્ષાબંધનને લઇને રાજ્ય સરકારનો મોટો નિર્ણય : પ્રવાસીઅોને અાપી ગીફ્ટ

રક્ષાબંધન એક તહેવાર નથી પરંતુ આપણી પરંપરાર્ઓનુ પ્રતિક છે જે આજે પણ આપણને આપણ પરિવારના સંસ્કારો સાથે જોડી રાખે છે. રક્ષાબંધન બહેનની રક્ષાની પ્રતિબધ્ધતાનો દિવસ છે, જેમા ભાઈ દરેક દુ:ખ તકલીફમાં પોતાની બહેનનો સાથ આપવાનુ વચન આપે છે. આ જ…

હિંમતનગરમાં ટ્રાફિક પોલીસે કહ્યું 3 દિવસમાં ઢોરોને ખસેડી લો નહીંતર…

હવે સાબરકાંઠા પોલીસ પણ ટ્રાફિક માટે જાગ્યુ છે. શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. જીલ્લાના તમામ શહેરોમાં પોલીસે રેલી કાઢી હતી. અને તમામ જગ્યાએ ટ્રાફિકના નિયમોનુ ઉંલ્લઘન કરતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.  જનતાની સગવડ માટે…

અમદાવાદમાં ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન અાવ્યા મોટા સમાચાર, જાણીને ગભરાઈ જશો

અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. અમદાવાદમાં દિવસભર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના પોલીસ કાફલાએ ટ્રાફિકના નિયમોનું ભંગ કરતાં વાહનચાલકો કામે દંડનાત્મક કાર્યવાહી કરી છે. અમદાવાદના 10થી વધારે વિસ્તારોમાં રસ્તામાં અડચણરૂપ લારી-ગલ્લાને દૂર કરાયા છે તો ગેરકાયદે દબાણો…

પોલીસ દબાણ હટાવવા ગઇ અને ડીએસપી બંગલા નજીક દારૂ બનાવવાનો ઓથ મળી ગયો

જામનગરમાં આજે સતત બીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખવામા આવી હતી. મનપા અને ટ્રાફીક પોલીસની ટીમોએ સવારથી બેડીગેઈટ વિસ્તાર અને જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં રસ્તા પરથી દબાણો દૂર કર્યા હતા. ત્યારે ઘટના સ્થળેથી એક દેશી દારૂ બનાવવા માટેનો આથો…

યમુનાનું જળસ્તર ભયજનક સપાટીના નિશાનથી 1.17 મીટર ઉપર, દિલ્હીમાં પૂરનું જોખમ

ઉત્તર ભારતમાં સતત થઈ રહેલા વરસાદની અસર દિલ્હીમાં યમુના નદીના જળસ્તર પર જોવા મળી રહી છે. હથિનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવેલા લાખો ક્યૂસેક પાણીને કારણે દિલ્હીમાં યમુનાના જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. સોમવારે યમુનાનું જળસ્તર 205.62 મીટર નોંધાયું હતું. મંગળવારલે યમુનાનું…

અમદાવાદમાં અાજે પણ હાઇર્કોર્ટે પોલીસ અને AMCને તતડાવી નાંખી, થશે અા નવા ફેરફારો

અમદાવાદમાં ટ્રાફિક મામલે હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ સહિત કોર્પોરેશન તંત્રની આકરી ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે ટ્રાફિક મામલે ટકોર કરતા જણાવ્યું છે કે ચાર રસ્તે ઊભા રહેતા લારી ગલ્લાવાળાઓને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. એટલે તેમના બેસવા પર પ્રતિબંધ મુકો. સાથે જ…

હેલ્મેટ પહેરવા પર કેન્દ્ર સરકારે લીધો અગત્યનો નિર્ણય : વાહન ચાલકોને થશે મોટી રાહત

બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) તાજેતરમાં ભારત માટે નવા સ્ટાન્ડર્ડ નિયમોવાળી હેલ્મેટ લાવવાની જાહેરાત કરી છે. આ નિયમોથી ભારતમાં વેચાનારી હેલ્મેટની કવોલિટીમાં સુધારો લાવી શકાશે. સાથે રસ્તા પર વેચાતી લોકલ કવોલિટીની હેલ્મેટ પર પ્રતિબંધ મુકાશે. ભારતમાં આ નિયમ ૧પ જાન્યુઆરી…

ટ્રાફિક પોલીસે શહેરમાં લગાવ્યા શાહરૂખ ખાનના પોસ્ટર, લોકો નિયમોનું પાલન કરવા લાગ્યા

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાન પોતાના સિગ્નેચર પોઝના કારણે ખ્યાતનામ છે. પરંતુ ભવિષ્યમાં શાહરૂખને પણ ખ્યાલ નહીં હોય કે તેનો આ સિગ્નેચર પોઝ આસામ પોલીસ માટે ટ્રાફિકનું કામ કરશે. The universal pose of @iamsrk has touched all down the ages, but…

વલસાડઃ ટ્રાફિક અને શહેરીજનોને નડતરરૂપ લારીઓ પર નગરપાલિકાના દરોડો

આજકાલ દરેક શહેરનું તંત્ર લોકોના સ્વાસ્થ્ય સહિત સુવિધાઓ તરફ અચાનક જ જાગ્યુ છે. તંત્ર દ્વારા ઠેરઠેર જાતજાતના દરોડાનો દૌર ચાલુ થઇ ગયો છે. વલસાડ નગરપાલિકાએ ટ્રાફિક અને શહેરીજનોને નડતરરૂપ લારીઓ પર દરોડો પાડયો. જેમા 21 જેટલી લારીઓ હાલર તળાવ, એસટી…

અમદાવાદઃ જોઈ લેજો, પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે આ ઍક્શન પ્લાન ઘડાયો

અમદાવાદમાં કોર્પોરેશન અને ટ્રાફિક ખાતા દ્વારા જે ડ્રાઇવ ચાલી રહી છે તે કાયમી રાખવાનો તંત્રએ નિર્ણય કર્યો છે. આ માટે એકશન પ્લાન બનાવમાં આવશે. હાઈકોર્ટના કડક વલણ બાદ AMC આડેધડ પાર્કિંગ કરનારા સામે અને દબાણકારો સામે કડક પગલાં લઈ રહી…

ગુજરાતમાં ઓન ડ્યુટી પોલીસ કર્મચારીઅોને ફોન ન વાપરવાનો લેખિત અાદેશ

પોલીસ મહાનિર્દેશક કાયદો અને વ્યવસ્થાએ પોલીસ કર્મચારીઓને ઓન ડ્યુટી મોબાઈલ ન વાપરવા અાદેશ કર્યો છે. જે પોલીસ કર્મચારીઓ ટ્રાફિકમાં ફરજ બજાવતા હોય , VIP બંદોબસ્તમાં હોય, વિધાનસભા સંકુલ – સ્વર્ણિમ સંકુલ – પ્રધાન નિવાસ સ્થાનમાં ફરજ બજાવતા સલામતી રક્ષકોને આ…

રેલવે ફાટક તૂટી જતા બે કિલોમીટર સુધી સર્જાયો ટ્રાફિકજામ

પાલનપુરમાં આરટીઓ પાસે આવેલું ફાટક ક્ષતિગ્રસ્ત થવાના કારણે બે કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ટ્રાફિકના કારણે પાલનપુરથી આબુરોડ તરફ જતી ટ્રેનને 20 મિનિટ સુધી રોકી રાખવામાં આવી હતી. એબ્યુલન્સ સહિતના વાહનો ટ્રાફિકમાં અટવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો….

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક નિયમન E-Memo ફરી શરૂ

રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ આ ચાર મહાનગરોમાં આજથી ઈમેમો ચલણ શરૂ થવા જઈ રહ્યું છે. જેને લઈને તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. માત્ર અમદાવાદ શહેરમાં 130 જંક્શનો પર 1360 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે. જે થકી ઇ-મેમો…

આડેધડ પાર્ક કરેલા વાહનોથી ત્રસ્ત છો? અહીં કરો ફોન કે Tweet, તરત જ આવશે નિકાલ

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે, તેવામાં શહેરમાં આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાથી અમદાવાદીઓ પરેશાન થઇ ગયા છે, જેને લઇ હવે ટ્રાફિક પોલીસ સક્રિય બની છે. સોશિયલ મીડિયામાં ટ્વિટરના માધ્યમથી લોકોનો સાથ-સહકાર મેળવી અમદાવાદ ટ્રાફિક પોલીસે આ સમસ્યાને…

વિરૂદ્ધ દિશામાં આવી જતા વાહનોને રોકવા રસ્તા ઉ૫ર લગાવ્યા ધાતુના ખીલ્લા !

મહારાષ્ટ્રના પુણેમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા સડક પર ટાયર કિલર્સ લગાવવામાં આવ્યા છે. પુણેના અમાનોરા પાર્ક વિસ્તારમાં આવેલી એક હાઉસિંગ સોસાયટીએ સકડ પર ટાયર કિલર્સ લગાવ્યા છે.  આ ટાયર કિલર્સ એક તરફ સ્પિડ બ્રેકરનું કામ કરે છે. તો બીજી તરફ…

ગાંધીનગરમાં ટ્રાફિક ચેકિંગ : કોંગ્રેસના બે ધારાસભ્યો પણ દંડાયા

ગાંધીનગર માં વાહન વ્યવહાર વિભાગ દ્વારા આજે નવા સચિવાલય ના ગેટ પાસે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સચિવાલયમાં કામ કારતા અધિકારીઓ ને બાઈક પર હેલમેટ કે પછી કારમાં બેલ્ટ ના બધાય હોય તેવા લોકો ને દંડ કરવામાં આવ્યો…

ટ્રાફિક સમસ્યા ઉકેલવા જવાબ આ૫વાની સાથે અમલવારી ૫ણ કરો : હાઇકોર્ટની ટકોર

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા અને વાહન પાર્કિંગ મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો. રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ કર્યો કે ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા અને વાહન પાર્કિંગ મામલે પગલાં લેવાયા છે. ત્યારે હાઈકોર્ટે ટકોર કરી કે જવાબ રજૂ કરો…

ગુજરાતમાં ટ્રાફિક અટકાવવા સરકારનો ફૂલપ્રૂફ પ્લાન : રૂ.૨૦૦ કરોડની જોગવાઇ

રાજયમાં શહેરીકરણના વ્યાપ વચ્ચે ટ્રાફિક અે સૌથી મોટી સમસ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં ટ્રાફિક અે સૌથી મોટી સમસ્યા છે. અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલની અાસપાસના 50 મીટર સુધી અડચણરૂપ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમદાવાર પોલિસ કમિશ્નર દ્વારા…

કલેક્ટર, કોર્ટ, મામલતદાર કચેરીના કર્મચારીઓ ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડાયા !

બનાસકાંઠાના પાલનપુરમાં સરકારી નિયમોનું પાલન કરવામાં વહીવટી તંત્રના અધિકારીઓ જ ઉણા ઉતર્યા છે અને આથી ટ્રાફિક પોલીસે તેમે દંડ કર્યો છે. પાલનપુર ટ્રાફિક પોલીસે ટુ વ્હીલર ચાલકને હેલ્મેટ અને ફોર વ્હીલર પરથી બ્લેક ફિલ્મ ઉતારી લેવાની લેવાની ઝુંબેશ શરૂ કરી…

પોલીસની ગાંધીગીરી : નિયમો તોડતા વાહન ચાલકોને આપ્યા ગુલાબના ફૂલ

મોડાસા : અરવલ્લીના મોડાસા ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું હતુ. અને ટ્રાફિકના નિયમોની જાણકારી મળી રહે તે માટે વીડિયો સીડી અને પેમ્ફલેટ  આપવામાં આવી હતી. ઉના : ગીર સોમનાથના…