Archive

Tag: ST Bus

નવસારીમાં STની બસ ક્યારે યમરાજનો પાડો બની જાય કંઈ ન કહેવાય, જાણો હવે શું થયું

નવસારીમાં એસટી બસ યમરાજ બનતા બચી ગઇ છે. એસ.ટી બસ ચાલકે ફરી એકવાર અકસ્માત સર્જયો હતો. બસ ચાલકે બસને ધડાકાભેર દીવાલમાં અથડાવી હતી. જો કે જાહેરાતના બોર્ડના પિલરને કારણે બસ અટકી રહી હતી. જો બસ પિલરમાં અટકી ન હોત તો…

VIDEO : શાનદાર સવારી ST અમારી, કંઈ પણ થાય તો જવાબદારી તમારી ?

સલામત સવારી ST અમારી ના  સૂત્ર ને લોકો જ ખોટુ ઠેરવવા આમદા છે. આ વિડીયો જોતા તંત્રનો કેટલો વાંક કાઢી શકાય તે પણ એક  સવાલ છે. જાંબુઘોડા ગામ માં પ્રવેશતી સરકારી બસ ની પાછળ લટકેલ એક મુસાફરનો વીડિઓ વાયરલ થયો…

ST બસના ડ્રાઈવરની બેદરકારી, વિદ્યાર્થીઓ બસમાં ચડી રહ્યા છે અને બસ ઉપડી ગઈ

અમરેલીમાં એસ ટી બસના ડ્રાઇવરની બેદરકારીનો વીડિયો સામે આવ્યો છે. અમરેલી-ભાવનગર રોડ પર આવેલા ઢસાના બસ સ્ટેન્ડમાં બસના ડ્રાઇવર દ્વારા વિદ્યાર્થીઓને જાણી જોઇને દોડાવવામાં આવી રહ્યા છે. આ બસ ગઢડા તરફ જઇ રહી હોવાનું મનાઇ રહ્યું છે. અનેક વિદ્યાર્થીઓ ધક્કા-મુક્કી…

દિવાળી સમયે એક્સ્ટ્રા બસ મૂકવાથી જાણો STને કેટલો ફાયદો થયો

તહેવારોના દિવસોમાં ઘરથી દૂર રહેતા લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરતા હોય છે. તેઓ મોટે ભાગે પોતાના વતનમાં જવા માટે રાજ્યની ST સેવાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ વખતે દિવાળીના તહેવારમાં પણ લોકોની અવરજવર વધી હતી જેનો સીધો લાભ…

દિવાળીના તહેવારમાં ST વિભાગ કુલ 750 બસ વધારાની દોડાવશે, જાણો કયા રૂટો છે

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ  દિવાળીના તહેવારો દરમિયાન વિશેષ આયોજન કર્યુ છે. પોતાના વતનમાં જતા યાત્રીઓ માટે એસ.ટી વિભાગે વધુ 750 બસ અમદાવાદ સુરત અને રાજકોટમાંથી દોડાવવા આયોજન કર્યું છે. એસ.ટી વિભાગનું માનવુ…

ટાયર પર પત્તરા વગરની ST બસ ભૂજના નલિયાની હતી, ડેપો મેનેજર સસ્પેન્ડ

ભૂજના નલિયામાં એસટી બસનું ટાયર ઉપરનું પતરૂ નીકળી ગયા બાદ પણ બસ ચલાવનારા ડ્રાઈવર સહિત ચાર લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એસટી તંત્ર દ્વારા ડ્રાઈવર, કંડકટર, ડેપો મેનેજર અને કંડકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નલિયામાં એસટીની સેવા સલામત સવારી હોવાના…

સલામત સવારી STનો વીડિયો જોઈને તમને ખબર પડી જશે કે કેટલી સલામત છે સવારી

ગુજરાત એસટી સેવા સલામત સવારીના દાવાઓ કરતી હોય પરંતુ સોશિયલ મીડિયામાં એસટી બસની એવી એક તસવીર વાયરલ થઈ છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે એક એસટી એવી છે જેની સવારી જોખમી છે. બસમાં છેલ્લી સીટ નીચે હોવુ જોઈએ તે ફૂટ…

હંમેશા સરકારની ચાકરીમાં ઊભી રહેતી એસ.ટી બસ ખોટમાં, ખુદ સરકાર જવાબદાર

દમ જેવી બીમારીથી પીડાતી એસટી બસ એક તરફ ખોટ ખાઈને ચાલે છે. ત્યારે રાજય સરકાર દ્વારા સરકારી કાર્યક્રમમાં એસટી બસનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત એસટી નિગમને સરકાર દ્વારા ભાડું ચુકવવામાં ન આવતુ હોવાનો આરોપ પણ લગાવવામાં…

જે એસટી બસમાં તમે જાન જોડી જવાનું વિચારો છો, તેના કિલોમીટર તો ક્યારના પતી ગયા છે

લગ્ન પ્રસંગમાં જાનમાં જવાનું કોને ન ગમે. પણ જો લગ્ન પ્રસંગ માટે એસટીની સસ્તી બસ સેવા જે ખાસ જાન જોડવા માટે શરૂ કરાઇ છે તેમાં જવાનું થાય તો ચેતી જજો. કારણકે આ બસ એવી છે જે બસ પણ અકસ્માત સર્જી…

અેસટી વિભાગે મુસાફરોને અાપી દિવાળી ભેટ, કરી મહત્વની જાહેરાત

દિવાળીના વેકેશન દરમ્યાન લકઝરી બસ સંચાલકો દ્વારા મુસાફરો પાસેથી કરવામાં આવતી ઉઘાડી લૂંટ સામે સુરત એસટી નિયામક વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે દિવાળી વેકેશન દરમ્યાન સુરતથી ચારથી – પાંચ લાખની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ માદરે વતન જવા ઉપડે…

મોરબીમાં બસ કાયમ અનિયમિત આવતા વિદ્યાર્થીઓએ અપનાવ્યો આ ઉપાય

મોરબી કીડી, કુંભારીયા, ઘાટીલા વચ્ચે દોડતી બસ કાયમ અનિયમિત રીતે ચાલવા ઉપરાંત અનેક વખત આ રૂટને કેન્સલ કરી નાખવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને પાસ આગેવાનો દ્વારા મોરબી એસટી ડેપોમેનેજરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ સમસ્યાના ઉકેલ માટે મૌન…

અમદાવાદ-હળવદ હાઇ વે પર એસટી બસ અને વોલવો વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત

વહેલી સવારે અમદાવાદ-હળવદ હાઇ વે પર એસટી બસ અને વોલવો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માલવણ પાસે આવેલ શિવ શક્તિ હોટલ પાસે આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એસટીમાં સવાર મોટા ભાગના તમામ મુસાફરોને ઇજા થઇ છે. તો એકના મોતના સમાચાર…

ભરૂચઃ દયાદરા ગામે એસટીની અસુવિધાના કારણે વિદ્યાર્થીઓનો બસ રોકીને વિરોધ

ભરૂચના દયાદરા ગામે એસટી બસની અસુવિધાને લઈને આજે વિદ્યાર્થીઓએ બસ રોકીને વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ રોકીને વિરોધ કરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. દયાદરા ગામની હાઈસ્કુલમાં આસપાસના ગામના 150 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. પરંતુ અનિયમિત બસ…

આદિવાસી વિસ્તારમાં ST બસના કોઈ ઠેકાણા હોતા નથી તેવું લાગે છે, કારણ જાણો

છોટાઉદેપુર જિલ્લાના દેવહાટ ગામે ભણવા જવા માટે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો છે. આ આદિવાસી વિસ્તારના બાળકોને ભણવા જવું છે પરંતુ તેમને સમયસર એસટી બસ ન મળતા રઝળવુ પડે છે. આવામાં ભણવાની જીદ સાથે વિદ્યાર્થીઓએ આજે તેમના વિસ્તારમાં અવર જવર કરતી એસ.ટી….

‘શાનદાર સવારી ST હમારી’ : ટાયર નીકળી જાય તો જવાબદારી તમારી

અમરેલીના લાઠી પાસે એસટી બસનું ટાયર નીકળી જતા અકસ્માત સર્જાયો છે. જોકે, ડ્રાઈવરની સમયસુચકતાથી તમામ 45 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. એસટી બસ રાજુલાથી અમદાવાદ તરફ આવી રહી હતી. તે સમયે લાઠીથી ચાવંડ રોડ પર એસટી બસનું ટાયર નીકળી ગયું…

બનાસકાંઠા : અંબાજી પાસે ST બસ 20 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી

બનાસકાંઠાના અંબાજી પાસે એસ.ટી. બસ 20 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે.ગુર્જર નગરીની બસ અમદાવાદથી અંબાજી આવી રહી હતી. તે સમયે 20 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી છે. જોકે બસમાં સવાર 45 મુસાફરોમાંથી કેટલાકને સામાન્ય ઈજા થઈ છે. જોકે,બસ અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત…

“દેશનું તંત્ર જ એવું છે કે વિદ્યાર્થીઓ બાળપણથી આંદોલનકારી બની જાય છે”

સુરતના મોર ગામે સરકારી એસટી બસ અનિયમિત આવન જાવન કરતી હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. અને બસ રોકીને વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓનો વિરોધ સતત બે કલાક સુધી ચાલુ રહેતા મુસાફરો પણ અટવાયા હતા. પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી….

રક્ષાબંધનને લઇને રાજ્ય સરકારનો મોટો નિર્ણય : પ્રવાસીઅોને અાપી ગીફ્ટ

રક્ષાબંધન એક તહેવાર નથી પરંતુ આપણી પરંપરાર્ઓનુ પ્રતિક છે જે આજે પણ આપણને આપણ પરિવારના સંસ્કારો સાથે જોડી રાખે છે. રક્ષાબંધન બહેનની રક્ષાની પ્રતિબધ્ધતાનો દિવસ છે, જેમા ભાઈ દરેક દુ:ખ તકલીફમાં પોતાની બહેનનો સાથ આપવાનુ વચન આપે છે. આ જ…

સુરતઃ ST બસમાં GPS સિસ્ટમ લગાવી અને થશે આ રીતે મોનિટરિંગ

સુરત એસ.ટી.વિભાગીય કચેરી દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનો પ્રારંભ કરાયો છે. સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલની સૌ પ્રથમ શરૂઆત અમદાવાદ રાણીપ ખાતેથી કરવામાં આવી છે. જેના ભાગરૂપે હવે ડિવિઝન લેવલે કમાન્ડ એન્ડ કંટ્રોલની શરૂઆત કરવામાં આવી રહી છે. જ્યાં સુરત સ્થિત …

વડોદરાઃ ગુજરાત બસ સેવા STના કર્મીઓનો વિરોધ, બધુ ખાનગી થઈ જશે તો સરકાર શું કરશે ?

ગુજરાત એસટીના કર્મચારીઓ પડતર માંગણીઓ તેમજ એસટીના ખાનગીકરણના મામલે ગુજરાતભરમાં દેખાવો અને વિરોધ પ્રદર્શન કરી રહયાં છે. ત્યારે વડોદરામાં પાણીગેટ ડેપો ખાતે કર્મચારીઓએ દેખાવો કરીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. એસટી નિગમનાં ખાનગીકરણ કરવાની હિલચાલ થઇ રહી છે. જેને કારણે કર્મચારીઓમાં…

અાજે ગુજરાતની 128 એસટી બસ ડાંગ બોર્ડરથી આગળ નહિ જાય… અા રહ્યું કારણ

મરાઠા અનામતની મગાંસ તે આજે આપવામાં આવેલા મહારાષ્ટ્ર બંધના કારણે એસટી બસ સેવાને અસર થઈ છે. મહારાષ્ટ્ર તરફ જતી 128 ટ્રીપ ડાંગની બોર્ડરથી આગળ નહી જાય. તમામ બસને મહારાષ્ટ્ર બોર્ડર સુધી રોકી દેવાશે. અગાઉ પણ જ્યારે મહારાષ્ટ્ર અને મુંબઈ બંધનું…

અનામત આંદોલન જલદ મહારાષ્ટ્ર જતી એસટી બસો સાપુતારામાં અટકાવાઈ

મહારાષ્ટ્રમાં અનામતની માંગને લઈને ચાલતુ આંદોલન જલદ બની ગયુ છે. ત્યારે ગુજરાત એસટી બસની સેવા આજે પણ અટકાવી દેવામાં આવતા મુસાફરો પરેશાન બન્યા છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ઘણા સ્થળો પર ભડકેલી હિંસામાં સરકારી બસોને ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે. ત્યારે…

મરાઠા આંદોલનના કારણે ગુજરાતના આ રૂટની ST બસ રદ

મહારાષ્ટ્રમાં ફરી મરાઠા અનામત આંદોલનની હિંસા ભડકી ઉઠતા ગુજરાતની એસટી બસોને સાપુતારામાં રોકી દેવાઈ છે. પૂણે, સોલાપુર સહિતના વિસ્તારોમાં 150થી વધુ બસોમાં તોડફોડ અને આગજનીના બનાવને પગલે ગુજરાત એસટીની મહારાષ્ટ્ર જતી બસો રદ કરાઈ છે. અને સાપુતારામાં જ રોકી દેવાઈ…

મુંબઈમાં વરસાદને કારણે ટ્રેનની જગ્યાએ એસટી બસમાં જવા મજબુર બન્યા લોકો

મુંબઇ સાથેનો ટ્રેન વ્યવહાર સતત બીજા દિવસે પણ ખોરંભાતા આજે પણ અનેક મુસાફરો રઝળ્યા હતા. આજે સવારથી જ મુંબઈ તરફથી આવતી ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે. તો કેટલીક ટ્રેનોને ભુસાવળ તરફથી ડાયવર્ટ કરવામાં આવી છે. સુરત રેલવે સ્ટેશને મોડી…

જૂનાગઢ : માંગરોળ જતી એસટી બસ ખાડામાં ઉતરી ગઇ, ડ્રાઇવર સહિત 10 મુસાફરો ઘાયલ

જૂનાગઢના શાપુરના પુલ નજીક એસટી બસ રોડ સાઈડમાં ઉતરી જતા ડ્રાઇવર સહિત 10 મુસાફરોને ઇજા થઇ હતી.ઇજાગ્રસ્તોને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જૂનાગઢથી માંગરોળ રૂટની બસ ખાડામા ઉતરી જતા હતી.બસમાં 40થી વધુ મુસાફરો હતાં.જો કે કોઈ જાન હાનિ…

ભરૂચ : ધોધમાર વરસાદ વચ્ચે બસ ખોટકાઇ, જીવ બચાવવા 21 મુસાફરો બસના છાપરે ચડ્યાં

ભરૂચમાં વરસેલા ધોધમાર વરસાદમાં એસટી બસ ખોટકાઈ જતા મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. અંકલેશ્વર-રાજપીપળા એસટી બસ વરસાદી પાણીમાં ફસાઈ જતા મહિલાઓ સહિત કુલ 21 મુસાફરો જીવ બચાવવા માટે બસના છાપરે ચઢી ગયા હતા. મુસાફરોએ તંત્રને જાણ કરતા પોલીસ સહિતના…

જામનગર:  એસટી બસમાં બિલ વગરના માલની હેરાફેરીનું કૌભાંડ ઝડપાયું

જામનગર એસટી બસમાં ઓછા માલનું બિલ બનાવી વધુ માલના પાર્સલ લઈ જવાતા હોવાનું  બહાર આવ્યું છે. સાથે જ બિલ વગરના માલની હેરાફેરી થતી હોવાનું કૌભાંડ પણ ઝડપાયું હતુ. એસટી વિભાગના સ્ટાફ દ્વારા ભાવનગર – દ્વારકા રૂટની બસમાંથી બિનહિસાબી પાર્સલ ઝડપાયા…

અમદાવાદથી શીરડી જતી બસ ખાડામાં ઉતરી ગઇ, 10 મુસાફરોને ઇજા

ડાંગમાં  વઘઇથી સાપુતારા માર્ગ પર અમદાવાદથી શીરડી જતા ગુજરાત એસટીના સ્લિપીંગ કોચને અકસ્માત નડ્યો છે. આહેરડી ખાડી પાસે એસટીનો સ્લિપિંગ કોચ ખાડામા ઉતરી ઝાડ સાથે ટકરાયો હતો. જેમાં બસમાં સવાર દસ જણાને ઇજા થઇ હતી. ઘાયલોને વઘઇમાં સારવાર માટે ખસેડવામાં…

હડાદથી અંબાજી તરફ જતી લક્ઝરી બસ લૂંટાઇ, લૂંટારૂઓ ફરાર

અંબાજી જતી લક્ઝરી બસમાં વહેલી સવારે લૂંટની ઘટના બની છે. હડાદથી અંબાજી તરફ વહેલી સવારે ગુજરાત ટ્રાવેલ્સની આ લક્ઝરી બસ જઇ રહી હતી ત્યારે લૂંટાઇ છે. બસ પર પહેલા પથ્થરમારો કરાયો હતો. જેમાં ડ્રાઇવર ઘાયલ થતા બસ સાઇડમાં ઉતરી ગઇ…

મહિલા સોના-ચાંદીના ઘરેણા ભરેલો થેલો બસમાં ભૂલી ગઇ, ડ્રાઇવ-કંડક્ટરે ૫રત કર્યો

ડીસા એસટી ડેપોના કંડક્ટર અને ડ્રાઇવરે દાગીના ભરેલો થેલો મુસાફરને પરત કરી ઇમાનદારીનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ડીસા ડેપોની પાલનપુરથી ભુજ જતી બસમાં આડેસરના અનવરભાઇ હિંગરોજા તેમના પરિવાર સાથે ભચાઉ જવા નીકળ્યા હતા. તે દરમ્યાન અનવરભાઇના પરિવારની મહિલાઓ પોતાની પાસે…