Archive

Tag: Russia

ભારતના દબાણથી ફફડેલા પાકિસ્તાને યુએન અને રશિયાને મધ્યસ્થી કરવાની કરી અપીલ

ભારતના દબાણથી ફફ઼ડેલા પાકિસ્તાને યુએન અને રશિયાને મધ્યસ્થી કરવાની અપીલ કરી. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ યુએનના જનરલ સેક્રેટરી અને રશિયા સમક્ષ ભારત સાથે વધેલા તણાવને ઓછો કરવા ભીખ માગી છે. અને દક્ષિણ એશિયામાં શાંતિ માટે યુએનમાં અપીલ કરી….

ભારતીય એરફોર્સ હવે રશિયાને સહારે, ફાયટર પ્લેનની સ્કવોડ્રન ખરીદશે

ભારતીય એરફોર્સ યુદ્ધ વિમાનોની તંગીને પૂર્ણ કરવા માટે પોતાના જૂના સાથીદાર રશિયા સાથે હાથ મિલાવવા તરફ આગળ વધી રહી છે. વરિષ્ઠ અધિકારીઓએ આ વાતની પુષ્ટી કરતા જણાવ્યું કે સુખોઇ-30-એમકેઆઇ યુદ્ધ વિમાનોની વધુ એક સ્કવોડ્રન ખરીદવા માટેની પ્રકિયા ચાલી રહી છે….

જે દેશ રસ્તા પર ખરાબ કાર ચલાવવા નથી દેતો એ આતંકવાદીને શું બક્ષવાનો હતો? રશિયા આવ્યું ભારતનાં સમર્થનમાં

જૈશ એ મહંમદના પ્રમુખ અને પુલાવામા હુમલાના માસ્ટર માઈન્ડ મસુદ અઝહરને આતંકવાદી દોષિત કરવાના પ્રસ્તાવને ભારતને રશિયાનો સાથ મળ્યો. રશિયાના રાજદૂત ડેનિસ માંતુરોવે જણાવ્યુ કે, રશિયા મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવનું સમર્થન કરશે. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા અંગે રશિયા…

રશિયાના દરિયાના બે જહાજોમાં થઈ રહ્યું હતું એવું કે લાગી ગઈ આગ: 11 લોકોનાં મોત

રશિયા અને ક્રિમિયાના અલગ કરી રહેલા દરિયામાં એક મોટી દુર્ઘટના થઈ છે. સમુદ્રમાં બે જહાજમાં આગ લાગી છે. જેમાં 11 લોકોના મોત થયા છે. આ જહાજોમાં ભારતીય, તુર્કી અને લિબિયાના ક્રૂ મેમ્બર્સ હતા. આ જહાજમાં કુલ 15 ભારતીયો હતો. પરંતુ…

રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન ફરી એકવાર લગ્ન કરે તેવા સંકેતો, દીકરીઓ છે 30 વર્ષની

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ફરી એકવાર લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. પુતિને ખુદ વાત-વાતમાં આના તરફ સંકેત કર્યો છે. પુતિને કહ્યુ છે કે કદાચ તેઓ ફરીથી લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. જો કે તેમણે એવો કોઈ ખુલાસો કર્યો નથી કે…

રશિયા અને અમેરિકા આમને-સામને, પુતિનની ટ્રમ્પને સીધી ચેતવણી

ઈન્ટરમીડિએટ-રેન્જની ન્યૂક્લિયર ફોર્સિસ ટ્રીટીને લઈને રશિયા અને અમેરિકા આમને-સામને છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિને તીખી પ્રતિક્રિયા આપી છે. પુતિને ક્હ્યુ છે કે અમેરિકા પ્રતિબંધિત મિસાઈલોને વિકસિત કરશે. તો રશિયા પણ આવી મિસાઈલો બનાવવાનું ચાલુ…

અમેરિકા ખરેખર ચંદ્ર પર પહોંચ્યું છે કે નહીં, રશિયાએ બનાવી આ ટેક્નોલોજી

રશિયાની રોસ્કોસમોસ અંતરીક્ષ એજન્સીએ કહ્યું છે કે ચંદ્ર પર જનારા તેમના પ્રસ્તાવિત મિશનનું કામ એ સત્યાપિત કરવાનું હશે કે શું હકીકતમાં અમેરિકા ચંદ્ર પર પહોંચ્યું છે. દિમિત્રી રોગોજિને શનિવારે ટ્વિટર પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે અમેરિકા ખરેખર…

પાકિસ્તાન અને રશિયા વચ્ચે યુદ્ધાભ્યાસથી જનરલ કમર જાવેદ બાજવાએ સંતોષ વ્યક્ત કર્યો

પાકિસ્તાન અને રશિયાની સેનાઓના સંયુક્ત યુદ્ધાભ્યાસથી બંને દેશોના સંબંધો મજબૂત થયા છે અને એકબીજાને સમજવાનો મોકો મળ્યો છે. રવિવારે પાકિસ્તાન અને રશિયાની સેનાઓ વચ્ચે ત્રીજો સંયુક્ત યુદ્ધાભ્યાસ પૂર્ણ થયો હતો. પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ રશિયા સાથેના સૈન્ય…

પહેલું સ્વદેશી સુપરસોનિક યુદ્ધવિમાન સુખોઈ-30એમકેઆઈ વાયુસેનામાં થયું સામેલ

પહેલું સ્વદેશી સુપરસોનિક યુદ્ધવિમાન સુખોઈ-30એમકેઆઈ ઓઝર ખાતેના 11 બેસ ડેપોમાં સમારકામ બાદ સંચાલન બેડામાં સામેલ કરવા માટે શુક્રવારે વાયુસેનાને સોંપવામાં આવ્યું છે. મેન્ટેન્સ કમાન્ડના પ્રમુખ એરમાર્શલ હેમંત શર્માએ એક ભવ્ય સમારંભ દરમિયાન ઔપચારીકપણે સુખોઈ-30એમકેઆઈ યુદ્ધવિમાન દક્ષિણ-પશ્ચિમ એર કમાન્ડના પ્રમુખ વાયુસેના…

જગત જમાદારે ભારતને આપી ધમકી : ભારતને ખબર પડી જશે, તમે ટૂંક સમયમાં જોશો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે રશિયા પાસેથી પાંચ અબજ ડોલરની એસ-400 હવાઈ સુરક્ષા પ્રણાલીની ખરીદીના સોદા પર ભારત ટૂંક સમયમાં દંડાત્મક કાટ્સા પ્રતિબંધો પર તેમના નિર્ણય સંદર્ભે જાણી જશે. કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ હેઠળ રશિયા સાથે…

રશિયા સાથે S-400 ડીલમાં પણ અનિલ અંબાણીની કંપની સામેલ, રાહુલે ખોલ્યો મોરચો

રફાલ ડીલ મામલે અનિલ અંબાણીનું નામ સામે આવતા કોંગ્રેસે સરકાર અને અનિલ અંબાણીની કંપનીને ઘેરવાની  શરૂઆત કરી છે. ત્યારે તાજેતરમાં ભારતે રશિયા સાથે કરેલી એસ-400 ડીલમાં અનિલ અંબાણીની કંપની પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ 2015માં નરેન્દ્ર…

VIDEO: ભારત- રશિયા વચ્ચે હથિયારો સિવાય આ વસ્તુઓની થાય છે આયાત-નિકાસ

સામાન્ય રીતે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની વાત આવે એટલે મુખ્યત્વે રશિયા પાસેથી હથિયારોની ખરીદીની જ ચર્ચા થાય છે. પરંતુ ભારત અને રશિયા વચ્ચે હથિયારો સિવાય પણ અનેક ચીજવસ્તુઓની આયાત અને નિકાસ વડે મોટા પાયે વેપાર થાય છે. આવો જોઇએ…

ભારત અને રશિયા વચ્ચે થયા 8 સમજૂતી કરાર, અમેરિકાની કરી અવગણના

અમેરિકાની અવગણના કરીને ભારતે રશિયા સાથે એસ-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ સહીત આઠ સમજુતિ કરાર કર્યા છે. આ સમજૂતી કરારમાં ભારતના ગગનયાન મિશનનો પણ સમાવેશ થાય છે. દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા બાદ સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ…

અમેરીકા ચીન પર લગાવેલ કાટ્સા પ્રતિબંધ ભારત પર પણ લગાડે તેવી શક્યતા

ભારત અને રશિયા વચ્ચે થનારી એસ 400 એર મિસાઈલ સિસ્ટમ ડીલથી પાકિસ્તાનની સાથે જ અમેરિકા પરેશાન છે અને આથી અમેરિકા ભારત પર કાટ્સા પ્રતિબંધ લગાવી શકે છે. પુતિન ભારત મુલાકાતે પહોંચે તે પહેલા જ અમેરિકાએ પોતાના સહયોગી દેશો સાથે મહત્વપૂર્ણ…

એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમનો થશે સોદો, મોદી નહીં ગણકારે અમેરિકાને

રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન ચોથી અને પાંચમી ઓક્ટોબરે ભારતની મુલાકાતે છે. આ મુલાકાત પર વિશ્વભરની નજર છે કારણ કે, આ મુલાકાતમાં પુતિન ભારત સાથે એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમનો સોદો કરી શકે છે. પાકિસ્તાન અને ચીનને ધ્યાનમાં રાખતા ભારતીય સેના…

આજથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના બે દિવસના પ્રવાસે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજથી ભારતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાના વિરોધ વચ્ચે પણ ભારત અને રશિયા 39 હજાર કરોડ રૂપિયાની એસ-400 એર ડિફેન્સ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પર કરાર કરશે. આ કરાર અંતર્ગત ભારતને પાંચ એસ-4000…

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જાણો કઈ કઈ સમજૂતીઓ પર કરશે હસ્તાક્ષર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ દરમિયાન ઘણી સમજૂતી પર હસ્તાક્ષર થશે. આ દરમિયાન રશિયાનો ભારતની સાથે સૈન્ય ટેકનીક સહયોગ એજન્ડામાં મુખ્ય હશે. અમેરિકાના વિરોધ છતાં ભારત અને રશિયા એસ-400 ડિફેન્સ સિસ્ટમના કરાર માટે અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે. ભારત…

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન બે દિવસ આવશે ભારતની મુલાકાત, આ છે કાર્યક્રમ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આગામી 4 અને પાંચમી ઓક્ટોબરે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. પુતિન ભારત સાથેને વાર્ષિક દ્વિપક્ષિય  બેઠકમાં સામે થવા માટે ભારતની મુલાકાતે  આવશે. જે અંગેની માહિતી વિદેશ મંત્રાલયે આપી છે.પુતિન દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે….

રશિયન મોડેલે રાષ્ટ્રપતિ પુતિન પર લગાવ્યા અા ગંભીર અારોપો

ટ્રમ્પ અાજે પોર્નસ્ટારના અાક્ષેપો બાબતે વિવાદમાં છે. ત્યારે રશિયાના પુટિન પર પણ અેક મોડેલે ગંભીર અાક્ષેપો કર્યા છે. અમેરિકાની અેક પોર્નસ્ટારે અાજે અેક બુક લોન્ચ કરી છે. જેમાં તેણે ટ્રમ્પ સાથેના સહશયનનો ચિતાર રજૂ કર્યો છે. જેને પગલે અાજે ટ્રમ્પ…

અંતરિક્ષમાં વાગશે ભારતનો ડંકો, ઇસરો રચશે નવો ઇતિહાસ

ઈસરો ફરિવાર અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની તૈયારી કરી રહ્યુ છે. ઈસરો 16મી સપ્ટેમ્બરના રોજ અવકાશમાં વ્યવસાયિક સેટેલાઈટ છોડવાનુ છે. અમેરિકા અને રશિયાને ટક્કર આપવા માટે ભારતે તૈયારી શરૂ કરી છે. આ સાથે શ્રી હરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી બે  બ્રિટનના…

ભારત ખરીદશે રશિયા પાસેથી આધુનિક સાધનો

ભારત આધુનિક યુગમાં વિકાસ માટે પ્રયાસ કરી રહ્યું છે. આ તરફ યુએસએ જણાવ્યું હતું કે તે રશિયા પાસેથી એસ – ૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી પર ભારત સાથે વાટાઘાટો ચાલુ છે. કહેવાય છે કે જો ભારત આ ખરીદી સાથે આગળ જાય…

ટ્રમ્પે સિરીયા, ઇરાન અને રશિયાને આપી ખુલ્લી ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદ અને તેના સાથી દેશો ઈરાન તથા રશિયાને સીરિયન બળવાખોરોના કબજા હેઠળના ઈદલિબ પ્રાંતમાં બેફામપણે હુમલા નહીં કરવાની ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યુ છે કે આવા હુમલાથી હજારો લોકો મોતને ભેંટે તેવી…

રશિયાનો અદાણી ગ્રુપ સાથે પાર્ટનરશીપનો પ્રસ્તાવ, મોદી સરકારે આપ્યો આ જવાબ  

ફ્રાંસની સરકાર દ્વારા ફ્રેન્ચ કંપની પાસેથી રફાલ ફાઈટર જેટ્સની ખરીદીને લઈને કોંગ્રેસના આરોપો વચ્ચે મોદી સરકારે રશિયાના એક પ્રસ્તાવને નામંજૂર કર્યો છે. રશિયા દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવમાં તેણે અદાણી ગ્રુપની સાથે મળીને ભારતમાં એકે-સિરિઝ હેઠળની આધુનિક અસોલ્ટ રાઈફલો બનાવવાનો પ્રસ્તાવ…

સૌથી માટી સૌન્યશક્તિ ધરાવતા આ બે દેશોએ કર્યો કિલર રોબોટ્સ પર પ્રતિબંધનો ઈનકાર

અમેરિકા અને રશિયા કિલર રોબોટ્સ પર પ્રતિબંધ લગાવવાની તરફેણ કરતા નથી. તાજેતરમાં જિનિવા ખાતે સંયુક્ત રાષ્ટ્રની કોન્ફરન્સમાં બંને દેશોએ કિલર રોબોટ્સ પર પ્રતિબંધ મૂકતા કરાર પર હસ્તાક્ષર કરવાનો ઈન્કાર કર્યો હતો. આ સંધિ હેઠળ કિલર રોબોર્ટ્સ પ્રતિબંધિત કરવાની કોશિશ કરવામાં…

રાફેલનો વિરોધ અંબાણી બાદ અદાણીને પણ નડ્યો, મોદી સરકારે ન અાપી સહમતિ

ફ્રાંસની સરકાર દ્વારા ફ્રેન્ચ કંપની પાસેથી રફાલ ફાઈટર જેટ્સની ખરીદીને લઈને કોંગ્રેસના આરોપો વચ્ચે મોદી સરકારે રશિયાના એક પ્રસ્તાવને નામંજૂર કર્યો છે. રશિયા દ્વાર આપવામાં આવેલા પ્રસ્તાવમાં તેણે અદાણી ગ્રુપની સાથે મળીને ભારતમાં એકે-સિરિઝ હેઠળની આધુનિક અસોલ્ટ રાઈફલો બનાવવાનો પ્રસ્તાવ…

અમેરિકાના સ્પેસ ફોર્સ સામે રશિયાએ રોબોકોપ એકસો-સ્કેલેટન કવચ બનાવવાનો કર્યો અારંભ

રશિયાએ વિધટન બાદ ફરી એકવાર દુનિયામાં પોતાની ધાક જમાવવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી હોય તેમ જણાઇ રહ્યું છે. ભવિષ્યના યુધ્ધની સ્થિતીને ધ્યાનમાં રાખી અમેરિકાના સ્પેસ ફોર્સ સામે રશિયાએ રોબોકોપ  એકસો-સ્કેલેટન કવચ બનાવવાનો આરંભ કરી દીધો છે. આ રોબોકોપને કારણે બખ્તરઘારી…

અહીં ગુફામાંથી મળી ચોંકાવનારી વસ્તુ, ખૂલ્યું વર્ષો જૂનું રહસ્ય

લાંબા સમય પહેલા મનુષ્યની બે અલગ-અલગ પ્રજાતિઓ રશિયાની એક ગુફામાં મળી હતી અને લગભગ 50 હજાર વર્ષ બાદ હવે વૈજ્ઞાનિકોના એક સમૂહે શોધી કાઢ્યું કે આ બંનેની એક પુત્રી હતી. ગુફામાંથી મળેલા અસ્થિના ટુકડાના ડીએનએ પરથી સમજી શકાય છે કે…

રશિયાના કદાવર નેતા પુટિનનો જુઅો ડાન્સ વિડીયો : અોસ્ટ્રિયાના વિદેશમંત્રી સાથે મનમૂકીને નાચ્યા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર દુનિયાના સૌથી તાકતવર નેતાઓમાં સામેલ છે પરંતુ તેમનો આ અનોખો અંદાજ કયારેય જોયો નહીં હોય. કયારેક ઘોડેસવારી તો કયારેક જંગલ સફારી કરતી તેમની તસવીરો સામે આવી છે. હવે પુતિનની ઑસ્ટ્રિયાની વિદેશ મંત્રી કારિન નિસલની સાથે ડાન્સ કરતો…

કેટલાંક લોકો સમજી બેઠાં આ વસ્તુને તોપ, નીચે જોયું તો ઊડી ગયા હોશ

આજે અમે તમને એક એવી અજીબોગરીબ વસ્તુ વિશે જણાવીશુ કે જેને શરૂઆતમાં લોકોએ તોપ સમજી લીધી હતી, પરંતુ જ્યારે તેમને આ તોપની વાસ્તવિકતા જાણી તો તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. ખરેખર, તેમને જે તોપ નજર આવતી હતી તે તોપ નહોતી,…