Archive

Tag: rupani

મંત્રીમંડળના વિસ્તરણ મામલે સીએમ રૂપાણીએ કર્યો ખુલાસો, ઘણાના સપનાં થશે ચકનાચૂર

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani)એ પ્રધાનમંડળ વિસ્તરણની અટકળોને ફગાવી દીધી છે. પાલનપુરમાં આ મામલે પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતા રૂપાણીએ કેબિનેટ વિસ્તરણની વાત ફગાવી હતી. જ્યારે કે કોંગ્રેસના ધારાસભ્યોના ભાજપમાં જોડાવાની ચાલતી અટકળો અંગે તેમણે સ્પષ્ટ ફોડ પાડવાનું ટાળ્યું હતુ….

ગુજરાતની 10 લોકસભા પર ભાજપ માટે કપરાં ચઢાણ, પીએમ મોદીને પણ છે આ ડર

લોકસભા ચૂંટણી આવતા જ ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે અને જે બેઠકો પર ભાજપને નુકસાન થઇ શકે એવું છે ત્યાં મહેનત કરવાની કવાયત શરૂ કરી છે. આવી બેઠકો જીતવા ભાજપે ખરીદ વેચાણ શરુ કર્યું છે અને તેના જ ભાગરૂપે…

જૂનાગઢનો મીની કુંભ મેળો મહાશિવરાત્રીના મધરાતે મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે પૂર્ણ

આ વખતે જૂનાગઢનો મેળો શિવરાત્રી મીની કુંભ મેળા તરીકે ઉજવાયો છે. જેને લઇને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. 26મી ફેબ્રુઆરીથી પ્રારંભ થયેલો ભવનાથનો મેળો મધરાતે મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે પૂર્ણ થયો. રવેડી બાદ સાધુ સંતોએ હર હર મહાદેવના નાદ સાથે…

એર સ્ટ્રાઈક બાદ રૂપાણીએ મોદીના કર્યા જોરદાર વખાણ, પીએમ સાંભળશે તો થઇ જશે ખુશ

કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાના 12 દિવસ બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ કચકચાવીને બદલો લીધો છે. ભારતીય એરફોર્સે પાકિસ્તાન અને પીઓકેમાં ઘુસીને ફરી એક વખત અનેક આતંકીઓનો સફાયો કરી નાંખ્યો છે. એરફોર્સના મિરાજ-2000 વિમાનોએ મધરાતે પાકિસ્તાનના બાલાકોટમાં હજાર-હજાર કિલોના બોમ્બ ફેંકી…

કોના બાપની દિવાળી, પોલીસમાં પાસ થનારને નિમણુક પત્ર આપવા 3 કરોડનો ધૂમાડો કરાયો

પ્રજાના ટેક્સના પૈસાને સરકારી કાર્યક્રમના નામે કેવી રીતે ઉડાડવા તે ભાજપ પાસેથી શિખવા જેવુ છે. હવે ભાજપ સરકારે પ્રજાની વાહવાહી મેળવવાનો નવો કીમીયો શોધી કાઢ્યો છે. સરકારી નોકરી મેળવવામાં સફળ ઉમેદવારોને સરકાર પ્રમાણપત્ર આપી પ્રતિષ્ઠા મેળવી રહી છે. થોડાક વખત…

રૂપાણીએ 3 ઉત્સવો પાછળ ખુલ્લી મૂકી તિજોરી, આંક જાણશો તો ગુસ્સાનો પાર નહીં રહે

ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓ માટે સરકારે ઉત્સવો કર્યા છે પરંતુ દાવા પ્રમાણેના વિદેશી મહેમાનો આવ્યા નથી. સરકારે મુખ્યત્વે ત્રણ મોટા ઉત્સવોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે પરંતુ તેની સામે સરકારને ડોલરમાં કોઇ વળતર મળ્યું નથી. રાજ્યમાં રણોત્સવ, પતંગોત્સવ અને નવરાત્રી એમ…

પુલવામા આતંકી હુમલા બાદ ગુજરાતમાં સરકારે બોલાવી બેઠક, આ અધિકારી રહ્યાં હાજર

જમ્મુ કાશ્મીરમાં પુલવામા આતંકી હુમલા બાદ રાજયમાં પ્રવર્તમાન સ્થિતિમાં સુરક્ષા સંદર્ભે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ છે. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઇ રહી છે. તાજેતરમાં જ રાજ્યની કેટલીક જાહેર જગ્યાઓને ઉડાવી દેવાનો પત્ર મળતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક…

ચૂંટણી પંચનો આદેશ : આ તારીખ સુધી ગુજરાતમાં બદલીઓ કરી દો, આપી છેલ્લી ડેડલાઇન

લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આગામી લોકસભાની ચૂંટણીની જાહેરાત ફેબ્રુઆરીના અંત ભાગમાં અથવા તો માર્ચ મહિનાના પ્રથમ વીકમાં કરવામાં આવશે. તેવું અનુમાન લગાવાતું હતુ. જે હવે સાચું પડી રહ્યું છે કેમ કે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત સરકારને એટલે…

અમદાવાદને પ્રદૂષણ મુક્ત કરવા માટે 7,000 કરોડના થયા MOU, રૂપાણી રહ્યા હાજર

અમદાવાદ મહાનગરમાં આગામી 5 વર્ષ 2019 થી 2024 દરમ્યાન પર્યાવરણ જાળવણી અને ક્લાઈમેટ ચેંજ મેનેજમેન્ટ માટે 7000 કરોડના રોકાણ લક્ષ્ય સાથે અમદાવાદ મહાનગર પાલિકા અને વર્લ્ડ બેન્ક ગ્રુપની ઇન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં MoU સંપન્ન થયા છે….

નીતિનભાઈ ભલે ધમપછાડા કરે પણ ગુજરાતીઓની પ્રથમ પસંદ તો આ મુખ્યમંત્રી છે

ગુજરાતમાં વાયબ્રન્ટના માહોલ વચ્ચે રૂપાણી અને મોદી માટે સારા સમાચાર આવ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલાં આજે પણ આ બંને કદાવર નેતાઓ ગુજરાતમાં સૌથી વધારે લોકપ્રિય છે. ગુજરાતમાં મુખ્યમંત્રી પદ માટે વિજય રૂપાણી રાજ્યના મતદાતાઓની પહેલી પસંદ છે, તો વડાપ્રધાન નરેન્દ્ર…

વાઈબ્રન્ટમાં મોદી ભરાઈ ગયા, ગુજરાત ન હોત તો પીએમ તરીકે તેઓ ક્યારેય ના કરતા આ કામ

વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પીએમ મોદીના હસ્તે પ્રારંભ થઈ ચૂક્યો છે. વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત સીએમ રૂપાણીએ એક પછી એક ડેલિગેશન અને વિવિધ દેશોના પીએમ સાથે બેઠકો કરી છે. આ સમારોહમાં આજે પીએમની સાથે સાથે પરિવહન મંત્રી નીતિન ગડકરી, સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણ…

શાહ, માથુર અને મોદી: ગુજરાતની 26 બેઠકોના નામ લગભગ તૈયાર, મોદી મારશે અંતિમ મ્હોર

મોદી ગુજરાતમાં 2 દિવસ રાજભવનમાં રાત રોકાવાના છે, વાઈબ્રન્ટ એ ગુજરાતનો સૌથી મોટો પ્રસંગ છે. લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપની સ્થિતિ હાલમાં ખરાબ છે. ગુજરાતમાં કોંગ્રેસની મજબૂત સ્થિતિને રોકવા માટે ભાજપે મરણિયા પ્રયાસો ચાલુ કર્યા છે. ભાજપે પ્રભારી બદલી ઓમ માથુર…

ગુજરાતમાં કોંગ્રેસની આબરૂના ધજાગરા: પેટા ચૂંટણીનો ઉમેદવાર જ ભાજપમાં જોડાઈ ગયો

રાજકોટમાં પાલિકાની વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે જાહેર કરેલા પોતાના ઉમેદવાર નરસિંહ પટોળીયા આજે સવારે ભાજપના કાર્યાલય પહોંચી પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લઈને ભાજપમાં ભળી જતા રાજકારણમાં ચકચાર જાગી છે. સ્થાનિક રાજકારણમાં આ ઘટનાને પગલે ભારે ભૂંકપ આવ્યો હોય…

મુખ્યમંત્રીએ 2019ના વર્ષના પ્રારંભે જ કુલ આટલી ટાઉન પ્લાનીંગ સ્કીમને આપી મંજૂરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરી વિસ્તારમાં રાજ્યમાં પ્રથમવાર ટાઉન પ્લાનીંગના ઇતિહાસમાં TP મંજૂરીની સદી 2018ના વર્ષમાં કર્યા બાદ એ જ ઝડપી વિકાસને વધુ આયોજીત અને વેગવંતો બનાવવાના ધ્યેય સાથે 2019ના વર્ષના પ્રારંભે જ અમદાવાદની વધુ 05 ડ્રાફ્ટ TP સાથે કુલ 07…

દિલ્હીમાં નીતિનભાઈના 3 દિવસના ધામા : આવતીકાલે રૂપાણી જશે, છે આ મોટું કારણ

2019ની લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો શુક્રવારથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. 11 અને 12 જાન્યુઆરી એમ બે દિવસના અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ અમિત શાહ ભાજપના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. રાષ્ટ્રીય અધિવેશનમાં ભાજપના ટોચના નેતાઓ…

રૂપાણીએ કારમાંથી એવું શું જોયું કે ઉતરી રોડ પર દોડી આવ્યા, આપ્યા આ આદેશો

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી અમદાવાદ તરફ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે ઘ-0થી સરગાસણ પાસે એક એક્ટિવા વાહનને થયેલા અકસ્માત જોઇને પોતાના કોન્વોયને થંભાવી દીધો હતો અને અકસ્માતમાં ઘાયલ થયેલાને તાત્કાલિક સારવાર મળે એનો આદેશ આપ્યો હતો. રૂપાણીએ અગાઉ પણ અકસ્માતના કેસમાં…

ભાજપના કદાવર નેતાની હત્યા બાદ ગુજરાતના સીએમ રૂપાણીએ આપ્યા આ આદેશો

જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ હત્યા માટે કચ્છ ભાજપના નેતા છબિલ પટેલને જવાબદાર ગણાવ્યા હતા. ભાજપના આ બીજા કદાવર નેતાની ગોળી મારી હત્યા કરાઈ છે. જયંતિ ભાનુશાળીના મોત બાદ ભાજપના અનેક નેતાઓએ હાશકારો અનુભવ્યો હશે. જેમની પાસે ઘણા નેતાઓના રહસ્યો ધરબાયેલા હતા….

‘હવે તમારે મારા આ ડિપાર્ટમેન્ટને પૈસા દેવા નહીં પડે, સીએમ રૂપાણીએ ફરી વાંટ્યો ભાંગરો

રાજ્યમાં સૌથી વધુ મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું વિધાન કરી વિવાદમાં ફસાઈ ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદરમાં આશ્ચર્યજનક અને ફરી વિવાદ સર્જે તેવું વિધાન કર્યું હતું કે ‘હવે તમારે પોલીસને પૈસા દેવા નહીં પડે, મારી સરકારે હોટેલનાં સંચાલકોને પોલીસનું લાઈસન્સ…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી વિવાદાસ્પદ નિવેદન આપ્યું

રાજ્યમાં સૌથી વધુ મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું વિધાન કરી વિવાદમાં ફસાઈ ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદરમાં આશ્ચર્યજનક અને ફરી વિવાદ સર્જે તેવું વિધાન કર્યું હતું કે ‘હવે તમારે પોલીસને પૈસા દેવા નહીં પડે, મારી સરકારે હોટેલનાં સંચાલકોને પોલીસનું લાઈસન્સ…

કોઈ પાણીની ચિંતા ના કરતા, સરકારમાં છે પાણી : હું છું રૂપાણી…

ગત ચોમાસે પોરબંદર સહિત ગુજરાતમાં અપૂરતો વરસાદ વરસ્યો છે તેથી ઉનાળો કેવો જશે ? તેવી સૌ કોઈ ચિંતા કરી રહ્યા છે પરંતુ તમે કોઈ પાણીની ચિંતા ના કરતા… સરકારમાં છે પાણી… હું છું રૂપાણી… તેમ કહીને ગુજરાતના મુખ્યમંત્રીએ પોરબંદરના ચોપાટી…

ગુજરાતમાં 5 વર્ષમાં 10 અબજ ડોલરનું રોકાણ, રૂપાણી સરકારને મહેનત ફળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી અભિયાન ‘મેઈક ઈન ઈન્ડિયા’ કાર્યક્રમની સફળતાથી રોકાણકારો માહિતગાર થઇને પ્રેરિત થાય, એટલું જ નહીં આ અભિયાનને વેગ આપવા અને સંભવિત વિવિધ ક્ષેત્રોમાં વિકાસની તકો વિશે ચર્ચા-વિચારણા કરવા માટે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં તારીખ 18 જાન્યુઆરી 2019…

જાન્યુઆરી મહિનામાં ભાજપના નેતાઓ 1 લાખ લોકોના ઘરે જશે, આ છે કારણ

ભાજપ દ્વારા લોકસભાની આગામી ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ૧ થી ૯ જાન્યુઆરી દરમિયાન ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકમાં સમગ્ર રાજ્યના ગ્રામ્ય-શહેરી વિસ્તાર એમ કુલ ૧ લાખ ખાટલા બેઠકો યોજાશે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ…

રૂપાણીનો પાકિસ્તાન પ્રેમ : વાઈબ્રન્ટ ગુજરાતમાં અપાયું આમંત્રણ, મોદીનો મગાયો ખુલાસો

પાકિસ્તાનને લઈને ભાજપની બેવડી નીતિ ફરી એક વખત સપાટી પર આવી છે.એક તરફ કેન્દ્ર સરકાર આતંકવાદને આગળ ધરીને પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવા માટે ઈનકાર કરે છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં યોજાનારી ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનને પણ આમંત્રણ આપવામાં આવ્યુ હોવાના…

રૂપાણી સાચા : ભ્રષ્ટ્રાચારમાં દેશના TOP 5 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ, ભોગ ફરજિયાત

રાજ્યમાં વહીવટને પારદર્શક બનાવીને ભ્રષ્ટાચાર પર નિયંત્રણ મૂકાયું હોવાના કેન્દ્ર અને રાજ્ય સરકાર દાવા કરે છે. પણ સેન્ટર ફૉર મીડિયા સ્ટડીઝ (સીએમએસ)ના ઇન્ડિયા કરપ્શન સ્ટડી-2018 અહેવાલ મુજબ રાજ્યમાં 91 ટકા લોકો માને છે કે હજુ પણ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે….

રાહુલ ગાંધીને ઝાટકવામાં રૂપાણી ભૂલી ગયા ભાન, ભાજપની યોગી સરકારને ઝાટકી નાખી

રૂપાણી કેટલાક દિવસથી નેશનલ નેતા બનાવાના પ્રયાસો કરી રહ્યાં છે. તેઓ નેશનલ મામલા પર બેફિકર બનીને નિવેદનો આપી રહ્યાં છે. છેલ્લાં 2 મહિનાથી આ સ્થિતિ પલટાઈ છે. રૂપાણીની ચાલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દેશમાં ભાજપના કદાવર નેતા તરીકે ઉભરી આવવાની છે….

રાતોરાત બની ગયા ભાજપના કદાવર નેતા, રૂપાણી અને નીતિનભાઈ કરતાં કદ વધ્યું

રાતોરાત કોઈ વ્યક્તિનું નસીબ બદલાય તેનું ઉદાહરણ ગોરધન ઝડફિયા છે. ગુજરાતમાં કોઈ ભોજિયો ભઈએ ભાવ પૂછતું ન હતું તેવા નેતા પર મોદી અને શાહની અમી દ્રષ્ટી પડતાં આજે ગુજરાતના કદાવર નેતા બની ગયા છે. ઝડફિયાને યુપીના પ્રભારીની જવાબદારી સોંપાતાં તેઓનું…

જસદણનો જંગ : જાણો ગુજરાતના કયા નેતાને થશે ફાયદો અને કયા નેતાની કારકીર્દીને પડશે ફટકો

ભાજપ અને કોંગ્રેસ માટે કરો યા મરો જેવી સ્થિતિ હતી. જસદણ એ ભાજપનો ગઢ હતો. કુવરજી બાવળિયા વર્ષોથી આ સીટ પરથી જીતતા આવ્યા છે. જેઓએ પક્ષપલટો કરી ભાજપમાં જોડાતાં આ સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. હાલમાં બાવળિયા 15મા રાઉન્ડ સુધીમાં…

ગુજરાત આ નેતાના હવે વળતાં પાણી : મોદીએ ન આપ્યું સન્માન, રૂપાણીની અવગણના પડી ભારે

ભાજપના રાષ્ટ્રીય મહિલા અધિવેશનમાં ખાસ હાજર રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી નો કોઈ જ ઉલ્લેખ નહીં કરતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. અધિવેશનના સમારોહમાં મુખ્ય મંચ પર વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની…

રૂપાણી મહિલા અધિવેશનમાં આ શું બોલી ગયા, કોંગ્રેસને ઝાટકવામાં ભૂલ્યા ભાન

ભાજપના મહિલા મોરચાના અધિવેશનમાં હાજરી આપવા પહોંચેલા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતું. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ત્રણ રાજ્યના પરિણામમાં માત્ર પાંચ બેઠકથી જીતી છે. ત્યારે ઘણા વર્ષો પછી પુત્રનો જન્મ થયો હોય તેવો…

અસમ અને ગુજરાતના મુખ્યમંત્રીને જગાડ્યા : હવે પીએમને જગાડીશું

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસને સરકાર રચવામાં સફળતા મળ્યા બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતોના મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સતત પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે કોંગ્રેસે આસામ અને ગુજરાતના મુખ્યપ્રધાનોને જગાડી…