Archive

Tag: People

આજે પણ જમ્મુ શ્રીનગર હાઇવે બંધ, બરફવર્ષાને કારણે ઠેર ઠેર હિમસ્ખલન

જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ શ્રીનગર હાઇવે આજે પાંચમા દિવસે પણ બંધ રહ્યો હતો, ત્યારે બરફવર્ષાને કારણે ઠેર ઠેર હિમસ્ખલન થયા હતા. રાજસ્થાનના માઉન્ટ આબુમાં ૦.૪ ડિગ્રી તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં તીવ્ર ઠંડી પડી હતી. રાજસ્થાનના સિકર જિલ્લાના ફતેપુરમાં ૦.૮, દબોક…

કર્ણાટકના આ કદાવર નેતાએ કહ્યું, “મમતા બેનર્જીમાં પ્રધાનમંત્રી બનવાના બધા ગુણ”

કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ.ડી.કુમારસ્વામીએ કહ્યું હતું કે દેશના લોકો વડા પ્રધાન મોદીના વહીવટથી હતાશ થઇ ગયા છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની ભરપુર  પ્રશંસા કરી કહ્યું હતું કે મમતા બેનર્જીમાં દેશનું નેતૃત્વ કરવાના તમામ ગુણ અને ક્ષમતા છે….

કુંભ મેળામાં પોષ પૂર્ણિમાના બીજા સ્નાનમાં એક કરોડ શ્રધ્ધાળુઓએ ગંગામાં લગાવી ડૂબકી

ત્રિવેણી સંગમ ખાતે ચાલી રહેલા કુંભ મેળામાં પોષ પૂર્ણિમાના બીજા સ્નાનમાં એક કરોડ શ્રધ્ધાળુએ ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી હતી. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવિવારની રાત્રિએ જ શ્રધ્ધાળુઓનો પ્રવાહ સંગમ ખાતે આવવો શરૃ થયો હતો. સૂર્યોદય પહેલા જ શ્રધ્ધાળુઓએ ગંગાસ્નાન કરવાનું…

તમિલનાડુમાં જલ્લીકટ્ટુની થઈ શરૂઆત, હજારથી વધારે ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ

તમિલનાડુમાં જલ્લીકટ્ટુની શરૂઆત થઈ છે. મદુરાઈ અને અવનિયાયુરમમાં આયોજિત જલ્લીકટ્ટુમાં એક હજારથી વધારે  ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જલ્લીકટ્ટુ માટે સોમવારે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ હતું.  આ વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જલ્લીકટ્ટુમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ખેલમાં બુલ ટેમ્પર…

સવર્ણો, ગરીબો માટેના નિર્ણયને કોંગ્રેસે આપ્યો ટેકો, તો રોજગારી મુદ્દે ખેંચી ટાંગ

આર્થિકપણે નબળા સામાન્ય વર્ગના લોકોને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં દશ ટકા અનામત આપવાના સરકારના નિર્ણયને કોંગ્રેસે ટેકો આપ્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે ગરીબોના બાળકોને અનામત માટે તેઓ પુરો સહકાર અને સમર્થન આપશે. પરંતુ મોદી સરકારે જવાબ આપવો પડશે કે…

પ્રવીણ તોગડિયાએ ફરી સાધ્યું સરકાર પર નિશાન, રામમંદિરને લઈ ભાજપે હિંદુઓનો વિશ્વાસ તોડ્યો

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ કેન્દ્રની મોદી સરકારને ફરી એકવાર નિશાને લીધી છે. તોગડિયાએ રાજસ્થાનમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે કેન્દ્રની મોદી સરકારે રામમંદિરને લઈને દેશના હિંદુઓનો વિશ્વાસ તોડ્યો છે. પોતાના નિવેદનમાં તોગડિયાએ કહ્યુ છે કે જો આરએસએસ…

‘કુંભમેળો’ શતાબ્દીઓથી માનવ મનમાં અધ્યાત્મના પાથરી રહ્યો છે ઓજસ, જાણો પૌરાણિક કથા

ભારતીય સંસ્કૃતિમાં સર્વ પ્રક્રિયાનું મૂળ કેન્દ્ર અધ્યાત્મ જ છે. અધ્યાત્મ આપણી સંસ્કૃતિને પ્રગતિશીલ અને સમન્વયશીલ બનાવવામાં પણ ઉમદા ફાળો અર્પે છે. આપણી અધ્યાત્પરંપરા જાળવવામાં મહાકુંભપર્વ સંસ્કૃતિનું અભિન્ન પુરવાર થયું છે. મહાકુંભપર્વને જનસમુદાયમાં ‘કુંભમેળો’ એવા શબ્દવિશેષથી આવકારે છે. ‘મેળો’ આ શબ્દને…

રાજસ્થાનના અલવરમાં લવજેહાદને મામલે તણાવ

રાજસ્થાનના અલવરમાં લવજેહાદનો મામલો સામે આવ્યા બાદ તણાવનો માહોલ છે. અલવરના રામગઢ પોલીસ સ્ટેશન હેઠળના જુગરાવર નજીક શનિવારે લવ જેહાદને લઈને હિંદુ મહાસભા દ્વારા મહાપંચાયતની બેઠક યોજાઈ હતી. આ મામલામાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં થવાને કારણે મહાપંચાયતની બેઠક યોજાઈ…

આખા કાશ્મીરમાં દ્રાસમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું, શિયાળું વેકેશન જાહેર

કાશ્મીરમાં મોટાભાગના સ્થાનો પર શુક્રવારે રાત્રે શિયાળાની અત્યાર સુધીની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. કાશ્મીર ખીણ અને લદ્દાખમાં તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે. હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યુ છે કે આકાશ સાફ હોવાને કારણે પહલગામને બાદ કરતા આખા કાશ્મીરમાં લઘુત્તમ…

કેનેડાના અલાસ્કામાં 7ની તિવ્રતાનો ભૂકંપ : સર્જી તારાજી, સુનામીનું એલર્ટ

કેનેડાના અલાસ્કામાં 7ની તિવ્રતાના ભૂકંપે તારાજી સર્જી છે. ભૂકંપ બાદ અહીં સુનામીનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ અલાસ્કાના કેનાઈ ટાપુમાં નોંધવામાં આવ્યુ છે. યુએસ સુનામી વોર્નિગ સિસ્ટમના બુલેટિનમાં કહેવામાં આવ્યુ કે, ભૂકંપના કારણે અમેરિકા અને અમેરિકાના અન્ય…

700 કરોડના પ્રોજેક્ટનો ધુમાડો, 144 કરોડમાં ખરીદાયેલું જહાજ 26 દિવસમાં જ ખોટવાયું

વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ એવા ઘોઘા-દહેજ રોપેક્ષનું જહાજ મધ દરિયે બંધ પડતા રોપેક્ષ સર્વિસ ઠપ્પ થઈ ગઈ છે. અને આંખો ફાટી જાય તેવી કિંમતે ખરીદાયેલા જહાજ ખરીદીમાં ભ્રષ્ટાચારની ગંધ આવવા લાગી છે. તો સાથે જ સમગ્ર 700 કરોડના પ્રોજેક્ટનો હાલ તો…

આદિવાસીઓની પરંપરા ઘેરિયા નૃત્યને જીવંત રાખવા આયોજીત થાય છે ઘેરિયા સ્પર્ધા

આદિવાસીઓની પરંપરા છે ઘેરિયા નૃત્ય. દક્ષિણ ગુજરાતના આદિવાસી રાઠોડ સમાજ ઘેરિયાને જીવંત રાખવાના પ્રયાસ રૂપે પ્રતિવર્ષઘેરિયા સ્પર્ધા આયોજીત કરે છે. જેમાં ઘૈરિયા મંડળીઓએ પારંપારિકગીતો સાથે ઘેર રમી હતી. ગાયન અને વાદન સાથે આદિવાસી પરંપરાને ઉજાગર કરતી આ પરંપરા સદીઓ જૂની…

ફ્રાન્સના એક ઐતિહાસીક ડ્રામામાં 124 કરોડ રૂપિયાનો રોબોટ કરે છે અભિનય

ફ્રાન્સના ઐતિહાસીક ડ્રામા ગાર્ડિયન ઓફ ધ ટેમ્પલને લા મશીનિયા કંપનીએ સામાન્ય જનતાની વચ્ચે રજૂ કર્યો. ખાસ વાત એ છે કે આ કંપનીએ પોતાના ખર્ચે જ રોબોટનું નિર્માણ કર્યું. 50 ફૂટનો એક વિશાળ રોબોટ બનાવવામાં કંપનીને 15 મિલિયન યૂરો એટલે કે…

ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામોએ દિવાળી નિમિતે સુંદર સાજ-શણગાર સજ્યા

પ્રકાશના પર્વ દિવાળી નિમિતે ગુજરાતના સુપ્રસિદ્ધતીર્થધામોએ સુંદર સાજ-શણગાર સજ્યા. ગુજરાતના સોમનાથ, ડાકોર અને શામળાજી મંદિરમાંદિવડાઓ અને રોશની વડે અલૌકિક નજારો સર્જવામાં આવ્યો. વિશ્વપ્રસિદ્ધ સોમનાથમંદિરમાં દિવાળીના પર્વ નિમિતે વિશિષ્ટ શણગાર કરાયો. જે અંતર્ગત સોમનાથ મંદિરએલઇડી લાઇટથી ઝળહળી ઉઠ્યું. એલઇડી ઉપરાંત મંદિર…

નુત્તન વર્ષાભિનંદન, રાજ્યના મંદિરોમાં વિશેષ આરતી અને અન્નકૂટનું આયોજન

 આજે વિક્રમ સંવત મુજબ નવા વર્ષનોપ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથમંદિરમાં પણ વિશેષ આરતીનું આયોજન થયુ. નવવર્ષને લઈનેસોમનાથ દાદાને અનેરો શણગાર પણ કરવામાં આવ્યો. ધનતેરસથી પાંચ દિવસના તહેવારની શરૂઆત થઈ છે. મોટી સંખ્યામાં ગુજરાત સહિત દેશભરના લોકો વિવિધ…

કારતક સુદ એકમ એટલે નૂતન વર્ષ, ગુજરાતભરમાં નવા વર્ષની ઉજવણી

કારતક સુદ એકમ એટલે નૂતન વર્ષ. આજથી વિક્રમ સંવત 2075ની શરૂઆત થઈ છે. નવા વર્ષને ઇશ્વરની પ્રાર્થના સાથે આવકારવાથી આવનારું વર્ષ ફળદાયી બની રહે છે. ત્યારે બેસતા વર્ષના દિવસે મંગળ પ્રભાતે દિપાવલી પૂજા પ્રયોગમાં તેલ અને ઘીના દિવા કરાય છે….

દિવાળીના તહેવારોમાં બજારમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મંદીનો માહોલ

દિવાળીપર્વની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે બજારમાં ભીડ જામવા લાગી છે. લોકો ઈલેક્ટ્રોનીક, રેડીમેઈડ કપડાં,ફટાકડા અને મીઠાઈ જેવી ચીજવસ્તુની ખરીદી કરતાં જોવા મળી રહ્યા છે. જોકે, વેપારીઓના મત ગત વર્ષની સરખામણીએ આ વર્ષે થોડો સુસ્ત માહોલછે. આકર્ષક ઓફરો અને ડીસ્કાઉન્ડ…

માયાવતી : જેઓએ મોદીને વારાણસીમાં જિતાડ્યા તેના પર ગુજરાતમાં હુમલા થયા

સાબરકાંઠા જિલ્લાના ઢુંઢરમાં બાળકી સાથે દુષ્કર્મના પરપ્રાંતીય આરોપીને લઈને ઘેરા પ્રત્યાધાત પડ્યાં છે.  તેને કારણે ગુજરાતમાં પરપ્રાંતીયોમાં ખાસ કરીને યુપી-બિહારીઓ પર હુમલાત થયાં તેઓ પલાયન થઈ રહ્યાં છે. ત્યારે આ મમલે દેશભરમાં રાજનીતિ ગરમાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમસ્ટેટ ગુજરાતમાં…

ખાઈ, પીને જાડા થાઓ પણ આ દેશના 9,000 લોકોએ પાતળા થવા લીધો ચોંકાવનારો નિર્ણય

સ્પેનમાં અનેક લોકો મોટાપાનો શિકાર બની રહ્યાં છે. આધુનિક જીવનશૈલીને કારણે અનેક લોકોને મોટાપાથી પીડાઈ રહ્યા છે. ત્યારે હજારો લોકોએ માંસાહાર અને તળેલી ચીજવસ્તુઓ ખાવાનું બંધ કરીને વજન ઘટાડવાના પ્રયાસો શરૂ કર્યાં છે. ખાઈ-પીને જાડા થવાનું અને મોટાપાનો ભોગ બનવાનું…

જાણો આવાસના બ્લોક ધરાશયી થયા તેના વિશે વિગતે

અમદાવાદનો ઓઢવ વિસ્તાર આ વિસ્તારમાં ગુરૂદ્વારા નજીક જીવન જયોત સોસાયટી પાસે આવેલા છે સરકારી આવાસના મકાનો.વર્ષ 1999માં બનેલા આ આવાસો છેલ્લા કેટલાય સમયથી જર્જરીત હાલતમાં આવી ગયા હતા. આજ આવાસના બ્લોક નંબર 23 અને 24માં મોટી તિરાડો પડતા તંત્ર દ્વારા…

અરુણાચલ પ્રદેશની સિયાંગ નદી વિશે વિગતે જાણો એક જ ક્લિક પર

સિયાંગ નદી વર્ષોથી અરુણાચલ પ્રદેશની જીવનરેખા માનવમાં આવે છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ નદીનું પાણી કાળું પડી જવાથી સ્થાનિક લોકો પરેશાન થયા છે. સિયાંગ નદીના પાણીમાં માટી, કિચડ અને ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે. તેમજ અનેક જળચર જીવોના મોત…

વતનમાં મોદી આવતાં જ તંત્રએ કરી અપીલ : અગવડ પડશે, સહકાર આપજો

આજે તા. 23 ઓગસ્ટને ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના હોવાથી તેઓના વિવિધ કાર્યક્રમોમાં લોકોની ભીડ એકત્ર કરવા માટે એસ.ટી.નિગમની ૬૦૦થી પણ વધુ બસો ફાળવી દેવાઇ છે. 6 વિભાગમાંથી વિભાગદીઠ 100 બસો ફાળવાતા જે તે વિભાગમાં બસોની તંગી સર્જાતા…

વેનેઝુએલામાં સાતની તિવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ

વેનેઝુએલામાં દરિયા કિનારાના વિસ્તારમાં ભૂકંપ અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા સાતની માપવામાં આવી છે. જોકે વેનેઝુએલાના અધિકારીઓ અસાર ભૂકંપની તિવ્રતા 6.3 હતી. ભૂકંપને લઈને લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજધાની કરાકાસમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે અને…

કુતિયાણાના પસવારી અને સેગરસ ગામના લોકો ભાદર નદીને જીવના જોખમે કરે છે પસાર

આ વાત છે કુતિયાણા તાલુકાના પસવારી અને સેગરસ ગામની જ્યાં જીવના જોખમે લોકો ભાદર નદીને પસાર થાય છે. ખડખડ વહેતી ભાદર નદીના પાણીમાં દોરડું પકડીને આ રીતે તરાપાના સહારે સામે પાર જવા મજબૂર છે ગ્રામજનો. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના પસવારી…

આણંદના રામપુરા ગામે રસ્તા પર સાડા આઠ ફૂટ લાંબો મગર દેખાતા લોકોમાં ફફડાટ

આણંદના બાંકરોલના રામપુરા ગામે મોડી રાતે રસ્તા પર સાડા આઠ ફૂટ લાંબો મગર દેખાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો. મગર હોવાની જાણ થતા વલ્લભ વિદ્યાગરના નેચર હેલ્પ ફાઉન્ડેશનના કર્મચારીઓ દોડી આવ્યા હતા. તેમજ ત્રણ કલાકના રેસ્ક્યુ બાદ મગરને પકડી પાડવામાં આવ્યો…

20  ગામોના લોકોએ દરિયાના ખારા પાણી જમીનોમાં ઘુસતા અટકાવવા બંધારો બનાવ્યો

ભાવનગરના તળાજાના મેથળા ગામે આજુબાજુના 20 ગામોના લોકોની મહેનત રંગ લાવી. દરિયાના ખારા પાણી તેમની જમીનોમાં ઘુસતા અટકાવવા માટે સરકાર દ્વારા વર્ષો સુધી મેથળા બંધારો નહિ બનાવતા આખરે આજુબાજુના ગામના લોકોએ જાતે મેહનત કરી મોટાભાગના બંધારાનું કામ કરી નાખ્યુ છે…

માળીયા મિયાણામાં પાણી માટે કકળાટ, જળ માટે જામ્યો જંગ

ઉનાળાની શરૂઆત થતાની સાથે રાજ્યભરના ગામડાઓમાં પાણીનો કકળાટ શરૂ થાય છે. ઉનાળામાં પાણીની સમસ્યા એટલી વિકટ બને છે કે લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. માળીયા મિયાણના નવા હંજિયાસર ગામમાં પાણી માટે ગામના લોકોને રીતસરનો જંગ ખેલવો પડે છે….

છોટા ઉદ્દેપુરમાં પાણી માટે પોકાર, માણસોથી લઈ પશુઓ એક પાણીના ટીપાં માટે વલખા

પાણી માટે હવે પશુઓને પણ વલખા મારવા પડી રહ્યા છે. આ વાત છે છોટા ઉદ્દેપુરના 3 તાલુકાની જ્યાં થોડા પાણી માટે પશુઓ ભટકી રહ્યા છે. છોટા ઉદ્દેપુર જિલ્લાના 6 તાલુકા પૈકી 3 તાલુકા જંગલ અને ડુંગરાળ વિસ્તારોથી ઘેરાયેલા છે. જેના…

હિંમતનગરના એક ગામમાં ત્રણ દિવસથી બે વાંદરાનો આતંક, 8 લોકો ઘાયલ

હિંમતનગર તાલુકાનું એક ગામ એવું છે કે જે ગામમાં વાનરોનો આતંક છે. વાંદરાના ત્રાસના કારણે ગામ લોકો ગમે ત્યાં જાય સાથે લાકડી સાથેનો એક માણસ રાખવો પડે છે. આ ગામમાં વાંદરાઓએ ગામના લોકોને તો ઠીક પણ ગામના કેટલાય ઢોરને પણ…

ડીસાની 25 સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારના બૅનરો દર્શાવી વિરોધ કર્યો, જાણો કેમ

બનાસકાંઠાના ડીસા શહેરમાં આજે 25 સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે.25 સોસાયટીઓ માંથી પસાર થતો રસ્તો બંધ કરી દેવાતા રહીશો રોષે ભરાયા છે. જોકે રસ્તો ખુલ્લો કરાવવા માટે રહીશો રેલી સ્વરૂપે પાલિકા માં પહોંચી ધરણા…