Archive

Tag: patidar

રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણી સમિતિની ચર્ચા, આ પાટીદાર આગેવાનનું નામ આવ્યું સામે

ગાંધીનગરમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં રાજકોટ લોકસભા બેઠક પર ચર્ચા છે. તો બીજી તરફ રાજકોટમાં પાટીદાર આગેવાન પરેશ ગજેરાનું નામ રાજકોટ બેઠક માટે ચર્ચામાં આવ્યું છે. ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાની તસ્વીર સાથે શહેરમાં વિવિધ વિસ્તારમાં બેનરો લાગ્યા છે. યુવા…

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતા રાજ્યમાં પાટીદારો રસ્તા પર, પૂતળા દહન સાથે ઠેર ઠેર વિરોધ

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ રાજકારણમાં જોડાતા ગુજરાતમાં ઘણી જગ્યાએ હાર્દિક પટેલનું પૂતળા દહન કર્યું હોવાની ઘટના સામે આવી હતી. અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર સહિતના વિસ્તારમાં હાર્દિક પટેલના પૂતળા દહનના કાર્યક્રમની પત્રિકા વાઈરલ થતાં પોલીસ ખાતું હરકતમાં આવ્યું હતું. પાટીદાર અનામત…

જામનગરના પાટીદારોએ લગાવ્યા હાર્દિક પટેલ હાય… હાય…ના નારા

જામનગરમાં પાટીદારોએ હાર્દિક પટેલનો વિરોધ કર્યો. હાર્દિક પટેલે પંજાનો સાથ લેતાં પાટીદારોના ગુસ્સે ભરાતા તેમના વિરોધનો સામનો કરવો પડ્યો છે. પાટીદારોએ હાર્દિક પટેલ વિરુદ્ઘમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસમાં પ્રવેશ કરીને સમાજ સાથે હાર્દિકે દ્રોહ કર્યાનો પાટીદારોએ આક્ષેપ કર્યો હતો. હાર્દિકે…

માદરે વતન ગુજરાતમાં મોદીનો હુંકારઃ 2019 પછી પણ હું જ છું ચિંતા ન કરતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. એસજી હાઈવે પર જાસપુર ગામ ખાતે 100 વિઘા જમીન પર વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થવાનું છે. ત્યારે લાખો પાટીદારોની હાજરીમાં પીએમ મોદીએ ભૂમિપૂજન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ સૂચક…

લેઉવા પાટીદાર સમાજના આ કાર્યક્રમમાં પરેશ ધાનાણી અને PM મોદી એકસાથે દેખાશે

આગામી ચાર માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અડાલાજ પાસે અન્નપૂર્ણાધામ મંદિરનું ઉદ્ગાટન કરવાના છે. અન્નપૂર્ણ ધામ મંદિર માત્ર આદ્યાત્મિક નહી પરંતુ વિદ્યાર્થીઓમાં નવા ઉદ્મનું જોમ પુરવાનું કામ કરશે. કારણ કે અહીં છાત્રાલય, લાયબ્રેરી,આર્ટ ગેલેરી હશે. આઈએએસ અને તલાટી સહિતની પરીક્ષાના ક્લાસીસ…

પાટીદાર નેતાએ કહ્યું કે કેસ પાછા ખેંચવામાં આવે નહીંતર રૂપાણીજીના ઘરે રામધૂન થશે

પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ ગ્રૂપે પોતાની માગોને લઈ રાજ્ય સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. પાસના કન્વીનર દિલીપ સાબવાએ પત્રકાર પરિષદ કરીને રાજ્ય સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. પાસના અગ્રણીઓએ શહીદ પરિવારને વળતર અને નોકરી આપવાની…

આશા બેન ભાજપમાં જોડાતા પાટીદારોએ સોશિયલ મીડિયા પર બાંયો ચડાવી

ઉંઝાના પૂર્વ ધારાસભ્ય આશા પટેલ ભાજપમાં જોડાતા સોશિયલ મિડીયામાં વિરોધ શરૂ થયો છે. પાટીદાર આગેવાનોએ સોશિયલ મીડિયામાં આશા બહેન પટેલ વિરુદ્ધ પ્રચાર શરૂ કર્યો છે. તો સાથે જ ઉંઝામાં જન આક્રોશ સભાનું પણ આયોજન કરાયુ છે. પાસ અને એસપીજીના કાર્યકર…

પાટીદારોને રિઝવવા મોદી 4 માર્ચે આવશે ગુજરાત, 10 લાખ પાટીદારો હશે હાજર

અમદાવાદમાં નિર્માણ પામનાર વિશ્વના સૌથી મોટા ઉમિયા માતા મંદિરનું 4 માર્ચે બપોરે 3 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાસપુરમાં ભૂમિપૂજન કરવામાં આવશે. આ પ્રસંગે 15 દેશના પ્રતિનિધિઓ અને 10 લાખ લોકો ઉપસ્થિત રહેશે. તેમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જણાવ્યું હતું. ભૂમિપૂજનના…

સુરતમાં JCP હરિકૃષ્ણ પટેલને સસ્પેન્ડ કરી દેવા જોઈએ, જાણો કોને કરી દીધી આવી માગણી

સુરત પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાસના કન્વીરનરોએ પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવ્યું છે. પાસના કન્વીનરોએ જોઈન્ટ પોલીસ કમિશનર હરેકૃષ્ણ પટેલને સસ્પેન્ડ કરી ક્યાય પોસ્ટિંગ ન આપવાની માગ કરી છે. હરિકૃષ્ણ પટેલે એક જાહેર સભામાં લોકોને…

સુરતઃ JCP હરિકૃષ્ણ પટેલનો વીડિયો વાઈરલ, બોલ્યા કે આ લોકો માટે પોલીસ સ્ટેશન આવવું નહીં

સુરતના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ હરિકૃષ્ણ પટેલના નિવેદનથી વિવાદ થાય તેવો વીડિયો વાયરલ થયો છે. લોકોને સંબોધતા કહ્યું કે પાટીદાર અનામત આંદોલનના નેતાઓ માટે પોલીસ સ્ટેશન આવવું નહીં. જે માણસોએ ગુન્હો કર્યો હોય અને પોલીસ સ્ટેશનમાં લવાયા હોય તો તેવાની…

રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું પ્રસ્થાન, નરેશ પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓ જોડાયા

રાજકોટમાં આવેલા ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખના ખોડલધામની વિદ્યાર્થી સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું પ્રસ્થાન થયું છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. નરેશ પટેલ સહિતના પાટીદાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા છે. આ…

સુરતમાં PAASના આગેવાનો દારૂના 30 ડ્રમ સાથે નદી કિનારે પહોંચ્યા

સુરતના પાસ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા પાટીદાર વિસ્તારમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડવામાં આવ્યાં હતા. જેમાં કાપોદ્રા વિસ્તારમાંથી દેશી દારૂ મળી આવ્યો હતો. તાપી નદીના કિનારે દારૂ ગાળવામાં આવતો હતો. પાસ કાર્યકર્તાઓએ 30 ડ્રમ દારૂનો નાશ કર્યો હતો. પાસની…

10 ટકા અનામત મુદ્દે પાટીદાર નેતાઓમાં કેટલાનું સમર્થન કેટલાનો વિરોધ

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય કેબિનેટે સવર્ણોને આર્થિક આધારે અનામતની જાહેરાત કરી છે.ત્યારે સરકારના આ નિર્ણયને વિપક્ષ કોંગ્રસે માત્ર મજાક ગણાવ્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે, આ પ્રકારના અનામત પર ઘણી અડચણો છે. લોકસભા ચૂંટણી પહેલા આ પ્રકારની અનામત આપવાનો ઉદેશ્ય…

લાલજી પટેલે આંદોલન સક્રિય કરવાના આપી દીધા આદેશ, લોકસભા છે નિશાને

એસપીજીના લાલજી પટેલે પાટીદારોને અનામત આંદોલન તેજ કરવા આહવાન કર્યુ છે. લાલજી પટેલે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં આંદોલન સક્રિય થવા અપીલ કરી છે. લાલજી પટેલે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી પહેલા પાંચ માગણી સાથે આંદોલન ઉગ્ર કરવામાં આવશે. ધાર્મિક…

અનામતનું ભૂત રૂપાણી નહીં હવે મોદીની કરશે ઊંધ હરામ, 4 રાજ્યોમાં શરૂ થશે આંદોલન

લોકસભાની ચૂંટણીના આડે હવે 100 દિવસ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે એક સાથે ચાર જ્ઞાતિઓ ભેગી થઈ સરકારની ઉંઘ હરામ કરી શકે છે. ઉપરથી આ ચારે જ્ઞાતિઓની એક જ માગ છે અનામત. હજુ સુધી મરાઠાઓ સિવાય કોઈ…

પાસના સહ કન્વીનર અલ્પેશ કથીરિયાનો જેલવાસ પૂરો, 307માં પણ મળ્યા જામીન

પાસના સહ કન્વીનર અલ્પેશ કથીરિયાનો જેલવાસ પૂરો થશે. અલ્પેશ કથીરીયાના અમરોલીમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના કેસમાં જામીન મંજૂર થયા છે. સુરતની સેશન્સ કોર્ટ દ્વારા તેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. અગાઉ રાજદ્રોહના બે કેસમાં પણ અલ્પેશને જામીન મળી ચૂક્યા છે અને…

અમિત ચાવડાનું ફરી નિવેદન, 16 નહીં પણ… ટકા અનામત પાટીદારને આપો

પાટીદાર અનામત મુદ્દે રાજનીતિ ગરમાઈ છે ત્યારે કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે કોંગ્રેસ હાલની અનામત વ્યવસ્થાને નુકસાન કર્યા વગર 20 ટકા અનામત આપવા કોંગ્રેસ તૈયાર છે. સરકારે 49 ટકા અનામતમાં ફેરફાર…

જસદણમાં પાટીદાર સમાજને અન્યાય કરતાં પહેલાં વિચારજો, કોંગ્રેસમાં ભડકો

20મી ડિસેમ્બરે યોજાનારી જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારની પસંદગીના મુદ્દે જસદણ કોંગ્રેસમાં ભડકો થયો છે. અહીંના પાટીદારો ઇચ્છતા હતા કે જસદણ બેઠક પરથી કોઈ પાટીદારને લડાવવામાં આવે પરંતુ કોંગ્રેસે આ બેઠક પરથી પાટીદારને બદલે કોળી આગેવાનને મેદાનમાં ઉતારવાનું નક્કી કરતા પાટીદાર…

અલ્પેશની મુક્તિ માટે મળેલી PAASની બેઠકમાં હોબાળો થતાં હાર્દિક પટેલ રવાના થયો

અમદાવાદમાં આયિજિત પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠકમાં ભારે હોબાળો થયો. અને હોબાળો વધતા હાર્દિક પટેલ બેઠકમાંથી રવાના થઈ ગયો હતો. રાજદ્રોહ કેસમાં જેલમાં બંધ સુરત પાસના નેતા અલ્પેશ કથિરીયાની જેલમુક્તિ થાય તે માટે પાસના આગેવાનોની હોટલમાં બેઠક યોજાઈ હતી.જોકે, બેઠક…

ગુજરાતમાં પાટીદાર સમાજ બાદ હવે આ સમાજ માગી રહ્યું છે અનામત

ગુજરાતમાં પાટીદાર સમાજે માગેલી અનામતની આગ હજુ ઠરી નથી ત્યાં વધુ એક સમાજે અનામતની માગ કરી છે. પાટીદાર અનામતના કારણે ગુજરાત દેશના નકશા પર આવી ગયું હતું અને હાર્દિક પટેલ જેવા યુવા નેતાનો ઉદય થયો હતો ત્યારે પાટીદાર અનામત આંદોલન…

હાર્દિક પટેલ અને લાલજી પટેલ પાલનપુરથી ઉંઝાની પાટીદારયાત્રાનો કરાવ્યો પ્રારંભ

બનાસકાંઠાના પાલનપુરથી ઊંઝાના ઉમિયાધામ જવા નીકળેલી પાટીદાર સદ્દભાવના યાત્રાનું પાસ નેતા હાર્દિક પટેલ અને એસપીજીના નેતા લાલજી પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રામાં બહોળી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. પાટીદારોને અનામત. ખેડૂતોને દેવામાફી તેમજ અલ્પેશ કથીરિયાને જેલમુક્ત કરવાની માંગ સાથે યોજાયેલી…

10000 પાટીદારો, 100 ટ્રેક્ટર, 100 કાર, 200 બાઈક: જુઓ, આ છે કાર્યક્રમ

પાટીદાર સમાજની અનામતની માંગ પ્રબળ બનતી જાય છે. ત્યારે બનાસકાંઠાના પાટીદારો આવતીકાલે પાલનપુરથી ઉંઝા પાટીદાર યાત્રા યોજશે. અને મા ઉમાના ચરણોમા શીશ નમાવી 10 હજાર પાટીદારોના સમૂહને લઈને પાલનપુરથી ઉંઝા સુધી યાત્રા નીકળશે. અનામત માંગ, અલ્પેશ કથીરિયાને જેલ મુક્ત અને…

નરેન્દ્ર મોદી સામેના કાર્યક્રમ માટે આ પાટીદારે 300 બસ ફાળવવાની માંગણી કરી

નર્મદા ડેમ પાસે સાધુ બેટમાં 31 ઓક્ટોબરે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાનાં છે ત્યારે નર્મદા ડેમ ખાતે પાટીદાર સમાજના એક જૂથે પીએમ મોદીના લોકાર્પણ કાર્યક્રમને સમાંતર ધર્મ પ્રેરણા રથનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. પાટીદાર અગ્રણી દિલીપ સાબવાએ આ…

અનામતની માગ સાથે નિકળેલી પાટીદોરની પદયાત્રાનું વિજાપુરમાં સમાપન

અનામતની માંગ સાથે સરદારપુર ગામથી નિકળેલી પાટીદારોની પદયાત્રાનું વિજાપુરમાં સમાપન થયુ છે. એસપીજી પ્રમુખ  લાલજી પટેલ સહિત એસપીજીના વિવિધ આગેવાનો તેમજ સેંકડો પાટીદારો આ પદયાત્રામાં જોડાયા હતા. આ યાત્રામાં પાસના મહિલા આગેવાન ગીતા પટેલ, પાસ કન્વીનરો દિલીપ છાબવા, જયેશ પટેલ…

પાટીદાર અનામત આંદોલન સમિતિ બાદ હવે એસપીજીનો પણ સરકાર સામે મોરચો

પાટીદાર અનામત આંદોલન સમિતિ બાદ હવે એસપીજીએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. આજે સરદારપુર ગામથી વીજપુર સુધીની પાટીદાર યાત્રા યોજાઈ છે. જેમાં સેંકડો લોકો જોડાયા છે. એસપીજી પ્રમુખ લાલજી પટેલે વિવિધ મુદ્દાને લઈને સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતુ….

અમરેલીઃ બગસરામાં પાટીદારોની 13 કિલોમીટરની પદયાત્રા, મોટી સંખ્યામાં અગ્રણીઓ જોડાયા

અમરેલીના બગસરામાં પાટીદાર સમાજની પદયાત્રા યોજાઈ. જે બગસરાથી સુડાવડ સુધીના 13 કિલોમીટર સુધી નીકળી હતી. આ યાત્રાનું સુડાવડના ખોડિયાર માતા મંદિરે સમાપન થશે. જ્યાં પાટીદારોએ લાપસીના આંધણ મુક્યા છે. પાટીદારોની આ યાત્રામાં વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને ધારી-બગસરાનાં ધારાસભ્ય જે.વી…

“ગુજરાતમાં અશાંતિ ન ફેલાય તેનું ધ્યાન રાખજો”

સરદાર પટેલ ગ્રુપના પ્રમુખ લાલજી પટેલે સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું જે પૂરુ થયું છે. ત્યારે રાજકોટમાં ઉમિયાધામ સિદસરના ઉપપ્રમુખ જેરામ પટેલે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે એસપીજી અત્યારે કોઈ કાર્યક્રમ ન આપે. અને જે કોઈ મુદ્દા હોય તે…

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે 101 પાટીદારો જે કરવાના છે તે સાંભળીને અચરજ પામશો

આગામી 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાના છે. તો બીજીતફ પાસ દ્વારા સરકારને સમાંતર કાર્યક્રમ અપાયો છે. તે દિવસે 101 પાટીદારો મુંડન કરાવવાના છે. આજે પાસ આગેવાને દિલીપ સાબવાએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેઓએ નરેન્દ્ર…

હાર્દિક માટે પાટીદાર સમાજની સંસ્થાઓની ગુપ્ત બેઠક યોજાઈ, જાણો પછી શું થયું?

ખેડૂતો અને પાટીદાર અનામતની માગણી સાથે ઉપવાસ પર છેલ્લા 18 દિવસથી બેસેલા હાર્દિકને મનાવવાની કામગીરી હવે તેજ થઈ છે. ત્યારે હાર્દિક પટેલે છેલ્લા 18 દિવસથી એક પણ દાણો અન્નો ખાધો નથી. જેને લઈને હવે પાટીદાર સમાજના અગ્રણીઓ તેને સમજાવવા પહોંચી…

શરદ યાદવના હાથે હાર્દિકે પાણી પીતા થયો ડખો: મનોજ પનારાએ બેઠકમાં માગી માફી

હાર્દિક પટેલના ઉપવાસ અને તેની માગ સાથે સરકાર સાથે ચર્ચા વિચારણા અને અન્ય મુદ્દાઓ પર પાસ કન્વિનર અને પાટીદાર અગ્રણીઓ વચ્ચે આંતરીક બેઠક યોજાઈ હતી. આ બેઠક સોલા ઉમિયા કેમ્પસ ખાતે યોજાઈ હતી. જેમાં પાટીદાર સમૂદાયની 6 ધાર્મિક સંસ્થાના અગ્રણી…