Archive

Tag: High court

આટલી શૈક્ષણિક લાયકાત હોય તો જ વ્યક્તિને આપો ચૂંટણી લડવાનો અધિકાર : સુપ્રીમમાં પીઆઇએલ

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, આ સ્થિતિ વચ્ચે દરેક રાજકીય પક્ષો શિક્ષીત ઉમેદવારોને જ પસંદ કરે તે પ્રકારની માગણી ઉઠી રહી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ એક અરજીમાં માગણી કરવામા આવી છે કે ચૂંટણીઓમાં રાજકીય પક્ષો એવા ઉમેદવારોને ટિકિટ આપે…

હાર્દિક પટેલ ચૂંટણી જીતે એ પહેલા એવું તો નક્કી કરો કે લડશે કે નહીં?

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના લોકસભા ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટની સજાનો હુકમ મોકૂફ કરવા હાઇકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી ટળી છે. જસ્ટિસ આર. પી. ધોલારિયાએ અરજી નોટ બીફોમ મી કરતા સુનાવણી ટળી છે. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એકટ પ્રમાણે જેલની સજા…

કોર્ટમાં રાધવજી પટેલની જુબાની, મોટાભાગના સવાલોનો એક જ જવાબ ખબર નહીં

રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને પડકારતી અરજી મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. જામનગર ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલની જુબાની લેવાઈ. જોકે મોટાભાગના જવાબમાં રાઘવજીભાઈએ ખબર નહીં હોવાનો દાવો કર્યો હતો. અહેમદ પટેલના વકીલે તેમને સવાલ કર્યો કે શંકરસિંહ વાઘેલાની…

કોર્ટે કહ્યું, ‘સરકારી આવાસ, કાર અને કર્મચારીઓ પાછળ કરાતો ખર્ચ અયોગ્ય’

ઉત્તર પ્રદેશ બાદ બિહારમાં પણ પૂર્વ મુખ્ય પ્રધાનને આજીવન સરકારી આવાસની સુવિધાન ન આપવાના દિશા નિર્દેશ પટના હાઈકોર્ટે આપ્યા. કોર્ટે કહ્યું કે, પૂર્વ મુખ્ય પ્રધાનને સરકારી આવાસ, કાર અને કર્મચારીઓને પાછળ કરવામાં આવતો ખર્ચ અયોગ્ય છે. કોર્ટના આદેશ બાદ બિહારના…

આજે રોબર્ટ વાડ્રા અને તેમની માતા જયપુરમાં ઇડીની ઓફિસમાં થશે હાજર

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રા અને તેમની માતા આજે જયપુરમાં ઇડીની ઓફિસમાં હાજર થશે. રાજસ્થાનની સરહદે આવેલા બિકાનેરમાં કથિત જમીન કૌભાંડના કેસમાં વાડ્રા અને તેમની માતાને જયપુરની ઇડી ઓફિસમાં આવતીકાલે હાજર થવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.  જયપુરમાં ભવાની…

રાજ્યમાં બેકાબૂ સ્વાઈન ફ્લૂને લઈ હાઈકોર્ટે સરકારનો કાન આમળ્યો, આ દિવસે માગ્યો જવાબ

રાજ્યમાં બેકાબૂ બનેલા સ્વાઈન ફલૂને નાથવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. હાઈકોર્ટે આ મામલે સરકારનો કાન આમળ્યો છે. હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો કે સ્વાઈન ફ્લૂને અટકાવવા શું પગલા લેવાયા અને જે સેન્ટર ખોલવામાં આવ્યા છે એ કામ કરે છે કે…

અહેમદ પટેલની જીત વિરુદ્ધના કેસના કાગળીયા ગુમ, આ મહત્વના હતા દસ્તાવેજ

ગત વર્ષે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલની જીત મામલે હાઇકોર્ટમાં થયેલી પિટિશનની સુનાવણીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહેમદ પટેલ સામે થયેલી ઇલેક્શન પિટિશનમાં હાઇકોર્ટના રેકોર્ડના પેપર ગુમ થયા છે. સુનાવણી દરમિયાન અહેમદ પટેલને અપાયા તે ઓરીજીનલ દસ્તાવેજ…

INX કેસમાં CBIનો પી.ચિદમ્બરમની કસ્ટડી અંગેનો નિર્ણય કોર્ટે રાખ્યો સુરક્ષિત

INX કેસમાં CBIએ પૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બરમની આગોતરા જામીનનો વિરોધ કર્યો હતો. CBIએ શુક્રવારે  દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી ચિદમ્બરમની ધરપકડ કરવાની માગ કરી હતી કે જેથી કસ્ટડીમાં તેમની પૂછપરછ કરી શકાય. પરંતુ ચિદમ્બરમના વકીલ કપિલ સિબલ અને અભિષેક મનુ સંઘવીએ…

કિંજલ દવેના ચાર બંગડીવાળા ગીતના વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી, કોર્ટે ઉધડો લીધો

કિંજલ દવેના ચાર બંગડીવાળા ગીતના વિવાદ મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી થઈ. જસ્ટીસ હર્ષા દેવણી અને એ.પી.ઠાકરની કોર્ટમાં સુનાવણી કરતાં કોર્ટે બંને પક્ષનો ઉધડો લીધો. કિંજલ દવેના પક્ષકાર તરફથી જવાબ રજૂ ન કરવામાં આવતાં કોર્ટે ઉધડો લીધો. નીચલી કોર્ટે…

દારુબંધીના કડક કાયદા વચ્ચે 23.50 લાખના દારુનો જથ્થો પકડાયો

ગુજરાતમાં દારુબંધીના કાયદાના કડક અમલના દાવા કરવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર નાકાબંધી છતા આજે અમદાવાદ જિલ્લા પોલીસે અસલાલી વિસ્તારમાંથી હરિયાણાથી આવેલા રૃા. ૨૩.૫૦ લાખના દારુનો જથ્થો પકડી પાડયો હતો. અમદાવાદ રેન્જ આર.આર.સેલની ટીમે આજે ચોક્કસ બાતમી આધારે હરિયાણા પાસિંગની…

સરકારની મંજુરી વગર દેશ વિરોધી નારેબાજી કરતા હતા, હાઈકોર્ટે પોલીસને ભીંસમાં લીધી

જેએનયુમાં દેશ વિરોધી નારેબાજી મામલે કોર્ટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યુ કે, કયા આધારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટ માટે પહેલા સરકારની મંજૂરી લઈને આવો. કોર્ટે જેના માટે દિલ્હી પોલીસને 10 દિવસનો સમય આપ્યો છે. કોર્ટે…

10% અનામત વિરૂદ્ધ HC પહોંચ્યુ DMK, કહ્યું- આ બંધારણની વિરુદ્ધ છે

સવર્ણોને આર્થિક દ્રષ્ટીએ 10 ટકા અનામત આપવાના કેન્દ્રના નિર્ણયને મદ્રાસ હાઈકોર્ટમાં પડકાર મળી છે. ડીએમકેએ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરતા કેન્દ્ર સરકારના નિર્ણયને બંધારણની વિરુદ્ધનો ગણાવ્યો છે. 22 પેજની અરજીમાં ડીએમકેએ 10 પોઈન્ટમાં પોતાની વાતને સ્પષ્ટ કરી છે. સવર્ણોને આર્થિક રીતે…

અહેમદ પટેલની જીત રદ કરવાની અરજી અંગે હાઈકોર્ટમાં ચાલશે ટ્રાયલ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની રાજ્યસભાના સાંસદ તરીકે મળેલી જીતને પડકારતી અરજી હાઈકોર્ટમાં થઈ હતી. બળવંતસિંહ રાજપૂતે કરેલી અરજી મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. અહેમદ પટેલની જીત રદ કરવાની અરજી અંગે હાઈકોર્ટમાં ટ્રાયલ ચાલશે. જસ્ટીસ બેલા ત્રિવેદીએ અરજદારની અરજીમાં 6…

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ભારતીય મનોરંજન શો વિશે…. આવું કહ્યું ?

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાકિબ નિસારે આજે કહ્યું હતું કે ભારતીય શ્રેણીઓ કે અન્ય મટિરિયલને પાક.ની ટીવી ચેનલો પર દર્શાવી શકાય નહીં કારણ કે તેનાથી પાકિસ્તાનની સંસ્કૃત્તિ બગડે છે અને સમાજને નુકસાન થાય છે. પાકિસ્તાનમાં ટીવી ચેનલો પર ભારતીય…

વિસ્મય શાહ કેસમાં હાઈકોર્ટના 3 જજે નોટ બી ફોર મી કર્યા બાદ 4 જસ્ટિસે આપ્યો આવો ચુકાદો

દારૂના કેસમાં પોલીસ પકડમાં આવેલા વિસ્મય શાહના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. હાઈકોર્ટે વિસ્મય સહિત અન્ય 6 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. અમદાવાદ નહીં છોડવાની શરતે આ જામીન મળ્યા છે. BMW કાંડને કારણે કુખ્યાત બનેલો વિસ્મય શાહ આ વખતે દારૂની…

જો તમારો કેસ કોર્ટમાં ચાલતો હોય તો આવશે ઝડપી ચૂકાદો : સુપ્રીમ કોર્ટે કરશે મહત્વની કવાયત

દેશભરમાં ન્યાયિક પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે સુપ્રીમ કોર્ટે મહત્વની કવાયત શરૂ કરી છે. સુપ્રીમ કોર્ટે ડિસ્ટ્રિક્ટ કોર્ટ મોનિટરિંગ સિસ્ટમ નામથી એક સોફ્ટવેર તૈયાર કર્યું છે. આ સોફ્ટવેર દ્વારા સુપ્રીમ કોર્ટ સીધેસીધી દેશભરના ન્યાયિક અધિકારીઓના દરરોજના કામકાજનો હિસાબ-કિતાબ રાખશે. આની શરૂઆત…

આગામી વર્ષે આંધ્રપ્રદેશને મળશે પોતાની અલગ હાઈકોર્ટ

આંધ્રપ્રદેશને આગામી વર્ષે પોતાની અલગ હાઈકોર્ટ મળશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આના સંદર્ભે બુધવારે આદેશ જાહેર કર્યો છે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટ પહેલી જાન્યુઆરી-2019થી અમરાવતીથી પોતાનું કામકાજ શરૂ કશે. અમરાવતી આંધ્રપ્રદેશની નવી રાજધાની છે. બીજી જૂન-2014ના રોજ આંધ્રપ્રદેશનું વિભાજન કરીને તેલંગાણાની રચના વખતે…

ગુજરાત ભાજપના 2 પૂર્વ મંત્રીઓની મુશ્કેલીઓમાં વધારો, હાઇકોર્ટે 400 કરોડના કૌભાંડમાં ન આપી રાહત

રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણી અને પરસોત્તમ સોલંકીની મુશ્કેલીમાં વધારો થયો છે. કેમ કે, હાઈકોર્ટે રૂપિયા 400 કરોડ રૂપિયાના ફિશરિંગ કૌભાંડ મામલે બન્ને પૂર્વ પ્રધાન સામે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે દિલીપ સંઘાણી અને પરસોત્તમ સોલંકીને બે સપ્તાહમાં નીચલી…

આ વાંચીને નક્કી કરી લો ગુજરાત સરકારે આપેલા રોજગારનાં વાયદા કેટલા પોકળ છે

ગુજરાતમાં યુવાનોને રોજગારીના મસમોટા વાયદા કરવામાં આવે છે. પરંતુ આ વાસ્તવિકતાની પોલ ખોલતા દ્રશ્યો આજે સામે આવ્યા છે. હાઈકોર્ટની 55 જગ્યાઓ માટે અધધ કહી શકાય એવા એક લાખથી વધુ ઉમેદવારો આજે પરીક્ષા આપી રહ્યા છે. જે સરકારના રોજગારીના વાયદા કેટલા…

ગાંધીનગરના મેયર હવે સોમવારે જાહેર થશે, કોંગ્રેસે ખખડાવ્યા છે હાઈકોર્ટના દ્વાર

ગાંધીનગરના નવા મેયરના નામ માટે હજુ સોમવાર સુધી રાહ જોવી પડશે. આજે હાઈકોર્ટમાં જાહેર થાય તેવી શક્યતા હતી. જોકે કોંગ્રેસે ફરી એક વખત ચૂંટણી પ્રક્રિયા કરવાની માંગ દોહરાવી છે. ત્યારે આજે મેયરના નામની જાહેરાત અંગે સુનાવણી ટળી છે. હાઈકોર્ટ પાસે…

બ્રિટનની અદાલતે તિહાડ જેલને ગણાવી સુરક્ષિત, વિજય માલ્યાનું પ્રત્યાર્પણ બનશે સરળ

બ્રિટનની એક અદાલતનો નિર્ણય નવ હજાર કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવીને ફરાર થયેલા વિજય માલ્યાના ભારતને પ્રત્યાર્પણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. બ્રિટિશ અદાલતે તિહાડ જેલને સુરક્ષિત પરિસર ગણાવતા કહ્યુ છે કે આ જેલમાં ભારતીય ભાગેડુઓનું પ્રત્યાર્પણ કરી શકાય છે….

નેટફ્લિકસ અને એમઝોન પ્રાઇમ પર જાતીય અને અશ્લીલ વિષય બતાવવા બદલ કોર્ટમાં થઈ PIL

નેટફ્લિકસ અને એમઝોન પ્રાઇમ વીડિયો જેવા ઓનલાઈન મીડિયા પેલ્ટફોર્મના સંચાલનના નિયમન માટે દિશા નિર્દેશ નક્કિ કરવાની માગ કરવા માટે દાખલ કરવામાં આવેલી એક જનહિતની અરજી પર દિલ્હી હાઈકોર્ટે બુધવારે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ રાજેન્દ્ર મેનન અને…

હાઈકોર્ટનો આ ચુકાદો સાંભળી ડૉક્ટર્સ હવે ખરાબ અક્ષરોમાં પ્રિસ્ક્રિપ્શન નહીં આપે

ડૉક્ટરોના ખરાબ અક્ષરોથી પરેશાન અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપીઠે બહરાઈચના એક ઇમરજન્સી મેડિકલ ઓફિસરને 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાસરિયામાં થયેલી હત્યાના મામલે થયેલા પોસ્ટમોર્ટમનો રિપોર્ટ તૈયાર આ ડૉક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ડૉક્ટરના ખરાબ અક્ષરથી કોર્ટ ભડકી હતી. કોર્ટે…

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ અનંત એસ દવેની પસંદગી

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ અનંત એસ દવેની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અનંત દવેના નામ પર મહોર મારરી છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની સુપ્રીમ કોર્ટના જજ તરીકે બદલી થતા નવા ચીફ…

આ મહિલા પોતાના પતિનાં મૃત્યુ પર રડી નહીં તો કોર્ટે ઠપકારી દીધી ઉમ્રકેદની સજા

અસમમાં એક ખૂન કેસમાં સ્થાનિક કોર્ટે એક પત્નીને પોતાના પતિની હત્યાની ગૂનેગાર ઠરાવી. આ કેસમાં મહિલાને સજા પણ સંભળાવવામાં આવી. છેલ્લા પાંચ વર્ષથી તે જેલમાં બંધ છે. આશ્ચર્યજનક વાત એ છે કે કોર્ટમાં મહિલાને પતિની હત્યાની દોષી ફક્ત એટલા માટે…

અલ્પેશ કથીરિયાની જામીન મામલે ધારદાર દલીલો વચ્ચે જાણો આજે કોર્ટમાં શું થયું?

દેશદ્રોહના આરોપમાં જેલમાં બંધ અલ્પેશ કથિરિયાની જામીન અરજી મામલે હાઈકોર્ટે આગામી 19મી નવેમ્બર સુધી ચુકાદો મુલતવી રાખ્યો છે. કોર્ટમાં અલ્પેશ કથીરિયાની જામીન માટે બન્ને પક્ષાના વકીલોની દલિલો પુર્ણ થઈ છે. એક અંદાજે કોર્ટમાં દોઢ કલાક સુધી બન્ને પક્ષો વચ્ચે ધારદાર…

ગંગાપૂત્રનાં શરીરને ન્યાય: 8 કલાકમાં સ્વ. સ્વામીનાં શવને માતૃ સદનને સોંપવા કોર્ટનો આદેશ

સાનંદને લોકો ગંગાપૂત્રનાં નામે ઓળખતા રહેશે. તેના મૃત્યુને લઈને ખૂબ વાદ વિવાદ ઊભા થયા હતા. આખરે તેના શવને લઈને ચર્ચામાં રહેતા કાંડને યોગ્ય ન્યાય મળ્યો છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે સ્વામી સાનંદના શરીરને આઠ કલાકમાં માતૃ સદનને સોપવાનો નિર્દેશ કર્યો છે. અદાલતે…

ગીરમાં સિંહોના મોત મામલે હાઈકોર્ટે જાહેર કરી ગાઈડલાઇન, કેન્દ્રને પણ ઝાટકી નાખી

ગીરમાં સિંહોના અકાળ મૃત્યુ મામલે ગુજરાત હાઈકોર્ટે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં જણાવાયું છે કે વાઇરસ ફેલાય નહીં તે મામલે રાજ્ય સરકાર નિષ્ણાતોનાં મત મુજબ જરૂરી યોગ્ય પગલાં લે કૂવાઓ મામલે સબસીડી અપાય તેનું પ્રાવધાન કરવામાં આવે. દર પંદર દિવસે…

કેન્દ્રીય પ્રધાને ન્યાયતંત્રને ચેતવણી આપી, કાયદો અમે બનાવીએ છીએ અને….

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્ય પ્રધાન અશ્વિની કુમાર ચૌબેએ શનિવારે (13 ઓક્ટોબર, 2018) ન્યાયતંત્રને ચેતવણી આપી છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે ન્યાયતંત્રએ વ્યવસ્થાપન સાથે સંઘર્ષની આગ ભડકાવવી જોઈએ નહીં. બક્સરની સ્થાનિક કોર્ટ દ્વારા પોતાના વિરુદ્ધ ગુનાકીય મામલો નોંધાવવાના…

મમતા બેનરજીના સૌથી મોટા નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો હાઇકોર્ટે પણ કર્યો ઇનકાર, જાણો શું છે આ

કોલકત્તા હાઈકોર્ટે મમતા બેનર્જીની પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા રાજ્યમાં દુર્ગા પૂજા કમિટીઓને અનુદાન આપવાના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો છે. અરજીનો સ્વીકાર કરવાનો ઈન્કાર કરતા કોલકત્તા હાઈકોર્ટે કહ્યું છે કે આ મુદ્દો આગામી બજેટ બાદ ઉઠાવી શકાય છે. રાજ્ય સરકારે…