Archive

Tag: cm rupani

લાલજી પટેલનું રૂપાણી સરકારને અલ્ટિમેટમ, લોકસભામાં ભાજપને હરાવવાની આપી ચીમકી

પાટીદાર આગેવાન એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે ફરી એક વખત મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. જેમાં લોકસભા ચૂંટણી પહેલાં મૃતક પાટીદાર યુવાનોના પરિવારને નોકરી અને 50થી વધુ ફરિયાદ પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે. લાલજી પટેલે જો પાટીદારોની માંગ નહી સંતોષાય તો…

એક પછી એક…અમદાવાદના કાર્યક્રમનો કેમ થઈ રહ્યો છે ફિયાસ્કો, આ જુઓ

અમદાવાદમાં યોજાયેલા શોપીંગ ફેસ્ટીવલના ફિયાસ્કો થયાનું તો તમે જાણોજ છો.પણ આજે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા કલોંઝીંગ સેરેમની કાર્યક્રમનો પણ ફિયાસ્કો થયો હતો. અને લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી….

આંદોલન વખતે PAASની ટીમ આનંદી બહેનને મળી હતી હવે વિજય રૂપાણીને મળશે

મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના પાસની ટીમ આજે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરશે તેમ મનાય છે. લોકસભા ચૂંટણી પહેલા આયોજિત થતી આ બેઠકમાં રાજકીય ચર્ચાઓ થાય તેવી શક્યતા છે. પાસના ઉત્તર ગુજરાતના 19થી વધુ પાસ કન્વીનરો ગાંધીનગર ખાતે…

ગુજરાતનો એક પછી વિદ્યાર્થી નોકરી વગરનો નહીં રહે…OK અમારો દાવો નથી

રાજ્યમાં આજથી મેગા પ્લેસમેન્ટ જોબ ફેર શરૂ થયો છે. પરંતુ પહેલા જ દિવસે જોબ ફેરનો ફિયાસ્કો થયો છે. અમદાવાદમાં યોજાયેલા જોબ ફેરમાં પ્લેસમેન્ટ આપનારી મોટાભાગની કંપનીઓ ગેરહાજર રહી હતી. રાજ્ય સરકાર અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેગા પ્લેસમેન્ટ સેલનું આયોજન કરાયું…

CM રૂપાણીની હાજરીમાં મહિલા બાઈક ચાલક સાથે મોટી દુર્ઘટના, જુઓ VIDEO

બનાસકાંઠા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન બાઈક પર જોખમી રીતે સ્ટંટ કરતી મહિલા પોલીસનું બાઈક સ્લીપ થયું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દેખાય છે કે મહિલા પોલીસ બાઈક પર ઉભી રહીને સ્ટંટ કરતી…

ગુજરાતમાંથી પરપ્રાંતિયોના પલાયન કેસમાં CM રૂપાણી અને અલ્પેશ વિરુદ્ધ આ જગ્યાએ નોંધાશે ફરિયાદ

ગુજરાતમાંથી પરપ્રાંતિઓને ભગાડવાના કેસમાં મુઝફ્ફરપુરમાં સીએમ વિજય રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ નોંધવાનો કોર્ટે આદેશ આપ્યો છે. મુઝફ્ફરપુરના એસડીજેએમને કોર્ટે બંનેની વિરુદ્ધ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુઝફ્ફરપુર સ્થિત કાંટી પોલીસ સ્ટેશનને આપવામાં આવ્યો…

મુખ્યમંત્રી આવવાના હોવાથી બીજા રસ્તાનું કામ અધૂરુ છોડી દેવાયુ, મુખ્યમંત્રીને રોદો ન આવવો જોઈએ !

પાલનપુરમાં જામપુરા વિસ્તારમાં રોડ મામલે સ્થાનિકો રોષે ભરાયા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પાલનપુરમાં આવવાના હોઈ તંત્રએ રોડ કામ શરૂ કર્યું હતું. પરંતુ મુખ્યપ્રધાનનો પાલનપુર આવવાનો રૂટ બદલાતાં તંત્રએ જામપુરા વિસ્તારમાં રોડ બનાવવાનું કામ અધુરુ છોડી દેતાં સ્થાનિકો રોષે ભરાયા છે….

આ સરકાર શું ખાલી દેખાડા કરે છે! પહેલા પતંગ મહોત્સવ અને પછી જીવદયાની વાત

14 જાન્યુઆરીએ મકરસંક્રાતિનો દિવસ આવી રહ્યો છે. ત્યારે રાજ્યભરમાં લોકો પતંગ આકાશમાં ચડાવીને પોતાનો દિવસ પસાર કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે રીતે આકાશમાં પક્ષીઓ ઈજા પામી રહ્યા છે. અને ચાઈનિઝ દોરીના કારણે પક્ષીઓના મોત થઈ રહ્યા છે. તે…

ખેલમહાકુંભનું સમાપન પાંચમી જાન્યુઆરીએ ભાવનગરમાં થશે

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ચાલી રહેલા ખેલમહાકુંભનું સમાપન પાંચમી જાન્યુઆરીએ ભાવનગરમાં થશે. આ સાથે સિનિયર નેશનલ બાસ્કેટ બોલ ચેમ્પિયનશીપનો શુભારંભ પણ થશે. આ બંને કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. સાથે કેન્દ્રીય સડક પરિવહન રાજ્યપ્રધાન મનસુખભાઇ માંડવિયા,…

રૂપાણી કેમ જાહેરમાં રોડ પર ઉભા છે? અેવું શું જોયું કે ગાડી રોકાવી બહાર નીકળી ગયા

અમદાવાદ ગાંધીનગર હાઇવે પર રાયસણ ગામ પાસે રાતે 10 વાગ્યાની આસપાસ પુરવઠા વિભાગની કાર પલટી ગઇ હતી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઇ રહ્યાં હતાં. આ અકસ્માતની જાણ થતાની સાથે સીએમ મુખ્યમંત્રીએ કારનો કાફલો રોકાવી દીધો…

ઇમેજિકા જેવો વંડરલેન્ડ પાર્ક, સીએમના ઉદ્ઘાટન બાદ એવું થયું કે બૂમાબૂમ થઈ ગઈ

મુંબઈ પુના હાઈવે પરના ઇમેજીકા જેવી મજા આજવા ગાર્ડનમાં આવશે. આતાપી વંડરલેન્ડ પાર્કમાં ડાયનાસોર પાર્ક, છોટાભીમ પાર્ક, લેઝર મ્યુઝિકલ ફાઉન્ટેન સહિત 40 રાઈડ્સ હશે. વડોદરામાં વન્ડરલેન્ડ થીમ પાર્કના ઉદ્દઘાટનના પહેલા દિવસે જ વિવાદ સર્જાયો છે. થીમ પાર્કના ઉદઘાટન સમયે જ…

રૂપાણીએ કોંગ્રેસના રાહુલ ગાંધીને આપ્યો જોરદાર વળતો જવાબ, આ હતું કારણ

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસને સરકાર રચવામાં સફળતા મળ્યા બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતોના મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સતત પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે કોંગ્રેસે આસામ અને ગુજરાતના મુખ્યપ્રધાનોને જગાડી…

…તો રૂપાણીની ખુરશી મૂકાશે જોખમમાં, ધાનાણી અને ચાવડાને છે પણ આ ભય

આમ તો પ્રજાએ કોંગ્રેસની વંડી ઠેકી કેસરિયો ખેસ ધારણ કરનારા પક્ષ પલ્ટુઓને ઘરભેગાં કરી દીધા છે. પેટાચૂંટણીમાં સૌથી મોટી પરીક્ષા પક્ષપલ્ટો કરી ભાજપમાં આવેલા કુંવરજી બાવળીયાની છે. હવે કુંવરજી બાવળીયાને મતદારો બક્ષે છે કે પછી ઘરે મોકલે છે તે તો…

બ્રિટેન-અમેરિકાએ વાઈબ્રન્ટનો ઈનકાર કરતા રૂપાણી પહોંચ્યા મોદીના શરણે

આગામી 18થી 20મી જાન્યુઆરીએ યોજાનારી વાઇબ્રન્ટ સમિટ સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સરકાર અને ખુદ PM મોદીએ પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી આગામી વાઈબ્રન્ટ સમિટને લઈને દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી માર્ગદર્શન મેળવ્યું અને તેમને આમંત્રણ આપ્યું…

પેપરલીક : રૂપાણીની મેરેજ એનિવર્સરી બગડી, પડોશી બંગ્લામાંથી જ ફૂટ્યું પેપર

ગુજરાતમાં LRD પેપરલીક કાંડના મામલે ભાજપ સરકાર ભરાઈ ગઈ છે, ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મેરેજ એનિવર્સરી હોવા છતા સીએમ આજે દિવસભર પેપરકાંડના મુદ્દે મિટિંગોમાં સતત વ્યસ્ત રહ્યાં હતા. ભાજપના નેતાઓ આ કેસમાં સંડોવાયેલા હોવાથી રૂપાણી સરકાર ટેન્શનમાં છે કારણ…

દિવાળી ખતમ થતાં જ CM રૂપાણીએ ખેડૂતોને આપ્યા માઠાં સમાચાર

ભાવાંતર યોજનાનો લાભ જોઈ રહેલા ખેડૂતો માટે માઠા સમાચાર છે. રાજ્ય સરકારે ભાવાંતર યોજના લાગુ કરવાનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઈનકાર કર્યો છે. સી એમ વિજય રૂપાણીએ જણાવ્યું કે ભાવાંતર યોજનાએ ખેડૂતોના હિતમાં નથી. રાજ્ય સરકારે આ અંગે વિચાર કર્યા બાદ…

જવાનો સાથે CM રૂપાણીની દિવાળી ઉજવણી, સૈનિકોની આ સમસ્યાનું લાવશે નિદાન

દેશભરમાં દિવાળીનું પર્વ મનાવાઈ રહ્યું છે અને લોકો પોતાના પરિવાર સાથે ઉત્સવનો આનંદ ઉઠાવી રહ્યા છે. ત્યારે દેશના વીર જવાનો આપણી રક્ષાકાજે સરહદે તૈનાત છે.. તેઓ સરહદે તૈનાત કરી દેશની સુરક્ષા કરી રહ્યા છે. ત્યારે દેશના સપૂતો સાથે દિવાળી ઉજવવા…

પીએમ મોદીની ગુજરાતના સીએમે કરી કોપી, દિવાળી અહીં ઊજવી : પાકિસ્તાન બોર્ડર પર પહોંચ્યા

પીઅેમ મોદીના પગલે ચાલવાનું કોને ના ગમે. ગુજરાતમાં મોદી સરકારના અાદેશોનું તુરંત જ અાંખો બંધ કરીને પાલન થાય છે. અા વાસ્તવિકતા છે. ગમે કે ન ગમે મોદી સાહેબ કહે અેટલે કરી દેવાનું. અાજે મોદીઅે હર્ષિલમાં સેનાના જવાનો સાથે મળીને દિવાળીની…

કાળ ભૈરવ મંદિરમાં CM રૂપાણીની સિક્યુરીટીએ SP સ્વામીને રોકાયા, કારણ કે…

પાલિતાણાના કાળ ભૈરવ મંદિરમાં સીએમ વિજય રૂપાણીના કાયક્રમમાં હાજરી આપવા આપેલા ગઢડાના એસપી સ્વામીને સુરક્ષા જવાનો દ્વારા રોકવામાં આવ્યા. એસપી સ્વામીને થોડીવાર માટે રોકવામાં આવતા મહેન્દ્રસિંહ સરવૈયાએ દરમિયાનગિરી કરી હતી. જે બાદ તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે…

કાળી ચૌદશના દિવસે કાળ ભૈરવની પૂજા માટે આ સ્થળે જશે વિજય રૂપાણી

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કાળી ચૌદશના દિવસે પાલિતાણામાં કાળભૈરવની પૂજા કરવા માટે આવવાના છે. સીએમ રૂપાણીની મુલાકાતના કારણે સુરક્ષાના ભાગરૂપે પાંચ કલાક સુધી બજાર બંધ રાખવામાં આવે છે. તેનો સ્થાનિક વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. વેપારીઓની માગ છે કે, દિવાળીનો…

દલિતો-પીડિતો પરના અત્યાચાર મુદ્દે હવે CM રૂપાણીનો નવો નિર્ણયો

ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં તકેદારી અને મોનિટરીંગ સમિતીની બેઠક યોજાઈ. જેમાં અનુસૂચિત જાતિ, આદિજાતિ, દલિતો-પીડિતો પરના અત્યાચાર-કનડગતને સરકાર કોઇ પણ સંજોગોમાં ચલાવી નહીં લે તેમ સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું. અત્યાયારના કેસોના ઝડપી-યોગ્ય ન્યાયિક નિવારણ માટે રાજ્યમાં ૧૬ એકસલુઝીવ…

રૂપાણી સરકારનો મોટો નિર્ણય, અછત માટે ખર્ચાશે રૂપિયા 3,000 કરોડ

ગુજરાતમાં સૌથી વધારે કફોડી હાલત ખેડૂતોની છે. રાજ્યમાં 76 ટકા વરસાદ વચ્ચે તાલુકાઅો અછતગ્રસસ્ત જાહેર કરવામાં રૂપાણી સરકાર મનમાની ચલાવી રહ્યાં હોવાના અાક્ષેપ વચ્ચે અાજે સરકારે મોટો નિર્ણય લીધો છે. સીએમ વિજય રૂપાણીએ અછત મુદ્દે તાકીદની બેઠક યોજી હતી. જેમાં…

ભાજપના નેતા રેશમા પટેલે CMને પત્ર લખી પૂછ્યા આ સવાલો, સર્જાયો ફરી વિવાદ

પાસમાંથી ભાજપમાં જોડાયેલા રેશમા પટેલે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને સોશિયલ મીડિયા પર પત્ર લખ્યો છે. રેશમા પટેલે આ પોસ્ટમાં જણાવ્યું કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા યુવકના પરિવારમાંથી માત્ર એક પરિવારના સભ્યને નોકરી મળી છે. રેશમા પટેલે વધુમાં…

કોંગ્રેસના આ નેતાએ ગુજરાતના CMને પાઠવી નોટિસ, જો માફી નહીં માગો તો….

પરપ્રાંતિયો પર હુમલાને લઈને કોંગ્રેસ નેતા શક્તિસિંહ પર લાગેલા આરોપને મુદ્દે તેઓએ CMને કાયદેસર નોટિસ મોકલી છે. CM વિજય રૂપાણીએ યુપીની મુલાકાત સમયે પરપ્રાંતિયો પર હુમલા માટે બિહારના પ્રભારીને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ શક્તિસિંહે સીએમ વિજય રૂપાણી…

ભાજપમાંથી મહેન્દ્રસિંહે આપ્યું રાજીનામું પણ CM રૂપાણીએ કહ્યું મને નથી…

ભાજપમાંથી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે. મહેન્દ્રસિંહેના રાજીનામા અંગે સીએમ રૂપાણીને સવાલ પૂછવામાં આવતા તેમણે જણાવ્યુ હતું કે, મહેન્દ્રસિંહના રાજીનામા અંગે કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી.  મહત્વનું છે કે, મહેન્દ્રસિંહ ત્રણ માસ પહેલા ભાજપમાં…

પરપ્રાંતિયોના પલાયન બાદ CM રૂપાણી જઈ રહ્યા છે વારણસી, જાણો યુપી જવાનું કારણ

એક તરફ રાજ્યમાં પરપ્રાંતિયો પર હુમલા બાદ રાજનીતિ ગરમાઈ છે. અને આક્રોશના પડઘા વારાણસી સુધી સંભળાયા છે. ત્યારે સીએમ વિજય રૂપાણી 14 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશ જશે. 31 ઓકટોબરે આયોજીત સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમ માટે આમંત્રણ આપવા રૂપાણી 14 ઓક્ટોબરે ઉત્તરપ્રદેશ…

ના…ના…કરતાં નીતિનભાઈઅે પણ અાખરે ના છૂટકે લેવો પડ્યો અા નિર્ણય

કેન્દ્ર સરકારે અાજે કરોડો ભારતીયોને રાહત અાપી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂપિયા 2.50નો ઘટાડો કરતાં તાત્કાલિક ગુજરાતની સરકારે પણ વેટમાં ઘટાડો કર્યો છે. હવે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ રૂપિયા 5 સસ્તું  થઈ જશે. ગુજરાતના નાણામંત્રી અેક મહિના અગાઉ પેટ્રોલ…

જાણો દિલ્હી પહોંચેલા ગુજરાત ભાજપના નેતાઓની શું થઈ બેઠક અને ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતની બીજા દિવસે જ ગુજરાત ભાજપના નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું હતું. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અધ્યક્ષ અમિત શાહે તાત્કાલિક બેઠક બોલાવી હતી. દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં બેઠક મળી. ગુજરાતની તમામ 26 બેઠકો જીતવા લગભગ ત્રણ કલાક સુધી…

અમદાવાદઃ રાજ્યભરના 8500 યુવાનોને CM રૂપાણીએ આપ્યો આ કરાર પત્ર

અમદાવાદમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સમગ્ર જિલ્લાના 8500 યુવાનોને એપ્રેન્ટિસ કરાર પત્રો એનાયત કર્યા હતા. જે સમયે તેઓએ રામ મંદિરનો રાગ આલાપ્યો હતો. તો સાથે યુવાઓને રોજગાર અને ખેડૂતોને પાકની યોગ્ય રકમ મળે તે માટે ભાજપ સરકારનો નિર્ધાર હોવાનું કહ્યું…

30મી તારીખે PM મોદીના અા છે કાર્યક્રમો, CM રૂપાણીઅે કરી જાહેરાત

આગામી 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને પીએમ મોદીના દિવસભરના વિવિધ કાર્યક્રમની વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. પીએમ મોદી એક દિવસના ગુજરાત પ્રવાસમાં ત્રણ અલગ અલગ સ્થળે કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેશે. જેમાં આણંદ ખાતે અમૂલ ડેરીના…