Archive

Tag: Bird

નવસારીમાં આ લોકોના કારણે 97 જીવન બચી ગયા, કારણ છે આપણી બેદરકારી

નવસારી જિલ્લામાં ઉત્તરાયણના પર્વમાં 97 પશુ-પક્ષીઓને પતંગ દોરીથી ઇજા પહોંચી. નવસારી સામાજિક વનીકરણ વિભાગ અને સામાજિક સંસ્થાઓની ટીમો દ્વારા આ પશુપક્ષીઓની સારવાર કરીને તેમને નવજીવન આપવામાં આવ્યુ હતું. જોકે કમનસીબે સારવાર દરમિયાન એક વિદેશી બગલો અને બે કબૂતરની જીવનની ડોર…

આ છે એવું વિચિત્ર જીવ જેને નથી આંખો કે નથી પગ, નામ એવું પાડ્યું કે વિશ્વ ચોંકી ગયું

પનામામાં એક નવા આંધળા ઉભયજીવી પ્રાણીની શોધ થઈ છે, જેનું નામ અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામ ઊપરથી રાખવામાં આવશે. જળવાયુ પરીવર્તન પર ડોનાલ્ડ ટ્રમ્પના વર્તનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો હતો. બ્રિટનની એનવિરો બિલ્ડે મંગળવારે જાહેર કર્યું હતું કે,…

અમદાવાદ : નળસરોવરમાં પક્ષીઓના શિકારનું વધુ એક કૌભાંડ સામે આવ્યું

નળસરોવરમાં પક્ષીઓના શિકારનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. વન વિભાગની ટીમે વધુ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જોકે  ત્રણ વ્યક્તિએ ફરાર થવામાં સફળ રહ્યા હતા. આરોપી પાસેથી 40 પક્ષીઓ મળી આવ્યા હતા. જેમાં 27 પક્ષીઓ મૃત હતા. અને 13…

ભાવનગર ખાતે પક્ષીઓને ચણ અને પાણી મળી રહે તે માટે માટીના કુંડાનું વિતરણ કરાયું

ઉનાળાનો આકરોતાપ ગોહિલવાડ માટે અસહ્ય બન્યો છે. માનવી તો ગરમી સામે એનકેન પ્રકારે રક્ષણ મેળવી લે છે. પરંતુ અબોલ પક્ષીઓની હાલત દયનીય બની છે ત્યારે માળનાથ ગ્રુપ દ્વારા ઉનાળાના આકરા તાપમાં પક્ષીઓની માવજત કરવામાં આવી રહી છે ભાવનગર ખાતે માળનાથ…

ગૌચરમાં ભિષણ આગ ફાટી નિકળતા નાસભાગ, અનેક પંખીના માળા હોમાયા

અરવલ્લીના ભીલોડાના ખેરંચા પાસે હાઇવે પર ગૌચરમાં આગ લાગતા નાસભાગ મચી હતી. શામળાજી હાઇવે પાસેના ગૌચરમાં ભીષણ આગ લાગી હતી. વીજતાર તૂટતા આ આગ ભીષણ બની હતી. ભીષણ આગમાં પંખીઓના માળા હોમાયા હતા.  

પક્ષીઓના બદલે ‘લવબર્ડ’ને સલામતી આ૫તુ અમદાવાદ નજીકનું થોળ અભયારણ્ય !

અભ્યાસુ પ્રવાસીઓને માહિતી મળી રહે તેવી વ્યવસ્થાનો અભાવ : નીરાશ થઇને ૫રત ફરતા વિદેશી પક્ષીપ્રેમીઓ : પ્રીવેડીંગ શૂટીંગ સહિતનો અભયારણ્યનો કોમર્શિય ઉ૫યોગ : વનતંત્રને ફક્ત વ્યક્તિદીઠ રૂ.૪૦ ના ઉઘરાણામાં જ રસ અમદાવાદથી સાવ નજીકમાં જ આવેલુ ભરપુર પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતુ…

જાસુસ બાજ ? : પાકિસ્તાન સરહદેથી મળેલા બાજની થશે સધન તપાસ

બનાસકાંઠા પાસેની આંતર રાષ્ટ્રીય સરહદેથી મળેલા ઘાયલ બાઝને પાલનપુરમાં સારવાર આપવામાં આવી રહી છે. પાકિસ્તાન સરહદેથી મળેલુ બાઝ પક્ષીનો જાસૂસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે કે કેમ ? તેની ખાતરી કરવામાં આવી છે. અને બીએસએફના જવાનોએ તેને વનવિભાગને સોંપ્યુ છે….

જામનગરના ખીજડીયા અભયારણ્યમાં શરૂ કરાઇ ૫ક્ષી ગણતરી

જ્યાં શિયાળા દરમિયાન હજ્જારો વિદેશી પક્ષીઓ મહેમાનગતિ માટે આવે છે, તેવા ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં પક્ષીઓની ગણતરી હાથ ધરવામા આવી છે. આ વર્ષે સારા ચોમાસાના કારણે અહીં પક્ષીઓની સંખ્યામાં વધારો થવાની વનવિભાગને આશા છે. જામનગરમાં છ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા ખીજડીયા…

બનાસકાંઠાના ડીસામાં ૫તંગની દોરીનો ભોગ બનેલા ૫ક્ષીઓની સ્મશાનયાત્રા યોજાઇ

ઉત્તરાયણ પર્વે જાગૃતિ અભિયાન છતા અનેક પક્ષીઓ પતંગની દોરીનો શિકાર બન્યા છે. બનાસકાંઠામાં આવા જ મૃત પક્ષીઓની સ્મશાન યાત્રા કાઢવામા આવી હતી. લોકોમાં કરુણાનો ભાવ જાગે અને જાગૃતિ આવે તે માટે આ પક્ષીઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જીવદયાપ્રેમી પ્રજાજનો…

ઉત્તરાયણની આડઅસર : ૫ક્ષીઓની કપાયેલી પાંખો સાંધવા જીવદયા પ્રેમીઓની દોડધામ

અરવલ્લી : અરવલ્લીના મોડાસામાં લોકોએ ઉત્તરાયણની ઉજવણીની સાથે પક્ષીઓ ઘાયલ ન થાય તેની પણ તકેદારી લીધી છે. અહી અનેક લોકોએ પક્ષીઓને ઇજા ન પહોંચે તે માટે સવારે નવ વાગ્યા બાદ પતંગ ચગાવાની શરૂઆત કરી હતી. લોકો ડીજે મ્યુઝિક સિસ્ટમ સાથે…