Archive

Tag: banaskatha

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા આ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના સુપડાસાફ કરી નાખ્યા

બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકા ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી. અઢી વર્ષની ટર્મ પૂરી થતાં નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ભારતીબેન અખાણી અને ઉપપ્રમુખ તરીકે વસંતજી ઘંઘોસ બહુમતીના જોરે ચૂંટાઈ આવ્યા. નગરપાલિકામાં કોંગ્રેસ પાસે 12 સભ્યો…

પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા

થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાશે. પાલિકાની અઢી વર્ષની ટર્મ પુરી થતાં યોજાશે ચૂંટણી. અગાઉ થરા પાલિકામાં કોંગ્રેસ અને ભાજપના 12 -12 સભ્યો હોવાથી ચિઠ્ઠી ઉછાળતા પાલિકા ઉપર કોંગ્રેસની સત્તા આવી હતી. જોકે ભાજપના એક નગરસેવકનું મૃત્યુ થતા…

ઘોર કળિયુગ : બનાસકાંઠામાં ચોરો 108 એમ્બ્યુલન્સ ચોરી રફુચક્કર થઈ ગયા

બનાસકાંઠાના છાપી ખાતે એમ્બ્યુલન્સ 108ની ચોરી થઈ છે. અજાણ્યા શખ્સે એમ્બ્યુલન્સને ચોરીને નાસી ગયા છે. છાપીના ડાયમંડ કોમ્પ્લેક્ષ ખાતે 108 ને પાર્કિંગ કરવામાં આવી હતા. અને ત્યાંથી તેની ચોરી થઈ છે. એમ્બ્યુલન્સની ચોરી કરનારા શખ્સોએ તેમાં લગાવેલી જીપીએસ સીસ્ટમ પણ…

ટેમ્પોની આ ખતરનાક સવારી જોઈ તમે દંગ થઈ જશો, ઘેટા બકરાની જેમ ભર્યા છે વિદ્યાર્થીઓને

બનાસકાંઠામાં વિદ્યાર્થીઓ માટે જીવનું જોખમ હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ડીસાની શાળાનાં વિદ્યાર્થીઓને ઘેટાં બકરાંની માફક ટેમ્પોમાં લઈ જવામાં આવ્યા. આ વિદ્યાર્થીઓ ડીસાની બ્રાન્ચ શાળાના છે. અને આચાર્યની બેદરકારીના કારણે આ રીતે વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ જોવા મળી રહ્યુ…

થરાદમાં તસ્કરો મરચાંની દુકાનમાં ત્રાટક્યા, પૈસા તો ઠીક મરચાં પણ ઉપાડી ગયા

થરાદની મોચી બજાર મહેબૂબ મરચા હાઉસની દુકાનમાં ચોરી થઇ હતી. દુકાનમા રાત્રિ દરમ્યાન તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનનો દરવાજો તોડીને કરી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ માત્ર રોકડ રકમ જ નહીં પરંતુ મરચા પણ ઉઠાવી ગયા હતા. જોકે દુકાનમા ચોરી…

સેમસંગ પર કેટલો ભરોસો ? બનાસકાંઠામાં વધુ એક મોબાઈલ ધડાકાભેર ફાટ્યો

અવારનવાર મોબાઈલ બ્લાસ્ટ થવાની ઘટના બને છે. કોઈવાર તો મોબાઈલના કારણે લોકોના મોત થયાની પણ ખબરો સામે આવી છે. ત્યારે આ વખતે ફરી એક વખત મોબાઈલ ફાટતા લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો છે. આ ઘટના છે બનાસકાંઠાની. બનાસકાંઠાના લાખણીના ભાકડીયાલ ગામે…

પાલનપુરમાં ચાલુ કાર્યક્રમે જ સીએમ રૂપાણી દોડ્યા, પૂરો થતાં જ પહોંચ્યા સિવિલમાં

70 મા પ્રજાસત્તાક દિવસની બનાસકાંઠાના પાલનપુરમાં ઉજવણી થઈ છે. પાલનપુરમાં રાજ્યપાલ ઓ.પી. કોહલીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને તિરંગાને સલામી આપી હતી. આ સમયે સીએમ વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાની ઉજવણીને લઈને રાજ્યના વિવિધ પોલીસ દળના જવાનોની પરેડ યોજાઈ હતી. આ…

VIDEO : અડધી રાતે પ્રેમિકાને મળવા ગયો તો લોકોએ પકડી ટકો કરી નાખ્યો

લાખણીના ડોડિયા ગામની મોડી રાતે એક નીંદનીય ઘટના સામે આવી છે. મોડી રાતે પ્રેમિકાને મળવા આવેલા યુવકને પકડીને ઝાડ સાથે બાંધી દીધો હતો અને ત્યારબાદ તેના વાળ ઉતારી તેને ટોલીયો કરી નાખ્યો હતો. પ્રેમિકાને મળવા ગયેલા યુવકને માથે ટકો કરાઇ…

બનાસકાંઠામાં બે રેસલર વચ્ચે જાહેરમાં WWE,કેનની માફક ચોકસ્લેમ મારી રેસલરે કારના ડુચ્ચા કાઢી નાખ્યા

પાલનપુરમાં યોજનારા AWE મહામુકાબલા પહેલા વધુ એક વિવાદ સામે આવ્યો છે. શોની ટિકિટો વેચવા મામલે બે રેસલરોએ જાહેરમાં મારામારીની ઘટના બની છે. રેસલર સની પ્રજાપતિને અન્ય રેસ્લરે જાહેરમાં માર માર્યો. ત્યારે રેસલર દ્રારા જાહેરમાં મારમારી કરતા વિવાદ વધુ વકર્યો છે….

ખેડૂતોને હતું ચાલો આ વર્ષે નહીં તો આવતા વર્ષે પણ…

બનાસકાંઠામાં છેલ્લા 4-5 વર્ષ થી બટાટામાં સતત મંદી આવતા ખેડૂતોને ફટકા પર ફટકા વાગી રહ્યા છે. ખેડૂતો ને આશા હતી કે ચાલો આ વર્ષે નહીં તો આવતા વર્ષે તેજી આવશે પણ બટાટા માં મંદીનો દોર ચાલુ રહેતા ખેડૂતો પાયમાલ થયા…

બનાસકાંઠાનો આ યુવક ઝેરોક્ષ મશીનથી 2000ની નકલી નોટો બનાવતો હતો

બનાસકાંઠાના કાણોદર ગામેથી નકલી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપાયુ હતુ. કાણોદર ગામમાં ઝેરોક્ષ મશીનની મદદથી જ ગામનો જ એક ઈસમ 2000 રૂપિયાની નકલી નોટો બનાવતો હતો. જ્યારે બે ઇસમો તેને બજારમાં ફરતી કરતાં હતાં..પાલનપુર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓને રૂ. 22000ની 11…

ડીસાના ભાજપના ધારાસભ્યએ એક વર્ષમાં 360 કરોડના વિકાસ કામો મંજૂર કર્યા હોવાનો દાવો

ડીસા વિધાનસભા બેઠક પર ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર શશીકાંત પંડ્યાએ એક વર્ષમાં ડીસા વિધાનસભા વિસ્તારમાં રૂ.360 કરોડથી વધુના વિકાસના કામો મંજૂર કરાવ્યા હોવાની વાત કરતા ચીમકી ઉચ્ચારી હતી કે ડીસામાં ખાદ્ય પદાર્થમાં વ્યાપક પ્રમાણમાં ચાલી રહેલી ભેળસેળ અને નકલી ચીજવસ્તુઓની બનાવટને…

બનાસકાંઠા : પાકિસ્તાનના રેસલરે ગુજરાતની ગરિમા ન જાળવતા વિવાદ થયો

બનાસકાંઠામાં આયોજિત રેસલર સ્પર્ધા પહેલા વિવાદ થયો છે. આ સ્પર્ધામાં પાકિસ્તાની રેસલરને પણ આયોજન આપવામાં આવ્યું છે. પરંતુ પાકિસ્તાની રેસલરે જાહેર કરેલા વીડિયો બાદ વિવાદ થયો છે. વીડિયોમાં પાકિસ્તાની રેસલર અપશબ્દો બોલી રહ્યો છે. અને ગુજરાતના રેસલરને ચેલેન્જ કરી રહ્યો…

બનાસકાંઠા : ટ્રેનિંગમાં આવેલા તાલીમાર્થીઓને ભમરાએ ડંખ મારી મારી બેભાન કરી નાખ્યા

આમ તો ગુજરાતમાં દિપડાઓના ત્રાસથી ઘણા અરણ્ય પ્રદેશોમાં ફફડાટ વ્યાપી જાય છે, પણ બનાસકાંઠાના વિસ્તારમાંથી એક એવા સમાચાર મળી રહ્યા છે જેને સાંભળી તમે દંગ રહી જશો. નામ જ્યારે ભમરાનું પડે ત્યારે એક અહિંસક જંતુ જ લાગે, પણ બનાસકાઠામાં બનેલી…

વાવ તાલુકા ભાજપના મહામંત્રી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, પોલીસે કરી કાર્યવાહી

બનાસકાંઠાના વાવ તાલુકા ભાજપના મહામંત્રી રણજીતસિંહ ચૌહાણ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાં હતા. માવસરી પોલીસે ગાડીમાં દારૂ પીને ડ્રાઇવિંગ કરતા વાવ તાલુકા ભાજપના મહામંત્રીને માવસરી પાસે બાખાસર ત્રણ રસ્તા પાસેથી ઝડપી લીધા હતા. પોલીસે કલમ 185 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી…

VIDEO : બનાસકાંઠામાં બુટલેગરનો ત્રાસ, પાંચ લોકોને બોલાવી એક યુવકને લમધારી માર્યો

બનાસકાંઠાના પાથાવાડામાં બુટલેગરે એક યુવક પર હુમલો કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. બુટલેગર સાથે પાંચ જેટલા શખ્સો યુવકને લાકડી અને ગડદા-પાટુનો માર મારી રહ્યા છે. ત્યારે બુટલેગરના આ કારનામાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમગ્ર ઘટન પ્રકાશમાં આવ્યા…

બનાસકાંઠામાં અસામાજીક તત્વોનો ત્રાસ, યુવકની જાહેરમાં ધોલાઇ કરી

બનાસકાંઠામાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો હતો. અને જાહેરમાં એક વ્યક્તિની ધોલાઈ કરવામાં આવી હતી. પાંથાવાડા બસ સ્ટેન્ડ પાસે જ વ્યક્તિને ધોકા વડે માર મરાયો હતો. સ્કોર્પિયો ગાડીમાં આવેલા ઈસમોએ અત્યાચાર ગુજાર્યો હતો. સ્થાનિક લોકો મુજબ બુટલેગરો દ્વારા જાહેરમાં ધોલાઈ…

પેપરગેટ : પોલીસે અત્યાર સુધીમાં 8 લોકોની કરી ધરપકડ, મોટી માછલીઓ પણ ફસાઇ

પેપરલીક કાંડમાં એક પછી એક માછલીઓ જાણે પકડાઇ રહી હોય તેમ વધુ 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાંથી બનાસકાંઠાના બે શખ્સોને ગાંધીનગર સેક્ટર 7ની ટીમ તપાસ અર્થે ઉઠાવીને લઇ ગઇ છે. જેમાં વડગામના મેજરપુરાના 2 શખ્સો ભરત ચૌધરી અને…

એક જ દિવસમાં 5 ગાબડા પડતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યું

બનાસકાંઠામાં એક જ દિવસમાં 5 વિવિધ સ્થળોએ કેનાલોમાં ગાબડા પડતા કેનાલની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. બનાસકાંઠાના થરાદ, કાંકરેજ અને સુઇગામ બાદ વાવની કેનાલમાં પણ ગાબડું પડતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો છે. કેનાલનું પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળતા…

ભાજપના નેતાજીના કાર્યક્રમને કારણે હજારો ખેડૂતો મુકાશે વધુ તકલીફમાં, ડીસામાં છે કાર્યક્રમ

બનાસકાંઠા જિલ્લામાં ડીસા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને નવા જ પ્રકારની તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે. આવતીકાલે ડીસા માર્કેટિંગ યાર્ડમાં પાટણના સાંસદ લીલાધર વાઘેલાનો સ્નેહમિલન સમારંભ યોજાવાનો છે. ત્યારે નેતાજીના આ કાર્યક્રમને કારણે હજારો ખેડૂતો વધુ તકલીફમાં મુકાશે. કેમકે સાંસદ લીલાધર…

અણઘડ આયોજનનું શ્રેષ્ઠ ઉદાહરણ, મગફળી વેચ્યાને 6 દિવસ થઇ ગયા પણ ખેડૂતોના પૈસા ક્યા ?

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કર્યા બાદ સરકાર સતત એક પછી એક વિવાદોમાં સપડાઇ રહી છે. ત્યારે બનાસકાંઠાના ખેડૂતો પણ સરકારના અણઘડ આયોજનનો ભોગ બન્યા છે. જિલ્લાના 10 હજારથી વધુ ખેડૂતોએ તેમની મગફળી વેચ્યાને 6 દિવસ જેટલો સમય…

અમીરગઢ રેલવે ફાટક નજીક કાળ બનીને આવ્યો ટ્રક, બાઈક પર સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત

બનાસકાંઠાના અમીરગઢ રેલવે ફાટક પાસે બાઈક પર જઇ રહેલા પતિ-પત્નીને ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક પતિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે બાઈક પાછળ બેઠેલી પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર…

પાલનપુરમાં મગફળી ખરીદીમાં હોબાળો, ખેડૂતોએ કર્યો હંગામો

પાલનપુર માર્કેટયાર્ડમાં સતત છઠ્ઠા દિવસે મગફળી ખરીદીમાં ધાંધીયા થવાના કારણે ખેડૂતોએ હંગામો કર્યો છે. કેટલાક ખેડૂતોની મગફળીના સેમ્પલ રિજેક્ટના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા. થોડીવાર માટે યાર્ડમાં સેમ્પલ લેનાર અધિકારી અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. યાર્ડમાં સેમ્પલ લેનાર અધિકારીઓએ…

શું ઉમેદવારોને નહોતી ખબર કે, 800 મીટરની દોડ હવે 1200 મીટરની થઇ ગઇ છે ?

બનાસકાંઠાના પાલનપુર ખાતે હોમગાર્ડની ભરતીમાં ગેરરીતિના આરોપ સાથે હોબાળો થયો છે. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે હોમગાર્ડની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે 800 મીટરની દોડ 1200 મીટર કરી દેવામાં આવી છે. તો સાથે જ 20 સેકન્ડની જગ્યાએ 15 સેકન્ડમાં દોડ…

કોર્ટનો જોરદાર ચુકાદો: ડીસામાં પૂર્વ ચીફ ઓફિસરને સરકારી હોસ્પિટલની સફાઈ કરવાની સજા

સજાના અલગ અલગ પ્રકાર હોય, પણ આવી સજા તમે કોઇ દિવસ સાંભળી નહીં હોય, મૂળ તો આ સજાને સાંભળ્યા બાદ તમે કહેશો કે આ તો કોઇ રાજા મહારાજાનો યુગ ચાલી રહ્યો છે કે શું ? જોકે આ સજા મળી છે…

આ તારીખથી મગફળીની ખરીદી શરૂ થશે, ઓનલાઇન નોંધણી શરૂ

બનાસકાંઠામાં મગફળીને ટેકાના ભાવે ખરીદવા માટે ઓનલાઈન નોઁધણી શરૂ કરવામાં આવી છે. આગામી 15મી તારીખથી મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવશે. જેના માટે ઓનલાઈન નોંધણી કરવામાં આવી રહી છે. મગફળીના ખરીદ કેન્દ્રો પર સીસીટીવી ઉપરાંત વિડિઓ રેકોર્ડિંગ અને આધારકાર્ડની નોંધણી પણ…

બટાકાનું વાવેતર કરનારા ખેડૂતોને નહીં મળે સબસીડી

બનાસકાંઠાનું ડીસા બટાકા માટે જાણીતુ છે. જોકે, બટાકાનું વાવેતર કરતા ખેડૂતોને સવા વર્ષ  બાદ ટ્રાન્સપોર્ટ સબસિડીની ચૂકવણી કરવામાં આવી નથી. જેથી ખેડૂતોને આ સબસિડીના નાણા નહીં મળે તો ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે. ગત વર્ષે બટાકાના ભાવ સાવ તળિયે પહોંચી…

શૌચાલયના નામે ષડયંત્ર, લોકોના નામે આ લોકો પૈસા ચાઉં કરી ગયા

બનાસકાંઠામાં ફરી એક વખત શૌચાલય કૌભાંડની બૂમરાણ ઉઠી છે. જેમાં આ વખતે લાખણી તાલુકાના મડાલ ગામે સ્થાનિકોએ ગામના સરપંચ અને કોન્ટ્રાકટર સામે ગંભીર આક્ષેપ કરીને શૌચાલય કૌભાંડના આક્ષેપો કર્યા છે. ઘરે ઘરે શૌચાલયનો ઉમદા વિચાર તો અપાયો. પરંતુ ત્યારબાદ જે…

ડીસામાં આવેલી બટાકાની મંદી બાદ સરકારે કરેલી જાહેરાત એક વર્ષથી ખાલી ચોપડે

ડીસામાં વર્ષ ૨૦૧૬-૧૭માં બટાકાની ખેતીમાં ભયંકર મંદી આવી હતી. આ મંદીમાથી ખેડૂતોને ઊગારવા માટે રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સફર સબસિડીની જાહેરાત કરી હતી. પરંતુ આ જાહેરાત કર્યાને એક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સરકાર દ્વારા ખેડૂતોને હજુ સુધી સબસિડી…

બનાસકાંઠામાં શૌચાલયના અધૂરા કામો કરી ગ્રાન્ટ ચાઉં કરી ગયા હોવાનો આરોપ

બનાસકાંઠાના લાખાણીના મડાલ ગામે શૌચાલય કૌભાંડ સામે આવ્યુ છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શૌચાલય બનાવ્યાને એક વર્ષ થવા છતાં કામ અધુરા હોવાનો ખુલાસો થયો છે. શૌચાલયના અધૂરા કામો કરી ગ્રાન્ટ બારોબાર ચાંઉ કરવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે. શૌચાલય બની…