Archive

Tag: APMC

નારણ પટેલ માટે આવ્યા વધુ એક મુસીબતના સમાચાર, ડબલ બેન્ચે પણ ચુકાદો રાખ્યો યથાવત્ત

મહેસાણાની ઊંઝા એ.પી.એમ.સીની ચુંટણીને લઇને ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. હાઇકોર્ટની સિંગલ બેંચના ચૂકાદાને ડબલ બેન્ચે પણ યથાવત રાખ્યો છે. મહત્વનું છે કે હાઇકોર્ટની સિંગલ બેન્ચે 16 મંડળી રદ કરી હતી. આ ચૂકાદાને…

આશા પટેલના ભાજપ પ્રવેશથી ઊંઝા APMCનું રાજકારણ ગરમાયું

આશા પટેલની સાથે ઊંઝા તાલુકા પંચાયત અને નગરપાલિકાના અનેક સભ્યો પણ ભાજપમાં જોડાતાં કોંગ્રેસને કમ્મરતોડ ફટકો પડ્યો છે. આશા પટેલના સમર્થનમાં તમામ સભ્યોએ કોંગ્રેસના હાથનો સાથ છોડતાં નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. બીજી તરફ આશા પટેલના ભાજપ પ્રવેશને પગલે ઊંઝા…

તમને યાદ છે સરકારે મોટા ઉપાડે કહ્યું હતું કે અમે તો ખેડૂતો પાસે ટેકાના ભાવે બધુ ખરીદી લેશું, જુઓ આ

બનાસકાંઠાના લાખણી એપીએમસીમા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. નાફેડ દ્વારા ટેકાના ભાવે મગફળી ન ખરીદવામાં આવતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. મગફળી પર કાળા ટપકા હોવાનું કહીને નાફેડ દ્વારા મગફળીને રિજેક્ટ કરી દેવામાં આવી હતી. જોકે 50થી વધુ મગફળીની ગુણીને રિજેક્ટ કરવામાં…

કેશોદમાં ખાનગી પેઢીનો મગફળીનો જથ્થો સ્થગિત કરી દેવાયો, કારણ છે હિસાબ

૩ વર્ષનો હિસાબ રજુ ન કરતા APMC કેશોદ દ્વારા ખાનગી પેઢીનો મગફળી જથ્થો સ્થગિત કરાયો છે. પટેલ વલ્લભદાસ એન્ડ કંપનીના ગોડાઉન રહેલ મગફળીનો જથ્થો સ્થગિત કરી દીધો હતો. કેશોદ એપીએમસીના સેક્રેટરી દ્વારા સતત ૩ વર્ષ સુધી હિસાબ રજુ કરી લાયસન્સ…

મગ અને અડદની ખરીદી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ

રાજ્ય સરકાર દ્વારા મગ અને અડદની ખરીદી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાઇ છે. પરંતુ ખેડૂતોમાં મગની ખરીદી મામલે કોઇ ઉત્સાહ જોવા મળતો નથી. સરકાર દ્વારા છેલ્લા 5 દિવસથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અંદાજે 3 હજાર…

અમદાવાદઃ APMCમાં વેપારીઓને રડાવી રહ્યા છે બટાટા, એકએક થઈ અધધ આવક

દિવાળી બાદ અમદાવાદની એપીએમસી માર્કેટમાં બટાકાની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. બટાકાની વધેલી આવકના કારણે બટાકાના ભાવ ઘટાડો નોંધાયો છે. જેથી ખેડૂત અને કોલ્ડ સ્ટોરેજના માલિકોને બટાકાનો યોગ્ય ભાવ મળતો નથી. ગરીબથી લઈને અમીરના ઘરેમાં જોવા મળતા બટાકા હવે ખેડૂત…

બનાસકાંઠાની APMCની મતદાર યાદી મામલે HCમાં અરજી, નકલી મતદારો ઘૂસી ગયાનો આક્ષેપ

બનાસકાંઠામાં આવેલી લાખણી APMCના વેપારી વિભાગની મતદાર યાદી મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. એપીએમસીની ચૂંટણી પહેલા 126 બોગસ મતદારના પુરાવા સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગત ટર્મમાં વેપારી વિભાગમાં 122 મતદારો હતા જે વધીને 345 થયા હતા. જેથી…

અમરેલીમાં દિવાળીની રજાઓ પુરી, APMC માર્કેટમાં ખેડૂતો પોતાના ઉત્પાદન સાથે પહોંચ્યા

અમરેલીમાં દિવાળીની રજાઓ બાદ આજે શુભ મુહુર્તમા માર્કેટીંગ યાર્ડ ધમધમતા થયા છે. સાવરકુંડલામાં વેપારીઓ, ખેડૂતો અને APMC સ્ટાફની હાજરીમા મંત્રોચ્ચાર સાથે પૂજન કરી સૌ પ્રથમ મગની ખરીદી શરૂ થઈ હતી. અને ત્યાર બાદ મગફળી તેમજ કપાસની ખરીદીઓ કરવામાં આવી હતી….

ફરી કોંગ્રેસના સુપડા થયા સાફ, ભાજપનો લહેરાયો ભગવો, જાણો ક્યા ?

અમરેલીના બગસરા એપીએમસીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલના સુપડા સાફ થયા છે.તેમજ ભાજપનો ભગવો લહેરાયો છે. 12માંથી 11 બેઠક ભાજપ પ્રેરિત પેનલે કબ્જે કરીછે. ખેડૂત પેનલની આઠમાંથી સાત પેનલ ભાજપે કબ્જે કરી છે. તો વેપારી બેઠકની ચારે ચાર પેનલ ભાજપે કબ્જે કરી…

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોની રૂપાણી સરકારને ધમકી, ખેડૂતોને ભાવ ન અપાયા તો…

સૌરાષ્ટ્રમાં ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ ઉઠી છે. ભાવાંતર યોજના અમલમાં નહી આવે તો હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સૌરાષ્ટ્ર એપીએમસી વેપારીએ સોસીએશન દ્વારા હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો ભાવાંતર યોજના લાગુ નહી કરવામાં આવે તો પહેલી નવેમ્બરથી સૌરાષ્ટ્રના…

સુરત APMCમાં ખેડૂતની અરજીથી કૌભાંડનો થયો ખુલાશો, જાણો કેટલા થયા ગોટાળા

સુરતમાં APMCમાં અલગ અલગ વિભાગમાં કરવામાં આવેલા કૌભાંડ મામલે APMCના ચેરમેન રમણભાઈનું સુરત ACBએ નિવેદન નોંધ્યુ છે. APMCમાં થયેલા ગોટાળા અંગે દીપક પટેલ નામના ખેડૂતે કોર્ટમાં અરજી કરી હતી. સુરત એસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કરતા એપીએમસીના ચેરમેનનું નિવેદન નોંધતા એપીએમસીમાં…

અમદાવાદ APMCમાં આંતરિક વિવાદ ચરમસીમાએ: ભાજપે 14 સભ્યના રાજીનામા લઈ લીધા

ભાજપના આંતરીક વિખવાદને કારણે અમદાવાદ APMCમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુક્તિ થતી નથી. આંતરીક જૂથવાદ એટલો ચરમસીમાએ પહોંચ્યો છે કે તે ઉકેલવામાં પ્રદેશ ભાજપ નિષ્ફળ જતા APMCના તમામ સભ્યોને રાજીનામા આપવાનું કહી દેવાયું છે. કૃષિ પ્રધાન આર.સી. ફળદુની ઓફિસમાં યોજાયેલી…

અમદાવાદ APMCના ચેરમેનનની ચૂંટણી કોરમના અભાવે મોકૂફ રખાઈ

અમદાવાદ એપીએમસીના ચેરમેન ચૂંટણી કોરમના અભાવે મોકૂફ રખાઈ છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ એપીએમસીના ચેરમેનની ચૂંટણી માટે બેઠક યોજાઈ હતી. જોકે 17 સભ્યો પૈકી એક માત્ર દશરથ પટેલ બેઠકમાં હાજર રહ્યા હતા. નિયમ મુજબ ચેરમેનની ચૂંટણીમાં એક તૃત્યાંશ સભ્યો બેઠક હાજર…

દેહગામ APMCમાં ચૂંટણીનું પરિણામ, ખેડૂતોની આ પેનલનો વિજય

દહેગામ APMCમાં ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી ભારે રસાકસીવાળી બની રહી હતી. ખેડૂત વિભાગમાં પરિવર્તન પેનલનો વિજય થયાની જાહેરાત કરાઇ હતી. પરિવર્તન પેનલનાં કુલ ૮માંથી ૭ ઉમેદવારો વિજયી બનતા પેનલનો ઉત્સાહ ચરમ પર હતો. પેનલનાં સભ્યોએ એક બીજા પર ગુલાલ…

અમદાવાદ : APMCનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટે સુધી પહોંચ્યો

અમદાવાદમાં એપીએમસીની ચૂંટણીનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. અને હાઈકોર્ટે રાજ્ય સરકાર અને એપીએમસીને નોટીસ ઈશ્યુ કરી છે. અગાઉ હાઇકોર્ટે 10 દિવસમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી અંગે નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો. જોકે એપીએમસી દ્વારા ચેરમેનની ચૂંટણી કરી પણ…

વેરહાઉસ બોર્ડ અને રાજ્ય સરકારે ચોમાસામાં સરકારી ગોડાઉનોમાં અનાજ ન બગડે તે માટે પગલા લીધાં

ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને લઈને સરકારી ગોડાઉનોમાં અનાજ ન બગડે તે માટે તકેદારીના ભાગરૂપે વેરહાઉસ બોર્ડ અને રાજ્ય સરકારે ખાસ પગલા લીધાં. વેરહાઉસ એકમો સીસીટીવીથી સજ્જ કરાયા છે. એપીએમસીમાં પણ ખેડૂતોનું અનાજ ન બગડે તેની તકેદારી રખાશે. ચોમાસુ નજીક છે ત્યારે…

ભરૂચ એપીએમસી સહિતના સ્થળો પર કેરીઓના વેપારીઓને ત્યાં દરોડા

ભરૂચના એપીએમસી સહિત અન્ય સ્થળોએ કેરીઓના વેપારીઓને ત્યાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. અને ૩૦૦ કિલોથી વધુ કેરીના જથ્થાનો નાશ કર્યો હતો. તે ઉપરાંત ૩ કિલો કાર્બાઈડનો પાવડર પણ જપ્ત કર્યો હતો. ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં અખાદ્ય…

નવસારીમાં એક મહિનામાં એપીએમસીમાં ૧.૨૫ લાખ મણ કેરીની આવક થઇ

ઉનાળો શરૂ થતાં જ કેરીની મોસમ શરૂ થતી હોય છે. પરંતુ બદલાતા મોસમની સાથે આ વર્ષે રાજ્યમાં કેરીનું ઉત્પાદન ઓછું છે. ત્યારે નવસારી જિલ્લો કેરીના ઉત્પાદન મુદ્દે રાજ્યમાં મોખરે રહ્યો છે. નવસારી જિલ્લામાં મૌસમની અસરના પગલે કેરીનો પાક ઓછો ઉતાર્યો છે….

લીમડાના ઝાડ નીચે ટ્રક ઉભો રાખીને ડાળ સાથે લટકી ગળાફાંસો ખાઇ લીધો

ભાભરના માર્કેટ યાર્ડમાં ઝાડ પર લટકતી લાશ મળી છે. માર્કેટ યાર્ડમાં ટ્રક લઈ ને આવેલ આધેડની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી છે. ભુપતજી ઠાકોર નામના મૃતક વીતી રાતે કાંકરેજના તેરવાડાથી ટ્રક  લઇને માર્કેટ યાર્ડમાં આવ્યા હતા. જ્યાં ટ્રકને લીમડાના ઝાડ…

ઇડર માર્કેટયાર્ડ પાસે ઘઉંના ટેકાના ભાવને લઇને ખેડૂતોએ મચાવ્યો હોબાળો

ઈડરમાં માર્કેટયાર્ડ પાસે ખેડૂતોએ હોબાળો મચાવ્યો. ઘઉંના ટેકાના ભાવ ન મળતાં ખેડૂતોએ વડાલી હાઈવે પર હંગામો મચાવ્યો. સરકારે નિયત કરેલા 347 રૂપિયાથી પણ ઓછા ભાવે હરાજી શરૂ થતાં ખેડૂતો રોષે ભરાઈને હરાજી અટકાવી હતી. ખેડૂતોના હોબાળાને પગલે પોલીસ ઘટના સ્થળે…

રાજકોટ માર્કેટયાર્ડની આગ માનવસર્જીત : શંકાસ્પદ વ્યક્તિ CCTV કેમેરામાં કેદ

રાજકોટમાં જૂના માર્કેટિંગ યાર્ડમાં લાગેલી આગ મામલે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી છે.. સીસીટીવીમાં એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો છે. બુકાનીધારી વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ અંગે મજૂરોએ જણાવ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ જ્વલનશીલ પદાર્થ બારદાનના કોથળામાં નાખ્યું હતું….

વિરમગામ APMC માં ખેડૂતોનો હોબાળો : હરાજી અટકાવાઇ, પોલીસ બોલાવવી ૫ડી

વિરમગામ APMC મા એરંડાના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો. જેથી  થોડીવાર માટે હરાજી રોકી દેવામાં આવી હતી. હરાજીમાં ભાગ લેવા માટે વિરમગામ ગ્રામ પંથકના મોટા ભાગના ખેડૂતો એરંડા લઇ વિરમગામ એપીએમસી માર્કેટયાડ ખાતે આવ્યાં હતાં. જ્યાં ખેડૂતોને…

ફક્ત રૂ.500 માં વેંચાય છે મગફળી : ખંભાળિયામાં ખેડૂતોએ મચાવ્યો હોબાળો

મગફળીનો પાક તૈયાર થઇને બજારમાં આવ્યો ત્યારથી ખેડૂતોને તેના પોષણક્ષમ ભાવ મળતા નથી. બજારમાં અત્યાર સુધી મગફળીના રૂ.600 સુધીના ભાવ મળતા હતાં. તેની સામે સરકારે ટેકાના ભાવ રૂ.900 જાહેર કર્યા હતાં. ૫રંતુ તેમાં લાંબા સમય સુધી ખેડૂતોનો વારો આવતો નથી….