GSTV

શિક્ષકોના આંદોલનને ઝટકો, આ જિલ્લાના શિક્ષકોએ ચાલુ રાખ્યું શિક્ષણકાર્ય

રાજ્યના પ્રથામિક શાળાના શિક્ષકો પોતાની પડતર માંગણીઓને લઈને માસ સીએલ પર ઉતર્યા છે. પરંતુ તેમાં છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકો ટેકો આપ્યો નથી. આ શિક્ષકોએ માસ સીએલને સમર્થન નહીં આપીને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું. રાજ્ય શિક્ષક સંઘના કાર્યક્રમમાં જોડાયા નહીં.

પડતર માંગોને લઈને હડતાળ પર ઉતરેલા શિક્ષકો પર પોલીસે કર્યો લાઠીચાર્જ

પોતાની પડતર માંગો સાથે એક દિવસની હડતાળ પર ઉતરેલા શિક્ષકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. વિધાનસભાનો ઘેરાવ કરવા જતા શિક્ષકો પર પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો. સેંકડો શિક્ષકોએ ગાંધીનગરમાં ઉદ્યોગ ભવન ખાતે દેખાવો કર્યા. ભેગા થયેલા શિક્ષકોએ સરકાર સામે આક્રોશ ઠાલવતા સૂત્રોચ્ચાર કર્યા.

શિક્ષકો રસ્તા પર બેસી ગયા હતા અને હાય હાયના નારા લગાવ્યા હતા. જેથી તેમને અટકાવવા માટે પોલીસ દોડી આવતા. પોલીસ અને શિક્ષકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. અને બાદમાં પોલીસે શિક્ષકો પર લાઠીઓ વરસાવી હતી. અને વિરોધ કરનારા શિક્ષકોની અટકાયત કરી હતી. મહિલા પોલીસ કર્મચારીઓ અને મહિલા શિક્ષકો વચ્ચે પણ રીતસરની ઝપાઝપી થઈ હતી. પોલીસે બળજબરીથી શિક્ષકોને પોલીસ વાન અને ખાનગી બસોમાં બેસાડી અટકાયત કરી હતી.

ગોધરામાં 50 શિક્ષકોની અટકાયત

ગોધરાથી ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવો કરવા જતા 50 જેટલા શિક્ષકોની કાકણપુર પોલીસે અટકાયત કરી. શિક્ષકો બઢતી અને ઉચ્ચ પગાર સહિતની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની રજૂઆત છે કે, આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતા કોઈ પણ પ્રકારનું નિવારણ લાવવામાં આવ્યુ નથી. જેથી આંદોલન કરવામાં આવી રહ્યુ છે.

બનાસકાંઠામાં 70 શિક્ષકોની અટકાયત

બનાસકાંઠા ના દિયોદરમાં ૭૦ જેટલા શિક્ષકોની અટકાયત કરાઇ છે. આ શિક્ષકો પોતાની માગ સરકાર સુધી પહોંચાડવા માટે વિધાનસભાનો ઘેરાવો કરવા જઈ રહ્યા હતા. પોલિસે અગમચેતી ખાતર તેઓની અટકાયત કરીને પોલિસ મથક લઇ ગઇ હતી.

Read Also

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!