GSTV

‘ભુલ ભુલૈયા 2’માં વિદ્યાની જગ્યા પર આ એક્ટ્રેસ ‘આમી જે તોમાર…’માં બતાવશે પોતાનો હોરર અવતાર

Last Updated on February 20, 2020 by Arohi

2007માં આવેલી ફિલ્મ ‘ભુલ ભુલૈયા 2’ થોડા સમયથી સતત ચર્ચામાં રહી છે. જ્યાં પહેલા આ ફિલ્મના લિડ રોલમાં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યનને લેવાના કારણે બબાલ મચી ગઈ હતી. હવે ખબર છે કે આ ફિલ્મમાં વધુ એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. ‘ભુલ ભુલૈયા’માં એક્ટ્રેસ વિદ્યા બાલનનો બંગાળી લિરિક્સ વાળુ ગીત ‘આમી જે તોમાર…’ જબરદસ્ત હિટ થયું હતું. પરંતુ હવે ખબર છે કે વિદ્યાનું આ આઈકોનીક ગીત ફિલ્મમાં બીજું કોઈ નહીં પરંતુ તબુ પર ફિલ્માવવાનું છે.

કાર્તિક આર્યન અને કિયારા છે લિડ રોલમાં

 ‘ભુલ ભુલૈયા 2’માં કાર્તિક આર્યન અને કિયારા અડવાની લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મની શૂટિંગ આ શુક્રવારે જયપુરમાં શરૂ થવા જઈ રહી છે. નિર્દેશક અનીસ બાજમીની આ ફિલ્મમાં ગઈ ફિલ્મના બે ગીતોને રિક્રિએટ કરવામાં આવશે. એ બે ગીત ‘હરે કૃષ્ણા હરે રામ’ અને ‘આમી જે તોમાર’ છે.

તબુની બીજી હોરર કોમેડી ફિલ્મ

ગોલમાલ 4 બાલ આ ફિલ્મ તબુની બીજી હોરર કોમેડી ફિલ્મ રહેશે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં કાર્તિક આર્યન તેજ લુક અને કપડાંમાં જોવા મળી રહ્યો છે જેમાં પહેલા અક્ષય કુમાર હતો.

શું કહે છે ફિલ્મના ડાયરેક્ટર?

ડાયરેક્ટર અનીસ બાજમીને જ્યારે પુછવામાં આવ્યું કે, ‘શું ભુલ ભુલૈયા 2 એક સીક્લ છે?’ તો તેમણે કહ્યું, કે સંપૂર્ણ રીતે નહીં. ફિલ્મમાં ગઈ ફિલ્મના બે ગીતોને રિક્રિએટ કરવામાં આવ્યા છે. આ ટાઈટલ સોન્ગ અને એક બંગાળી સોન્ગ. ફક્ત આ ફિલ્મના નામ સરખા છે બાકી કહાણી સરખી નથી બીલકુલ નવી છે.

Read Also

Related posts

યશરાજ ફિલ્મ્સે ચાર મોટી ફિલ્મોની રિલીઝ ડેટ કરી જાહેરાત, આ તારીખે મોટા પડદા પર આવશે અક્ષયની ‘પૃથ્વીરાજ’

Zainul Ansari

સ્લીવલેસ ડ્રેસમાં ક્યૂટ દેખાતી શમિતાએ લૂંટી લોકોની વાહવાહી, બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટની બહાર ચડી કેમેરાની નજરે

Zainul Ansari

મલાઈકા ફરી ચડી કેમેરાની નજરે : ટોપ અને ટાઈટ લેગિંગમાં વિખેરી આ અભિનેત્રીએ પોતાની અદાઓ, ક્યારેય નથી ચૂકતી વર્કઆઉટ રૂટિન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!