પનીર કીડાં, ઉંદરોનું દારૂ અને કોબ્રાનું હૃદયઃ અહીં છે વિશ્વનું અનોખું ફૂડ

ખાવા પીવાના તો તમે શોખીન હશો. અમદાવાદના માણેક ચોકથી લઇને રાજકોટની બજારોમાં ભરાતા ફાસ્ટફૂડને બે હાથે ભરપેટ અને દાબી દાબીને ખાયું હશે. પણ આજે અમે તમને એવી જગ્યાની શેર કરાવીશું જે સાંભળતા જ તમને ઉલટી થઇ જશે. તેને ચાખવાની તો શું મફતમાં જોવાની ઇચ્છા પણ તમે વ્યક્ત નહીં કરો. 

દુનિયાભરના કેટલાક દેશો પોતાની ખાણી પીણી માટે જગવિખ્યાત છે. કેટલાક દેશો તો એવા છે જ્યાં માત્ર માંસાહારનો ખાવા પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જોકે આ મામલે સ્વીડીશ મ્યુઝિયમમાં રાખવામાં આવેલા માંસાહારની જે ખબરો આવી રહી છે તે કોઇનું પણ હૈયુ કંપાવી મુકે તેવી છે. રિપોર્ટ મળી રહ્યા છે કે ત્યાં એક અનોખું મ્યુઝિયમ મુકવામાં આવ્યું છે. જેનો સીધો સંબંધ ખાવા પીવા સાથે છે. Disgusting Food Museum નામના આ સ્વીડીશ મ્યુઝિયમમાં જે રાખવામાં આવેલું છે તે જોયા બાદ બે દિવસ સુધી તમે ભોજનથી વિલુપ્ત રહેવાનું પસંદ કરશો. મ્યુઝિયમમાં પનીરમાં લાગેલા કીડા, ઘેટાની આંખોનું જ્યુસ, ઉંદોરમાંથી બનાવવામાં આવેલો દારૂ અને કોબરાનું હ્રદય રાખવામાં આવ્યું છે.  અહીં નીચે જ જોઇ લો… 

મ્યુઝિયમમાં રાખવામાં આવેલા આ પકવાન ઘણા લોકોને લઝીઝ લાગી રહ્યા છે. પણ કેટલાક એવા લોકો પણ છે જે મ્યુઝિયમમાં રાખેલા આ વ્યંજનોને જોઇ શોક થઇ ગયા છે. મ્યુઝિયમને સેમ્યુઅલ વેસ્ટના દક્ષિણી સ્વીડીશ શહેરના માલ્મો ખાતે આવેલા એક જૂના કતલખાનામાં ત્રણ મહિના માટે ખોલવામાં આવ્યું છે.

મ્યુઝિયમના ડાયરેક્ટર એન્ડ્રીંયાસ અહરેંસનું કહેવું છે કે, ઘૃણા હંમેશા વ્યક્તિપરક હોય છે જે તમારા મોટા હોવાની સાથે સાથે આવે છે. આ એક રીતનું પ્રવચન છે. અહેરેંસે વધુમાં જણાવ્યું હતું કે, જો આપણે કોઇ વસ્તુ સાથે મોટા થઇએ છીએ, તો આપણને તેમાં કંઇ ખોટું નથી લાગતું. મ્યુઝિયમમાં તો સસલાના માથાનું બનાવવામાં આવેલ પકવાન પણ રાખવામાં આવ્યું છે.

મ્યુઝિયમમાં પહોંચેલી 23 વર્ષીય હોંગકોંગની છાત્રા ચાર્લી લૈમે જણાવ્યું હતું કે, અત્યાર સુધી જેટલા પણ સંગ્રહાલય Disgusting Food Museum બધાથી વિચિત્ર છે. પ્રદર્શનમાં લાગેલા 80 પ્રકારના વ્યંજનોનું તેણે નિરીક્ષણ કર્યું. જેમાંથી કેટલાક વ્યંજનોનો સ્વાદ પણ ચાખ્યો. જેમાં શૂ ચાલુંને હું કોઇ દિવસ ભૂલી નહીં શકુ. આ મ્યુઝિયમ જો તમારે જોવું હોય તો 27 જાન્યુઆરી સુધી ઓપન ફોર ઓલ છે. જે પછી તેનું શટર ડાઉન થઇ જશે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter