GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

તબલિગી જમાતમાં ભાગ લેનારા વિદેશીઓને લઈને ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે, દિલ્હી પોલીસે કર્યો ખુલાસો

તબલિગી જમાતમાં આવેલા વિદેશીઓને લઈને એક મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસની તપાસમાં 943માંથી 197 વિદેશીઓના પાસપોર્ટ ગાયબ થઈ ગયા છે. પાસપોર્ટ અને વીઝા ન મળવાને લઈને દિલ્હી પોલીસ આ મુદ્દે અલગ થી કેસ પણ દાખલ કરી શકે છે. તબલિગી જમાતની તપાસમાં દિલ્હી પોલીસના જાણમાં આવ્યું હતું કે કુલ 943 વિદેશી નાગરિક દિલ્હીમાં હાજર છે, જેઓએ મરકઝમાં ભાગ લીધો હતો.

દિલ્હી પોલીસની તપાસમાં 943માંથી 197 વિદેશીઓના પાસપોર્ટ ગાયબ

આ જમાતી લગભગ 40થી વધુ દેશના છે અને તે બાદ તમામને દિલ્હીના અલગ અલગ સ્થળે કોરોન્ટીન કરી દેવામાં આવ્યા હતા. કેમકે તેમાંથી અનેક જમાતી કોરોના પોઝિટિવ તરીકે મળી આવ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પૂછપરછ દરમિયાન દિલ્હી પોલીસની ટીમે આ વિદેશ જમાતિઓને એક પ્રશ્નાવલી આપી હતી. પ્રશ્નાવલીના જવાબમાં વિદેશી જમાતિઓએ માન્યું હતું કે તેઓ પાસપોર્ટ અને વીઝા મેળવીને ભારત આવ્યા હતા. પરંતુ જ્યારે તેમની પાસેથી દસ્તાવેજ માગવામાં આવ્યા તો લગભગ 197 વિદેશી જમાતિઓએ પોતાના દસ્તાવેજ રજૂ કર્યા ન હતા.

લગભગ 197 વિદેશી જમાતિઓએ પોતાના દસ્તાવેજ રજૂ કર્યા ન હતા

જે અંગે પૂછવામાં આવતા તેઓએ કહ્યું હતું કે આ દસ્તાવેજ તેઓએ કયાંક રાખી દીધા છે પરંતુ હજુ સુધી આ દસ્તાવેજ પોલીસની સામે રજૂ નથી કર્યા. આ વિદેશી જમાતિઓ હજુ સુધી પોલીસ સમક્ષ દસ્તાવેજ ગાયબ થવાના કે ચોરી થયા અંગના કોઈ પુરાવાઓ પણ રજૂ નથી કરી શક્યા. ત્યારે કાયદાવિદનું માનવું છે કે દસ્તાવેજ ન મળવાને કારણે તેમના વિરૂદ્ધ નવો કેસ દાખલ થઈ શકે છે.

READ ALSO

Related posts

ખોટી બેંકનાં ખાતામાં ભૂલથી ટ્રાન્સફર થઈ ગયા છે પૈસા? જો ખાતેદાર પૈસા પરત આપાવની ના પાડે તો કરો આ કામ

Mansi Patel

ભાઈની સાથે મળીને આયુષ્માન ખુરાનાએ પંચકુલામાં ખરીદ્યુ ઘર, કરોડોમાં છે કિંમત

Mansi Patel

શું તમે પણ કરવા માગો છો સારી ફોટોગ્રાફી, તો આ 7 રીત તમને બનાવશે શ્રેષ્ઠ ફોટોગ્રાફર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!