GSTV

400 જમાતીઓ કોરોના પોઝિટીવ, મોદી સરકારે કહ્યું 9000 લોકોને હોમક્વોરંટાઈન કરાયા

Last Updated on April 4, 2020 by Alap Ramani

કોરોના વાયરસની ભારતમાં સ્થિતિને લઈને સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે પત્રકાર પરિષદ સંબોધ કહ્યું કે, દેશમાં બુધવારથી લઈને અત્યાર સુધીમાં કોરોના વાયરસના 338 નવા કેસ નોંધાયા છે. અને 12 લોકોનો આ જીવલેણ બીમારીએ ભોગ લીધો છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે લગભગ 400 કોરોને પોઝિટિવ કેસ સામે આવ્યાં છે, જેનો સંબંધ તબ્લીગી જમાત કલ્સ્ટર સાથે છે. તેઓએ કહ્યું કે વડાપ્રધાને રાજ્યોને આગ્રહ કર્યો છે કે કોરોના સંકટનું સમાધાન જિલ્લા સ્તરે કરવામાં આવે. આ ઉપરાંત તેઓએ સુરક્ષા કિટને લઈને ઓર્ડર આપવાનો અને તેની આપૂર્તિ શરૂ થઈ હોવાની જાણકારી આપી હતી. તેઓએ કહ્યું કે સ્થાનિક સ્તેર એન 95 માસ્ક બનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે.

એક કરોડ એન-95 માસ્કનો પણ ઓર્ડર આપવામાં આવ્યો

પીપીઈને રાજ્યોને પણ મોકલવામાં આવ્યાં છે. સાથે જ એક કરોડ એન-95 માસ્કનો પણ ઓર્ડર આપવામાં આવ્યો હોવાની માહિતી તેઓએ આપી. સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે કોરોનાનો ઈલાજ કરતાં ડોકટર સંક્રમિત થવાના કેસ સામે આવ્યાં છે પરંતુ તેમ છતાં આ જરૂરી છે કે હોસ્પિટલમાં પણ સંક્રામક રોગથી બચવા માટે સુરક્ષા ઉપાયોને અપનાવવામાં આવે.

જમાતી

9000 તબલિગી જમાતીઓની સરકારે ઓળખ કરી

સંવાદદાતા સંમેલનમાં ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું કે ગૃહ મંત્રાલયે 9000 તબ્લીગી જમાતના લોકો અને તેમના નજીકના લોકોની ઓળખ કરી તેઓએ કોરોન્ટાઈન હોમમાં મોકલવામાં આવે છે. આ 9000 લોકોમાંથી 1306 લોકો વિદેશી છે અને બાકીના ભારતીય. તેઓએ કહ્યું કે 2000 તબ્લીગી જમાતના સભ્યો દિલ્હીના છે, જેમાંથી 1804ને કોરોન્ટાઈન સેન્ટરમાં મોકલવામાં આવ્યાં છે જ્યારે 334 લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં છે.

ગૃહસચિવે પત્ર લખીને કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો

કોરોના વાયરસના સંક્રમણને રોકવા વડાપ્રધાન મોદીએ 21 દિવસ સુધી એટલે કે 14 એપ્રિલ સુધી લોકડાઉનનું એલાન કર્યુ છે. જો કે સરકારની એડવાયઝરી છતાં દેશભરમાં કેટલીક એવી તસવીરો સામે આવી છે જેમાં લોકડાઉનનું ઉલ્લંઘન જોવા મળે છે. કેટલાંક રાજ્યોમાં સ્થાનિક પ્રશાસન દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે. ત્યારે આ વચ્ચે કેન્દ્રીય ગૃહ સચિવે પત્ર લખીને કડક કાર્યવાહીની વાત કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કોરોનાવાયરસના લીધે છેલ્લા 24 કલાકમાં 328 નવા કેસ સામે આવ્યા છે. 151 દર્દી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે તબ્લિક જમાત સાથે જોડાયેલા 400 લોકો સંક્રમિત છે જ્યારે 9000 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. 30 રાજ્યોમાં 2,331કેસ અને 68 મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 338 નવા કેસ, 12 લોકોના મોત થયા છે. તબ્લિક જમાતના 400 લોકો સંક્રમિત થતાં સરકાર બગડી છે.

Related posts

ભવિષ્યવાણી / દેશમાં ચાલુ મહિને ત્રાટકી શકે છે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાતોએ આ અંગે આપી મોટી ચેતવણી

Zainul Ansari

જમ્મુમાં સતત મળી આવતા ડ્રોન વચ્ચે સ્ટેશનની નજીક દેખાયા બે શંકાસ્પદ લોકો, પહેર્યો હતો સેનાનો યુનિફોર્મ

Vishvesh Dave

મહારાષ્ટ્ર / શિવસેનાના કાર્યકરોએ મુંબઈ એરપોર્ટ પર કરી તોડફોડ, ‘અદાણી એરપોર્ટ’ના બોર્ડને પહોંચાડ્યું નુકસાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!