GSTV
Home » News » ગુજરાતમાં સીઆરસી-બીઆરસી ને ટેબલેટ તો આપ્યા પણ વિદ્યાર્થીને પુસ્તકો નથી મળ્યા તેનુું શું?

ગુજરાતમાં સીઆરસી-બીઆરસી ને ટેબલેટ તો આપ્યા પણ વિદ્યાર્થીને પુસ્તકો નથી મળ્યા તેનુું શું?

ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક મંડળ દ્વારા દર વર્ષે સરકારી અને અર્ધસરકારી શાળાઓના ધો-1 થી 12ના વિદ્યાર્થીઓને તમામ વિષયના પુસ્તકો મફતમાં આપવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણાં વર્ષથી આ પુસ્તકો વિદ્યાર્થીઓને સમયસર મળતા નથી જેને કારણે વાલીઓને પૈસા ખર્ચીને બજારમાંથી પુસ્તકો ખરીદવાની ફરજ પડે છે.

આ વર્ષે પણ પાઠ્ય પુસ્તક મંડળએ ગુજરાતની તમામ શાળાઓમાં સમયસર પુસ્તકો મોકલ્યાં નથી હાલમાં જે પુસ્તકો મોકલ્યા છે તે પણ ગુજરાતી મીડીયમ ના જ છે જોકે તેમાં પણ અમુક વિષયના પુસ્તકો આવ્યા નથી. તો ઘણી સ્કૂલોમાં તો એક પણ પુસ્તક આવ્યું નથી જેથી વાલીઓને બજારથી પુસ્તકો ખરીદવાની ફરજ પડી છે.

બીજી બાજુ અંગ્રેજી તથા હિન્દી અને ઉર્દુ જેવા માધ્યમના પુસ્તકો કોઈ જગ્યાએ આવ્યા નથી મોટાભાગની સ્કૂલોના આચાર્યો અને વાલીઓ ફરીયાદ કરે છે કે 10મી જૂન થી શાળા શાળાઓ ચાલુ થઈ ગઈ છે પરંતુ હજુ સુધી અમને પુસ્તકો મળ્યા નથી ક્યારે પુસ્તકો મળશે તેની ખબર નથી જેને કારણે ગુજરાતી મીડીયમ સિવાયના અન્ય તમામ માધ્યમના વાલીઓએ પણ ખુલ્લા બજારમાંથી પૈસા ખર્ચીને પુસ્તકો ખરીદી લીધા છે.

બીજીબાજુ તાજેતરમાં જ શિક્ષણ વિભાગે સરકારી પ્રાથમિક શાળાઓમાં ઇન્સ્પેકશનની ફરજ બજાવી રહેલા સી.આર.સી તથા બી.આર.સી કો-ઓર્ડીનેટરને ટેબલેટ આપ્યા છે એકસાથે લગભગ 6500 ટેબલેટ આપી દેવાયા છે જેને કારણે શિક્ષકો અને આચાર્યો એવો બળાપો કાઢી રહ્યા છે કે સરકાર અને શિક્ષણ વિભાગને માત્ર તાઈફા કરવામાં રસ છે વિદ્યાર્થીઓને પુસ્તકો આપવામાં જરા પણ રસ નથી.

શિક્ષણ વિભાગ અને પાઠ્યપુસ્તક મંડળના કેટલાક અધિકારીઓને માત્ર કૌભાંડમાં રસ છે માટે તેઓ જાણીબૂઝીને વેકેશન શરૂ થયાના દસ દિવસ પછી પણ પુસ્તકો આપતા નથી જેથી તેમના માનીતા ખાનગી પ્રકાશકોને ફાયદો થાય એટલું જ નહીં જે પાઠ્યપુસ્તકો વધે તેને પસ્તીમાં પધરાવીને રોકડી કરી શકાય આ રીતના આક્ષેપો ખુદ શિક્ષકો અને વાલીઓ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

બોટાદ નગરપાલિકાના છ સભ્યો ભાજપમા જોડાયા, સૌરભ પટેલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા

Mansi Patel

ઝેરી સર્પે વૃદ્ધને માર્યો ડંખ તો ગુસ્સામાં તે વૃદ્ધે સર્પને ચાવી નાખ્યો પછી થયું એવું કે…

Path Shah

The Pianist : તમને જે વસ્તુ દિલથી ગમતી હશે તે તમારી પાછળ પાછળ આવી જ જશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!