GSTV
Home » News » જેઠાલાલના પ્રશંસકો માટે આવ્યા ખરાબ સમાચાર, હવે છે ફક્ત બે જ ઓપ્શન

જેઠાલાલના પ્રશંસકો માટે આવ્યા ખરાબ સમાચાર, હવે છે ફક્ત બે જ ઓપ્શન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એવી કોમેડી સીરિયલ છે, જે ક્યારે પણ અટકી નથી અને સતત પોતાના દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે. તેમજ આ સીરિયલમાં ક્યારે લીપ નથી આવ્યો અને ન ક્યારે એક્ટર્સને લઈને કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. 28 જુલાઈએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ પોતાના 10 પૂરા કર્યા હતા. આ શો ના જેઠાલાલ, દયાબેન, બાપૂજી, ટપ્પૂ, મહેતા સાહેબ, સોઢી અને પોપટલાલ જેવા કેરક્ટર ઘેર-ઘેર લોકપ્રિય થઈ ગયા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન બાળકોથી લઈને મોટી ઉંમરના દરેક લોકો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની ઉપર ખૂબ જ મુસીબત આવી પડી છે. નટ્ટુ કાકા અને બાઘાની ભૂલનું વળતર જેઠાલાલને ચુકવવું પડી રહ્યું છે. જેઠાલાલ દુકાન પર આવીને પોતાના બિઝનેસ માટે વાત કરે છે અને કહે છે કે એ પોતાની દુકાન વેચવાનું વિચારી રહ્યો છે. જેઠાલાલ વિચારવા લાગે છે કે એમ પણ એમની દુકાન પર નાનું નાનું વેંચાણ થઇ રહ્યું છે અને આ વિચારીને ગુસ્સો આવવા લાગે છે. જેમ જેમ દિવસ વધે છે એમ એનું ટેન્શન પણ વધતું જાય છે. બીજા દિવસે છાપુ વાંચતા ઇલેક્ટ્રોનિક્સને વેચવાની એક જાહેરાત જોવે છે. ટીવી સિરીયલ તારક મ્હેતા કા ઉલ્ટા ચશ્માના મુખ્ય કલાકાર જેઠાલાલ માટે મુસિબતો હવે નવી નથી.

જેઠાલાલની દુકાન સૂરમા ભાઇ ખરીદવા ઇચ્છે છે

નટ્ટુ કાકા અને બાઘાએ કહ્યું કે આ પ્રકારની ઘટના બનતી રહે છે, એટલા માટે એમને દુકાન વેચવાનો નિર્ણય કર્યો. આ બધી વાતચીત થાય છે અને મગન આવે છે ત્યારે જણાવે છે કે દુકાનમાં કેટલાક ગુંડા ઘૂસી આવ્યા છે. એ કહી રહ્યા છે કે દુકાન ખાલી કરો કારણ કે એ એમના માલિકની પ્રોપર્ટી છે. જેઠાલાલની દુકાન સૂરમા ભાઇ ખરીદવા ઇચ્છે છે પરંતુ જેઠાલાલને એમને વેચવાનો કોઇ ઇરાદો નથી.

ગોકુલધામ સોસાયટીના તમામ પુરુષો સૂરમા ભાઇના બંગલામાં પહોંચે છે અને એમની સાથે વાતચીત કરે છે. એ તમામ એમને ભલામણ કરે છે કે એમને જેઠાલાલની દુકાન પાછી આપી દેવી જોઇએ. એની ઉપર સૂરમાં ભાઇ બે વિકલ્પ આપે છે. જેમા એક ઓપ્શન જેઠાલાલ 5 કરોડ લઇ લે અને ચૂપચાપ શાંતિપૂર્વક પાછા ચાલ્યા જાય. જ્યારે બીજો વિકલ્પ એ છે કે જેઠાલાલ પૈસા વગર પાછા ચાલ્યા જાય અને એમનું મન કરે એવો પ્રયત્ન જેઠાલાલ કરી શકે છે. કારણ કે, હવે ટીવી સિરીયલ તારક મ્હેતા કા ઉલ્ટે ચશ્માની સ્ક્રિપ્ટમાં ફેરફાર થઈ રહ્યાં છે આ ઉપરાંત બીજી વિષયોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. હવે જોવાનું એ છે કે, પોતાની દુકાન બચાવવા જેઠાલાલ કેવાં પગલાં ભરે છે.

Related posts

સૌરવ ગાંગુલીએ કોલકાતા ટેસ્ટ જોવા આમંત્રણ મોકલ્યું બાંગ્લાદેશનાં PMને, મળ્યો આવો જવાબ

NIsha Patel

દિવાળી પહેલાં ઉપાડી લેજો રૂપિયા, બેન્કો તો છે બંધ પણ એટીએમમાં પણ લાગશે આ બોર્ડ

Bansari

ભાંગની ખેતીને મંજુરી આપવાની તૈયારીમાં, સરકાર બનાવી રહી છે નીતિ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!