GSTV

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લેખકે કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં જે કારણ લખ્યું છે એ જાણીને હલી જશો

તારક

પોપ્યુલર ટીવી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ તરફથી દુખદ સમાચાર મળી રહ્યાં છે. આ શૉના લેખક અભિષેક મકવાણાએ 27 નવેમ્બરે આત્મહત્યા કરી લીધી. અભિષેકે પોતાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઇ લીધો. પોલીસનું કહેવુ છે કે અભિષેક મકવાણાએ સુસાઇડ નોટમાં આર્થિક તંગીનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે મૃતકના પરિવારજનોનો આરોપ છે કે તે સાયબર ક્રાઇમ અને બ્લેકમેલનો શિકાર બન્યો હતો.

પરિવારને આવી રહ્યા છે ફ્રૉડ કૉલ

અભિષેક મકવાણાના પરિવારનું કહેવુ છે કે અભિષેકના નિધન બાદ તેમને ફ્રૉડ કૉલ આવી રહ્યા છે. પરિવારનું કહેવુ છે કે, તે લોકો કૉલ કરીને પૈસા માંગી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે અભિષેકે લોન લેતી વખતે પોતાના પરિવારને ગેરેન્ટી આપનાર બનાવ્યા હતાં. અભિષેકના ભાઇ જેનિસનું કહેવુ છે કે તેમણે કેટલાંક ઇમેલ વાંચ્યા છે જે બાદ તેમને અહેસાસ થયો કે અભિષેકને કોઇએ ફાઇનાન્શિયલ જાળમાં ફસાવ્યો હતો. જેનિસે કહ્યું કે, ઇમેલ રેકોર્ડ જોયા બાદ મને સમજાયુ કે પહેલા મારા ભાઇએ એક એપ દ્વારા નાની લોન લીધી જે ઉંચુ ઇન્ટ્રેસ્ટ લઇ રહી હતી. તે બાદ મે તેમની અને ભાઇની ટ્રાન્જેક્શન ડિટેલ જોઇ તો સમજાયુ કે તે મારા ભાઇને નાની નાની રકમ આપતા રહેતા હતાં જ્યારે મારા ભાઇએ તો બીજી કોઇ લોન લીધી ન હતી. લોનનુ ઇન્ટ્રેસ્ટ 30 ટકા હતુ.

તારક

છેતરપિંડી અને બ્લેકમેલનો ભોગ બન્યો અભિષેક

જેનિસે કહ્યું કે જ્યારે તેને અભિષેક મકવાણાના નિધનની જાણ થઇ ત્યારથી તેમને વારંવાર કૉલ આવી રહ્યાં છે અને ખોટી વાતો કરીર રહ્યા છે. એક નંબર બાંગ્લાદેશનો છે, એક મ્યાનમારનો અને બાકી ભારતના અલગ અલગ રાજ્યોના છે. જેનિસે કહ્યું કે, મને અલગ અલગ નંબરોથી કૉલ આવી રહ્યાં છે, જેમાં તેમણે કોઇ લોનની ચુકવણી કરવાની માંગ કરી. એક કૉલ બાંગ્લાદેશ અને એક લૉલ મ્યાનમાર તથા અન્ય કૉલ દેશના વિભિન્ન રાજ્યોમાંથી આવ્યા.

Read Also

Related posts

કંગાળ પાકિસ્તાન: કોરોના રસી ખરીદવા પણ નથી પૈસા, દેવુ વધતા ‘જિન્નાહ’ની ઓળખને ગીરવે મુકશે ઇમરાન

Bansari

બુલેટ ટ્રેન પ્રોજેકટ/ સમુદ્ર નીચે સુરંગ બનાવવા માટે 7 ભારતીય કંપનીએ દેખાડયો દમ

Mansi Patel

પેટ્રોલ-ડીઝલના ભાવે ભારતીયોની કમર તોડી: પાકિસ્તાનમાં ભારતથી અડધી કિંમતે પેટ્રોલ, દેશ આ નાનકડા ગામમાં સૌથી મોંઘુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!