GSTV
Home » News » વર્લ્ડ કપ પછી તારક મહેતામાં થશે દયાબેનની એન્ટ્રી, શું પાછી આવશે દીશા વકાણી?

વર્લ્ડ કપ પછી તારક મહેતામાં થશે દયાબેનની એન્ટ્રી, શું પાછી આવશે દીશા વકાણી?

disha vakani

તારક મહેતાના ઉલટા ચશ્મામાં દયાબેનને પાછી લાવવા માટે સસ્પેન્સ અકબંધ છે. શોમાં દયાબેનની ભૂમિકા ભજવી રહેલી દિશા વાંકાણી લાંબા સમયથી શો માંથી ગાયબ છે. ફેન્સ તેમના ફરી આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જાણકારી છે કે શોમાં દયાબેનનું પુન આગમન થાય છે. અહેવાલો અનુસાર, તારાક મહેતામાં દયાબેન આઈસીસી વર્લ્ડ કપ 2019 પછી શોમાં એન્ટ્રી કરશે. પરંતુ દિશા વાકાણી દયા બેનનો રોલ કરશે કે નહીં આ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી.

તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2017 થી દિશા શોમાં આવતી નથી. તે મૈટરનિટી રજા પર હતા પરંતુ બાળકને સાચવવા માટે વાંકાણીએ તેની રજા આગળ વધારી હતી. નિર્માતાઓએ લાંબા સમયથી અભિનેત્રી માટે રાહ જોઈ હતી. તેમના ન આવવા પર, તેઓએ જાહેરાત કરી હતી કે તેઓ નવી દયાબેનની શોધમાં છે. તે જ સમયે નિર્માતા અસિત મોદીએ કહ્યું હતું કે દિશા ઈચ્છે તો શોમાં પાછી આવી શકે છે.

Tarak Mehta Ka Ooltah Chashmah

વચ્ચે એવી પણ જાણકારી આવી હતી કે દિશાએ પાછુ શોમાં આવવાનું નક્કી કર્યું છે અને તે 18મી મેથી તારક મહેતાની શૂટિંગ શરૂ કરશે. જો કે તેવુ થયું નહીં. દિશા પાછી આવશે કે નહીં અથવા કોઈ બીજુ તેનુ પાત્ર ભજવશે તે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે. જો દિશા પાછી આવે, તો તે ફેન્સ માટે કોઈ ટ્રીટ કરતા ઓછું નહીં હોય.

જણાવી દઈઓ કે શોમાં હમણાં બતાવવામાં આવે છે કે દયાબેન પરિવારને મળવા માટે અમદાવાદ ગઈ છે અને ઘણા સમયથી ત્યાં જ છે.

READ ALSO

Related posts

સુરતમાં સ્કૂલવેન ચાલકો પાસે ઉઘાડી લૂંટ કરતા એજન્ટોનો વીડિયો વાયરલ

Nilesh Jethva

કાંકરીયા: એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ તૂટી પડવાનો મામલો, રાજયકક્ષાના પ્રધાને કર્યું ગૃહમાં સંબોધન

Path Shah

ICAI દ્વારા બેદિવસીય સેમિનારનું આયોજન કરાયું, બીજેપીના ઉપપ્રમુખ અને રાષ્ટ્રીય પ્રવકતા રહ્યા હાજર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!