તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલની એક્ટ્રેસ બબીતાને જોઇને જેઠાલાલ પાણી પાણી થઈ જતા હોય છે. એમ માનવામાં આવે છે કે જેઠાલાલની આ હરકતની બબીતાને ખબર પડતી નથી પરંતુ આ રોલ નિભાવી રહેલી હિરોઇન મુન મુન દત્તાના જીવનમાં એવી ઘણી ઘટના બની ચૂકી છે જ્યારે તેને એ વાતનો અંદાઝ આવી ગયો હોય કે તેની સાથે કાંઇક ખોટું થઈ રહ્યું છે. તારક મહેતા સિરિયલની આ એક્ટ્રેસે પોતાની સાથે બનેલી આ પ્રકારની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
મી ટુ મુવમેન્ટ દરમયાન તેણે કરી હતી વાત
તેણે પોતાની હાલત વિશે એક વાર કહ્યું હતું કે તેનો એક ટ્યુશન ટીચર હતો જે નાની છોકરીઓ સાથે દુર્વ્યવહાર કરતો હતો.
મી ટુ મૂવમેન્ટ દરમિયાન તેણે આ તમામ વાતો કરી હતી. બબીતાએ કહ્યું હતું કે મારી સાથે વર્ષો અગાઉ આમ બન્યું હતું પરંતુ તેણે એ બાબત જાહેર કરી ન હતી. એક્ટ્રેસે કહ્યું કે મારી સામે આમ બનતું હતું ત્યારે મારી આંખમાં આંસૂ આવી જતા હતા. હું મારી નજીકના એક અંકલથી ઘણી ડરતી હતી. કેમ કે તેમને જ્યારે પણ તક મળતી ત્યારે તેઓ મને તેમાં આલિંગનમાં લઈ લેતા હતા. મને તેઓ ધમકી પણ આપતા હતા કે આ વિશે કોઈને જાણ નહીં કરવાની.
પોતાની ફિમેલ સ્ટુડન્ટને તેની બ્રાની સ્ટ્રેપ પકડીને ખેંચતો હતો ટીચર
બબીતાએ ઉમેર્યું હતું કે મારા કરતાં ઉંમરમાં ઘણા મોટા કઝિન તેમની દિકરીઓ કરતાં મને અલગ જ નજરથી જોતા હતા. એ માણસ જેણે મને હોસ્પિટલમાં જન્મ થયો ત્યારે જોઈ હતી અને હું 13 વર્ષની થઈ ત્યારે મને સ્પર્શ કરવાનું પણ યોગ્ય સમજતા હતા. કેમ કે એ વખતે હું ટિનેજર હતી અને મારા શરીરમાં પરિવર્તન આવી ગયું હતું. અથવા તો એ ટ્યુશન ટીચર જે મને નીચે હાથ લગાડતો હતો અને જેમને મેં રાખડી બાંધી હતી તે પોતાની ફિમેલ સ્ટુડન્ટને તેની બ્રાની સ્ટ્રેપ પકડીને ખેંચતો હતો. તે છોકરીઓના સ્તન પર થપ્પડ મારતો હતો.
બબીતાએ જણાવ્યું કે શરમને કારણે આ વાત હું કોઈને કહી શકતી ન હતી.આમ થાય ત્યારે દરેક સ્ત્રી માટે પુરુષો પ્રત્યે એક પ્રકારની નફરત પેદા થઈ જતી હોય છે.
- GSTV Exclusive / અમદાવાદના આકાશમાં આ શું દેખાયું?, પરગ્રહવાસીઓ, ધૂમકેતુ કે કંઈ બીજું?
- જામનગરના ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાંથી ઇન્ટરનેટના ડિવાઇસની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
- 100 ટકા બેટરી ચાર્જ થયા પછી પણ સ્માર્ટફોનને ચાર્જિંગમાંથી કાઢવામાં ન આવે, તો શુ થાય છે, જાણો
- દેશની સૌથી મોટી બેંકની સ્પષ્તા / SBIએ અદાણી ગ્રુપને અધધ.. 21000 કરોડની આપી લોન, બેંકના ચેરમેને આપ્યું નિવેદન
- હિરોઈન ચાલી કહેવા અંગે ઠપકો આપતા મામલો બિચકયો: ત્રણને ઇજા