દયા બેન પરત નહી ફરે તો… આખરે દિશા વાકાણીની વાપસીને લઇને તારક મહેતાના પ્રોડ્યુસરે તોડ્યુ મૌન

ટેલીવિઝન શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેટલો લોકપ્રિય છે તેટલું જ લોકપ્રિય આ શૉનું કેરેક્ટર દયા બેનનું છે. પાછલાં ઘણાં સમયથી તેમના કમબેકને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. તાજેતરમાં જ એવું જાણવા મળ્યું હતું કે દિશાએ શૉને અલવિદા કહી દીધું છે. તે હવે શૉમાં પાછી નહી ફરે અને શૉમાં તેનું રિપ્લેસમેન્ટ શોધવામાં આવશે.

રિપોર્ટ્સ અનુસાર દિશાએ શૉમાં પરત ફરવા માટે કેટલીક શરતો મુકી છે. જો કે શૉના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ આ અંગે કંઇ કહેવાથી ઇનકાર કરી દીધો હતો. પરંતુ આખરે તેમણે દિશાની વાપસી પર ચુપ્પી તોડી છે.

અસિત મોદીએ જણાવ્યું કે, મારો એક્ટ્રેસ સાથે કોઇ વિવાદ નથી. દિશા ગત એક વર્ષ કરતાં પણ વધુ સમયથી અમારી સાથે કામ નથી કરી રહી. કોઇપણ મા માટે આ સ્વાભાવિક છે કે તે પોતાના બાળક સાથે સમય પસાર કરવા માંગે. પરંતુ હવે તેની દિકરી એક વર્ષથી થઇ ગઇ છે, તો અમે આશા રાખીએ છે કે દિશા શૉમાં પરત ફરશે. મારા દર્શકો દયા બેનની લાંબી ગેરહાજરી પર સવાલ ઉઠાવી રહ્યાં છે પરંતુ રેટિંગ પર તેની કોઇ અસર થઇ નથી.

અસિતે જણાવ્યું કે, અમે દિશાને નિર્ણય લેવા માટે પૂરતો સમય આપ્યો છે. રિપોર્ટસથી વિરુદ્ધ, કોઇ પૈસાને લગતી સમસ્યા નથી કારણ કે મારી ટીમ સતત તેના સંપર્કમાં છે. કોઇપણ મુદ્દાનો ઉકેલ લાવી શકાય છે. હાલ તો હું તેના પરત ફરવાની રાહ જોઇ રહ્યો છુ. મારુ માનવું છે કે કોઇપણ એક્ટર શૉથી મોટો નથી હોતો.

જણાવી દઇ કે દિશા સપ્ટેમ્બર 2017થી શૉમાંથી ગાયબ છે. તેમણે નવેમ્બર 2017માં દિકરીને જન્મ આપ્યો હતો. તે બાદથી તેણે શૉમાં વાપસી નથી કરી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter