GSTV
Home » News » ‘તારક મહેતા…’માંથી દયા બેનની છુટ્ટી, આ એક્ટ્રેસ લેશે દિશા વાકાણીનું સ્થાન

‘તારક મહેતા…’માંથી દયા બેનની છુટ્ટી, આ એક્ટ્રેસ લેશે દિશા વાકાણીનું સ્થાન

 લાંબા સમયથી દયા બેન એટલે કે  દિશા વાકાણીના શૉમાં પરત ફરવાને લઇને ચાલી રહેલા સસ્પેન્સ પર હવે પૂર્ણ વિરામ મુકાઇ ગયો છે. સબ ટીવીના પોપ્યુલર કોમેડી શૉમાં હવે દયા બેનની વાપસી નહી થાય. શૉના મેકર્સ હવે વધુ રાહ જોવાના મૂડમાં નથી. પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યું કે હવે તે એક નવા ચહેરાની તલાશમાં છે.

Disha Vaikani

એક ઇન્ટરવ્યુમાં અસિત મોદીએ જણાવ્યું કે મારે નવા દયા બેનની તલાશ શરૂ કરવી પડશે. કોઇ પણ શૉ કરતાં મોટુ નથી. તારક મહેતા નવા ચહેરા સાથે આગળ વધશે કારણ કે દયા બેન વિના શૉનો પરિવાર અધુરો છે. અસિત કુમાર મોદીનું કહેવું છે કે તેમની ટીમે દિશા વાકાણીના પરત ફરવા માટે ઘણી રાહ જોઇ છે. તેવામાં હવે દિશાના સ્થાને કઇ એક્ટ્રેસ આવશે તેને લઇને ત્રણ નામ ચર્ચાઇ રહ્યાં છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દયાબેન એટલે કે દિશા વાંકાણી ઘણાં સમયથી શોમાંથી ગાયબ છે. શોના મેકર્સ પણ તેની રાહ જોઈને થાકી ગયા અને હવે આ મામલે છેલ્લો નિર્ણય લેવાના મૂડમાં છે. તેવામાં હવે શૉમાં દિશાના સ્થાને એક એવી એક્ટ્રેસ લાવવામાં આવી રહી છે જેણે પહેલાથી જ પોતાની એક્ટિંગના દમ પર દર્શકો વચ્ચે ધાક જમાવી રાખી હોય.

શિલ્પા શિંદે

મીડિયા રિપોર્ટસ અનુસાર દયાબેનના કિરદાર માટે જે નામની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે તે છે અંગૂરી ભાભીનું કિરદાર નિભાવીને ફેમસ થયેલી એક્ટ્રેર શિલ્પા શિંદે. શિલ્પા બિગબોસમાં ભાગ લઇને ચર્ચામાં રહી હતી. અને હવે જોવું રહ્યું કે દયા બેનના કિરદારમાં દર્શકો શિલ્પાને કેટલી પસંદ કરે છે.

સુગંધા મિશ્રા

જાણીતા કોમેડિયન સુગંધા મિશ્રા પણ મેકર્સની લિસ્ટમાં સામેલ છે. સુગંધા એક ઉમદા મિમિક્રી આર્ટિસ્ટ પણ છે તેવામાં દયા બેનના લહેકામાં બોલવુ તેના માટે સરળ બની જશે. હવે તે તો સમય જ જણાવશે કે દયા બેનના પાત્ર માટે સુગંધા મિશ્રાનું નામ ફાઇનલ કરવામાં આવે છે કે નહી.

સુમોના ચક્રવર્તી

આ લિસ્ટમાં જે ત્રીજુ નામ છે તે છે સુમોના ચક્રવર્તી. કપિલના શૉથી ઘર-ઘરમાં ફેમસ થયેલી સુમોનાને આ કિરદાર માટે પરફેક્ટ માનવામાં આવી રહી છે. હવે જોવું રહ્યું કે તે આ કિરદારને પ્રાથમિકતા આપે છે કે નહી.

Read Also

Related posts

Dhanteras 2019: આ ધનતેરસે રાશિ પ્રમાણે ખરીદો આ ગિફ્ટ, જીવનભર સાથે રહેશે પાર્ટનરનો પ્રેમ

pratik shah

INX મીડિયા કેસમાં જામીન માટે પી ચિદંબરમ દિલ્હી હાઇકોર્ટની શરણે

Bansari

થરાદમાં ગટરનાં પાણીનાં ત્રાસને લઈને સ્થાનિક મહિલાઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!