GSTV
Home » News » Video: સીધી-સાદી દેખાતી ‘દયા બેન’ કરી ચુકી છે આવી બોલ્ડ ફિલ્મો, આવું હતું દિશા વાકાણીનું બોલીવુડ ડેબ્યૂ

Video: સીધી-સાદી દેખાતી ‘દયા બેન’ કરી ચુકી છે આવી બોલ્ડ ફિલ્મો, આવું હતું દિશા વાકાણીનું બોલીવુડ ડેબ્યૂ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉની લોકપ્રિયતા કેટલી છે તે જણાવવાની જરૂર જ નથી. શૉના કિરદાર દયાબેનના કારણે એક્ટ્રેસ દિશા વાકાણી ઘર-ઘરમાં ફેમસ થઇ ગઇ છે. દિશા વાકાણી જ્યાં ટીવી શૉમાં પોતાના કૉમિક અંદાજ માટે જાણીતી છે ત્યાં ઘણા ઓછા લોકો જાણતા હશે કે દિશા બોલીવુડ ફિલ્મોમાં પણ નજરે આવી ચુકી છે. દિશા વાકાણીએ બોલીવુડ ડેબ્યૂ એક બોલ્ડ ફિલ્મથી કર્યુ હતું.

દિશા વાકાણી સંજય લીલા ભણસાલીની ફિલ્મ જોધા અકબર અને દેવદાસ જેવી ફિલ્મોમાં પણ નજરે આવી ચુકી છે. આ ઉપરાંત દિશાએ કરિયરની શરૂઆતના દિવસોમાં અનેક બી-ગ્રેડ ફિલ્મો કરી છે.

દિશાએ બોલીવુડ ડેબ્યુ ‘કમસિન-ધ અનટચ્ડ’થી કર્યુ હતુ.  ફિલ્મમાં દિશાએ અનેક બોલ્ડ સીન્સ આપ્યાં છે. આ ફિલ્મ વર્ષ 1997માં રિલિઝ થઇ હતી. ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહેલી દિશાને 2008માં તારક મહેતા  કા ઉલ્ટા ચશ્મા શૉની ઑફર મળી હતી. આ શૉથી દયાબેન ત્યારથી જોડાયેલી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉથી ટીવીની દુનિયામાં જાણીતો ચહેરો બનેલી દિશાને આજે કોઇ ઓળખની જરૂર નથી. દિશા વાકાણીએ વર્ષ 2015માં મુંબઇ બેઝ્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પંડ્યા સાથે લગ્ન કર્યા હતાં.

વર્ષ 2017માં દિશાએ દિકરીને જન્મ આપ્યો હતો. તે બાદથી જ દિશા મેટરનીટી લીવ પર છે અને તેના ફેન્સ તેની વાપસીની રાહ જોઇ રહ્યાં છે. તાજેતરમાં જ એવી ખબર સામે આવી હતી કે શૉના મેકર્સ હવે દિશા વાકાણીને રિપ્લેસ કરવા માંગે છે. તેના માટે તેમણે ઓડિશન પણ શરૂ કરી દીધાં છે. તેવામાં બીજા રિપોર્ટસ પણ આવ્યાં હતાં કે દિશા શૉમાં પરત ફરી શકે છે.

Read Also

Related posts

24 વર્ષના યુવકને પોતાનાથી મોટી ઉંમરની મહિલા સાથે થઈ આંખ મિચોલી, મહિલાએ કહ્યું ‘રોજ સંબંધ બાંધ…’

Bansari

ગરબાના નામે યોજાયો ઢબુડીનો દરબાર, ભાજપ-કોંગ્રેસ નેતાઓનો મુજરો

Nilesh Jethva

દોરા જેવી પાતળી બિકીની પહેરીને બીચ પર ફરવું આ યુવતીને ભારે પડ્યું, લોકોએ ફોટા પાડીને….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!