GSTV

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: જાતિવાચક શબ્દો બોલવા બબીતાને ભારે પડ્યા, અસિત મોદીએ લીધો આ મોટો નિર્ણય

Last Updated on July 25, 2021 by Pravin Makwana

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ફેન્સ વચ્ચે વર્ષોથી ખાસ ઓળખાણ બનાવી છે. આ શોને લોકોને વચ્ચે ખૂબ જ લોકપ્રિયતા પણ મળી, આ શોના તમામ સ્ટાર્સ લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. આવા સમયે હાલમાં જ બબીતાનું પાત્ર નિભાવી રહેલી અભિનેત્રી મુનમુન દત્તા વિવાદોમાં સપડાઈ છે.

મુનમુનને એક વીડિયોમાં જાતિસૂચક શબ્દો બોલવા ખૂબ જ ભારે પડ્યા છે. એક્ટ્રેસે એક વીડિયો બનાવીને જાતિસૂચક શબ્દો બોલતી હોય તેવો વીડિયો સો.મીડિયા પર શેર કર્યો હતો. જે બાદ લોકો ખૂબ ગુસ્સે થયા હતા. આટલુ જ નહીં પણ તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કેટલીય જગ્યાએ નોંધાવામાં આવી. તેણે હાઈકોર્ટમાંથી તેના પર સ્ટે લગાવ્યો હતો. ત્યારે હવે આ શોના મેકર્સે પણ ધડો લીધો છે.

મેકર્સે લીધો મોટો નિર્ણય

ભલે આ ઘટના બાદ મુનમુન દત્તા જાહેરમાં માફી માગી હોય પણ હવે આ પ્રકારની કોઈ ઘટના ન બને, બની શકે ત્યાં સુધી દૂર રહેવા માટે શોના મેકર્સે એક ખાસ રીત અપનાવી છે. હવે શોના એક્ટર્સને અંડરટેકીંગ સાઈન કરાવામાં આવશે. જેથી ભવિષ્યમાં આવા કોઈ નિવેદન આપે નહીં.

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે અસિત મોદીનું માનવું છે કે, મુનમુન દત્તાએ માફી માગ્યા બાદ પણ વિવાદ શાંત થયો નથી. જેના કારણે મેકર્સે તમામ સ્ટારને અંડરટેકીંગ સાઈન કરવા જઈ રહ્યા છે. જેથી કોઈ હલકી ભાષાનો પ્રયોગ ન કરે, જાતિસૂચક શબ્દોનો ઉપયોગ ન કરે. સો. મીડિયા પર આ વાતોનું ખાસ ધ્યાન રાખે.

એટલુ જ નહીં એવું પણ કહેવાય છે કે, અસિત મોદી ઈચ્છે છે કે, થોડા દિવસ માટે બબીતાનું ટ્રેક લખવામાં ન આવે. જેથી સેટ પર કોઈ હોબાળો ન થાય. હાલમાં જ અપડેટ આવી હતી કે, મુનમુન દત્તાએ તારક મહેતા શોમાંથી છૂટી કરી દીધી છે. જો કે આ એક અફવા હતી.

તારક મહેતા કા ઉલ્ટ ચશ્મા શો, દર્શકોની વચ્ચે નંબર વન શો બનતો જાય છે. શોમાં આવતી હળવી શૈલીની કોમેડી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. શો ટીઆરપી મામલે વર્ષોથી પોતાની સારી એવી જગ્યા બનાવી ચુક્યો છે. આ શોની લીડ એક્ટ્રેસ દયાબેન ભલે લાંબા સમયથી ગાયબ હોય છતાં પણ લોકોને આ શો ખૂબ પસંદ આવે છે. આપને જણાવી દઈએ કે, શોની અંદર જેઠાલાલ અને બબીતાની જોડી લોકોમાં ખાસ્સુ આકર્ષણ ઊભું કરે છે.

READ ALSO

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!