GSTV
Entertainment Television Trending

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ સુનીલ હોલકરનું નિધનઃ લીવર સિરોસિસથી પીડિત હતા

લોકપ્રિય ટીવી સિરિયલોમાંની એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો માટે એક ખરાબ સમાચાર છે. સિરિયલમાં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેતા સુનીલ હોલકરનું નિધન થયું છે. તેણે ઘણી હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું અને પોતાના શાનદાર અભિનયથી બધાનું મનોરંજન કર્યું પરંતુ હવે તે આપણી વચ્ચે નથી.

સુનીલ માત્ર 40 વર્ષનો હતો. તેના પરિવારમાં તેની માતા, પિતા, પત્ની અને બે બાળકો છે. રિપોર્ટ્સ અનુસાર સુનીલ છેલ્લા કેટલાક દિવસોથી લિવર સોરાયસિસથી પીડિત હતા. તે ડોક્ટરો પાસેથી સારવાર પણ લઈ રહ્યો હતો, પરંતુ શુક્રવારે 13 જાન્યુઆરીએ તેનું મૃત્યુ થયું હતું.


પહેલાથી જ મૃત્યુનો અણસાર આવી ગયો હતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુનીલને તેના મૃત્યુની પહેલા જ ખબર પડી ગઈ હતી. દુનિયાને અલવિદા કહેતા પહેલા તેણે એક મિત્રને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો કે આ તેની છેલ્લી પોસ્ટ છે. તે દરેકને અલવિદા કહેવા માંગતો હતો. લોકોના પ્રેમ બદલ આભાર પણ કહ્યું.

સુનીલે પોતાની ભૂલોની માફી પણ માંગી હતી. હવે અભિનેતાનો છેલ્લો સંદેશ ચર્ચામાં છે. તેમના નિધનથી પરિવારજનો અને મિત્રો ખૂબ જ દુઃખી છે. ટીવી જગતના અનેક લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

સુનીલે આ સિરિયલોમાં કામ કર્યું હતું

સુનીલ હોલકર છેલ્લે નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘ગોશ્ત એક પૈઠાની’માં જોવા મળ્યો હતો. અભિનેતાએ અશોક હાંડેના ચૌરાંગ નાટ્ય સંસ્થાનમાં ઘણા વર્ષો સુધી કામ કર્યું છે. સુનિલે 12 વર્ષથી વધુ સમય સુધી થિયેટર કર્યું. અભિનેતાએ ‘મોર્યા’, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’, ‘સંસ્થા પૈઠાની’, મેડમ સર, મિસ્ટર યોગી જેવી સિરિયલોમાં કામ કર્યું છે. સુનીલ હોલ્કરનું નિધન ચાહકો માટે મોટો આંચકો છે.

READ ALSO

Related posts

SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’

Vishvesh Dave

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave
GSTV