GSTV

‘Taarak Mehta…’ ફેમ દિશા વાંકાણીએ બેકલેસ ચોલીમાં મટકાવી કમરિયા, વિડીયો જોઈ હેરાન રહ ગયા ફેન્સ

દિશા

Last Updated on August 17, 2021 by Damini Patel

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની દયા ભાભી દિશા વાકાણી ઘરે-ઘરે જાણીતું નામ છે. નાના પરદાથી ભકે લાંબા સમયથી દૂર છે, પરંતુ એમનો દયા ભાભીનો રોલ કોઈ ભુલ્યુ નથી. ફેન્સને આજે પણ ઉમ્મીદ છે કે દિશા વાકાણી જલ્દી જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં વાપસી કરશે. જો કે દિશા વાકાણીનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો નહિ પરંતુ ડાન્સ નંબર છે.

દિશાનો ધમાકેદાર ડાન્સ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગુજરાતી બહુ દિશા વાકાણી આ વખતે ગુજરાતી ગરબા કરતી નહિ પરંતુ વાયરલ વિડીયોમાં માછીમારોનો ડાન્સ કરતી જોવા મળી રહી છે. દિશાનો આ અવતાર પહેલા જ કોઈએ જોયો હશે. આ વિડીયોમાં દિશા વાકાણી ‘દરિયા કિનારે એક બંગલો…’ ગીત પર નાચી રહી છે. એમનો ડાન્સ અને અંદાજ બંને ખુબ ધમાકેદાર છે.

આવો છે દિશાનો અંદાજ

વીડિયોમાં દિશા વાકાણીએ ગોલ્ડન સ્કર્ટ અને બેકલેસ ચોલી પહેરી છે. આ વીડિયોમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. દિશાનો માછીમારોનો ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ખૂબ જૂનો છે. આ વર્ષો જુના વિડીયોમાં પણ દિશા વાકાણી નટખટ અંદાજ બતાવી રહી છે. દિશા આ ગીતમાં ચોરની ભૂમિકા ભજવી રહી છે જે પોલીસનું ખિસ્સું કાપી નાખે છે. દિશાના આ કામ પછી તે માછીમારોના વસાહતમાં જાય છે અને પછી ‘દરિયા કિનારે એક બંગલો …’ ગીત શરૂ થાય છે.

ફેન્સ થઇ રહ્યા છે હેરાન

દિશા વાકાણીનો આ અવતાર જોયા બાદ ચાહકોના હોશ ઉડી ગયા છે. એક ચાહકે તો ટિપ્પણી પણ કરી, ‘મારે જેઠાલાલ સાથે શું વાત કરવી?’ તે જ સમયે, ઘણા લોકો અભિનેત્રીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે તેઓ દિશાને આ રૂપમાં જોવા વિશે ક્યારેય વિચાર્યું પણ ન હોય. દિશા લાંબા સમયથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ રહી નથી. તેણીએ ગર્ભાવસ્થાથી શોને અલવિદા કહી દીધી હતી.

Read Also

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!