GSTV

યૌન ઉત્પીડનના આરોપનો સામનો કરી રહેલા અનુરાગ કશ્યપનો આ એક્ટ્રેસે કર્યો બચાવ, હવે ખૂબ ટ્રોલ થઇ રહી છે

અનુરાગ

Last Updated on September 21, 2020 by Bansari

ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ વિરુદ્ધ એક અભિનેત્રીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ અનુરાગ કશ્યપનો બચાવ કરવા માટે તાપસી પન્નુને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. નેટીજન્સે તાપસીના જૂના ટવિટસ શોધી કાઢ્યા છે અને તેને #MeTooના આરોપીઓથી પોતાને દૂર રહેવાનું કહ્યું છે.

અનુુરાગ કશ્યપે નકાર્યા આરોપો

અનુરાગ

એક અભિનેત્રીએ તાજેતરમાં ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાર્યવાહી કરવા વિનંતી કરી છે. તેનો જવાબ આપતા અનુરાગ કશ્યપે આ આરોપોને ‘પાયાવિહોણા’ ગણાવ્યા છે.

અનુરાગના સમર્થનમાં આવી તપાસી પન્નુ

તેના તરત બાદ જ અનુરાગ કશ્યપની મિત્ર તાપસી પન્નું, જે ‘મનમરજિયા’, ‘સાંડ કી આંખ’ જેવી ફિલ્મોમાં અનુરાગ સાથે કામ કરી ચૂકી છે, અનુરાગ કશ્યપને ટેકો આપ્યો અને કહ્યું કે તે સૌથી મોટી નારીવાદી છે. જોકે, ટવિટર પર તાપસીને ટ્રોલ કરવામાં આવી રહી છે અને તેને દંભી કહેવામાં આવી રહી છે. તાપસી પન્નુએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, ‘તારા માટે,મારા મિત્ર, હું જાણું છું તું મહાન નારીવાદી છે. ફિલ્મના વધુ એક સેટ પર જલ્દી જ મળીશું, જેમાં તમે દર્શાવો છો કે તમારા દ્વારા બનાવેલી દુનિયામાં મહિલાઓ કેટલી શક્તિશાળી અને મહત્વપૂર્ણ છે.’

સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ તપાસી પન્નુ

ટૂંક સમયમાં જ ટવિટર પર લોકોએ તાપસીના #MeToo આંદોલન દરમિયાનના જૂના ટવિટ્સ શોધી કાઢ્યા, જ્યાં તેણે લોકોને #MeToo આરોપીની તરફેણ ન કરવા કહ્યું હતું. એક ફેને લખ્યું, ‘આ દાયકાની સૌથી મોટી પાખંડી. જ્યારે બીજા યુઝરે લખ્યું છે, ‘Awww તાપસી, તમને આરોપીની તરફેણ કરતા અને દોષીઓને ટેકો આપતા જોઈને ખૂબ જ આનંદ થઇ રહ્યો છે. તમે પાખંડનું આટલું ઊંચું સ્તર કેવી રીતે પ્રાપ્ત કર્યું?

Read Also

Related posts

ગદર-2/ 20 વર્ષ બાદ ફરી એક વાર તારા સિંહ અને સકીનાના લુકમાં દેખાયા સની દેઓલ અને અમીષા પટેલ

Pravin Makwana

2021ના અંતની શાનદાર ઓફર્સ/ ફક્ત 4 હજાર રૂપિયામાં મળી રહ્યું છે Miનું 32 ઈંચનું સ્માર્ટ TV, ફક્ત 3 દિવસ માટે જ છે આ ઓફર

Pravin Makwana

હેલ્થ/ ગેસ નહીં આ કારણે પણ થાય છે પેટ ફુલવાની સમસ્યા, જાણો કેવી રીતે દૂર થશે આ પ્રોબ્લેમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!