GSTV
Home » News » શૂટિંગમાં ભેસ સાથે રમતી હતી તાપસી અને પછી થયુ જોવા જેવુ

શૂટિંગમાં ભેસ સાથે રમતી હતી તાપસી અને પછી થયુ જોવા જેવુ

અભિનેત્રી તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકર બંને આજકાલ ફિલ્મ ઉદ્યોગમાં અભિનયના કારણે ખૂબ નામના મેળવી રહ્યાં છે. બંનેની ફેન ફોલોઇંગ વધી રહી છે. તપસી અને ભૂમિ ફિલ્મ ‘સાન્ડ કી આંખ’માં મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. તાપસીએ શૂટિંગ સમયે કેટલીક રમૂજી તસવીરો શેર કરી છે, જેમાં તે ભેંસ સાથે રમતી જોવા મળી રહી છે.

આ તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તાપસ પન્નુ શરૂઆતમાં ભેંસ સાથે રમતા જોવા મળે છે પરંતુ જલદી ભેંસ ઉઠે છે તે ડરી જાય છે અને ત્યાંથી ભાગી જાય છે. તેણે ઈંસ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરતા લખ્યું કે, “જ્યારે તમે રમવાના મૂડમાં હોવ પરંતુ તમે તે કરવામાં અસમર્થ છો કારણ કે બીજો તમારી સાથે રમવા માંગતો નથી”.

તેમના સિવાય ભૂમિ પેડનેકરે પણ ફિલ્મનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ફિલ્મના ટ્રેલર રિલીઝ અંગેની માહિતી શેર કરવામાં આવી હતી. ફિલ્મની વાત કરીએ તો તેનું નિર્દેશન તુષાર હીરાનંદાની કરી રહ્યા છે. તેની વાર્તા દેશની બે મહિલા શાર્પ શૂટર્સ ચંદ્રો અને પ્રકાશી તોમર પર આધારિત છે. જેમણે 60 વર્ષની વયે રમતમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. આ ફિલ્મમાં તાપસી પ્રકાશી તોમરની ભૂમિકા નિભાવવા જઇ રહી છે, જ્યારે ભૂમિ પેડનેકર ફિલ્મમાં ચંદ્રો તોમરની ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મનું ટ્રેલર 23 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે, જ્યારે ફિલ્મ દિવાળી નિમિત્તે રિલીઝ થશે. આ ફિલ્મમાં આ બંને અભિનેત્રીઓ ઉપરાંત પ્રકાશ ઝા, વિનીત સિંહ અને સાદ રંધાવા મુખ્ય ભૂમિકામાં હશે. તાપ્સી પન્નુ વિશે વાત કરીએ તો આ ફિલ્મ ઉપરાંત તે મુલ્ક ડિરેક્ટર અભિનવ સિંહાની ફિલ્મ ‘થપ્પડ’માં જોવા મળશે. તાપસી માટે વર્ષ 2019 સારું રહ્યું છે. તાપસી બદલા અને ગેમ ઓવર જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો છે.

READ ALSO

Related posts

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!