GSTV

ક્રિકેટ રસિયાઓ થશે નિરાશ: આ વર્ષે નહીં થાય T-20 વર્લ્ડ કપનું આયોજન,IPLનો રસ્તો સાફ

20

Last Updated on July 21, 2020 by Bansari

કોરોના મહામારીના પગલે ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર તારીખ 18મી ઓક્ટોબરથી 15મી નવેમ્બર દરમિયાન યોજાનારા ટી-20 વર્લ્ડ કપને સ્થગિત કરવાના નિર્ણયની જાહેરાત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે કરી દીધી છે.ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે જ કોરોનાના કારણે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ટી-20 વર્લ્ડ કપ યોજવાની અસમર્થતા દર્શાવી હતી. આઇસીસીના આ નિર્ણયને કારણે ભારતીય ક્રિકેટ બોર્ડ માટે આઇપીએલના આયોજનની રાહ આસાન બની છે.

IPLના આયોજનની સંભાવના

ટી-20 વર્લ્ડ કપ સ્થગિત થતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરમાં ઓક્ટોબર-નવેમ્બરમાં કોઈ ટુર્નામેન્ટ યોજાવાની નથી. હવે જો બીસીસીઆઇ ઈચ્છે તો આ સમયગાળામાં હાઈપ્રોફાઈલ ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી-20નું આયોજન કરી શકે છે.ભારતમાં કોરોના મહામારીની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે, ત્યારે બીસીસીઆઇ ચાલુ વર્ષે આઇપીએલને યુએઈમાં રમાડવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલો છેલ્લા કેેટલાક સમયથી મીડિયામાં વહેતા રહ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ટી-20 વર્લ્ડ કપ રમાવાનો હતો. જ્યારે ભારતમાં આવતા વર્ષે આ જ સમયગાળામાં ટી-20 વર્લ્ડ કપ રમાવાનો છે. ટી-20 વર્લ્ડ કપના કાર્યક્રમમાં કેવા પ્રકારે ફેરફાર કરવામાં આવશે તેની જાહેરાત હજુ કરવામાં આવી નથી.દરમિયાનમાં ભારતમાં 2023માં યોજાનારા આઇસીસી વન ડે વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફારર કરવામાં આવ્યો છે અને નવા કાર્યક્રમ અનુસાર તે ઓક્ટોબર-નવેમ્બર 2023માં આયોજીત થશે.

2021માં યોજાનાર મહિલા વન ડે વર્લ્ડ કપના આયોજનમાં કોઇ ફેરફાર નહી

સામાન્ય રીતે ભારતમાં અત્યાર સુધી યોજાયેલા વન ડે વર્લ્ડ કપ ફેબુ્રઆરી-માર્ચમાં આયોજીત થતાં હોય છે. 2023ના વન ડે વર્લ્ડ કપમાં ટીમોને ક્વોલિફાઈંગ કરવામાં સરળતા રહે તે માટે વન ડે વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ન્યૂઝિલેન્ડમાં 2021માં યોજનારા મહિલા વન ડે વર્લ્ડ કપના આયોજનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આઇસીસીના અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આગામી દિવસોમાં આ અંગે નિર્ણય લેશે. શશાંક મનોહરનંા સ્થાન લેનારા નવા પ્રમુખની નોમિનેશન પ્રક્રિયા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

Read Also

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!