GSTV
Cricket Sports ટોપ સ્ટોરી

T20 world cup/ આઈસીસી દ્વારા જાહેર કરાઈ પ્રાઈઝ મની, વિજેતા ટીમને મળશે 13 કરોડ રૂપિયાઃ ભાગ લેનારી ટીમોને કરોડપતિ બનાવશે

16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી ટીમો પર પૈસાનો વરસાદ થવાનો છે. ક્રિકેટનો મિનિ મહાકુંબ ટી20 વર્લ્ડ કપ 2022 માટે ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારી આ મહા ઈવેન્ટ માટે શુક્રવારે આઈસીસી દ્વારા પ્રાઈઝ મનીની જાહેરાત કરાઈ છે. ICC T20 વર્લ્ડ કપ 2022 જીતનારી ટીમને લગભગ 13 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ મળશે.

આઈસીસી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે વિજેતા ટીમને કુલ 1.6 મિલિયન ડોલર આપવામાં આવશે, જ્યારે ફાઇનલમાં હારનારી કહેતા રનર અપ રહેનારી ટીમને આ રકમની અડધી રકમ મળશે. ટી20 વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે, એક રીતે દરેક ટીમને આઈસીસી તરફથી અમુક રકમ આપવામાં આવશે, જેની જાહેરાત કરી દેવામાં આવી છે.

કઈ ટીમને કેટલા રૂપિયા મળશે?

વર્ષ 2022નો ટી 20 વર્લ્ડ કપ જીતનારી ટીમને 1.6 મિલિયન ડોલર અને રનર અપ ટીમને 0.8 મિલિયન મળશે. જ્યારે સેમીફાઈનલમાં પહોંચનારી બાકીની બે ટીમોને 4-4 લાખ ડોલર આપવામાં આવશે. ટી20 વર્લ્ડ કપ માટે કુલ 5.6 મિલિયન ડોલરની ઈનામી રકમ નક્કી કરવામાં આવી છે, જે તમામ 16 ટીમોમાં અલગ અલગ રીતે આપવામાં આવશે. સુપર-12 સ્ટેજમાં કુલ 12 ટીમો રમશે, એમાંથી 4 ટીમ સેમી ફાઈનલ સ્ટેજમાં જશે. જે 8 ટીમો આ સ્ટેજમાંથી બહાર થઈ જશે તેમને પણ આઈસીસી દ્વારા સાંત્વના ઈનામ આપવામાં આવશે. આ ટીમોને 70 હજાર ડોલર આપવામાં આવશે, ગત ટી 20 વર્લ્ડ કપમાં આ રકમ 40 હજાર ડોલર હતી. પ્રથમ રાઉન્ડમાંથી બહાર થનારી ચાર ટીમોને 40 હજાર ડોલર આપવામાં આવશે.

ICC ટી20 વર્લ્ડ કપના સુપર-12 સ્ટેજમાંથી 8 ટીમોની જગ્યા નક્કી છે. જેમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા છે. બાકીની 8 ટીમોએ પ્રથમ રાઉન્ડ રમવો પડશે, જેમાં નામીબિયા, શ્રીલંકા, નેધરલેન્ડ, યુએઈ, વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે. આ 8માંથી ચાર ટીમ સુપર-12 માટે ક્વોલિફાય થશે.

ટી20 વર્લ્ડ કપમાં કોને કેટલી રકમ મળશે? (ભારતીય રૂપિયા અનુસાર અંદાજિત)
• વિજેતાટીમ: આશરે રૂ. 13 કરોડ
• રનર્સ અપઃ રૂ. 6.52 કરોડ
• સેમિફાઇનલઃ રૂ. 3.26 કરોડ
• પ્રથમ રાઉન્ડમાં જીત: રૂ. 32 લાખ

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સુરત / મહુવાના ભાજપ ઉમેદવાર મોહન ડોઢિયાના નામે ખોટો વિડીયો થયો વાયરલ, જિલ્લા પોલીસવડાને કરાઈ ફરિયાદ

Nakulsinh Gohil

BIG BREAKING / મોરબી બાદ મહારાષ્ટ્રમાં રેલ્વે સ્ટેશનનો ફૂટ ઓવર બ્રિજ ધડામ, 20 મુસાફરો 60 ફૂટની ઉંચાઈથી નીચે પટકાયા

Hardik Hingu

ભાવનગર / પીએમ મોદી પાલીતાણામાં ભાજપની જનસભાને સંબોધન કરશે

Nakulsinh Gohil
GSTV