ન્યૂઝીલેન્ડ માટે સારા સમાચાર નથી. ટીમના મુખ્ય કોચ ગૈરી સ્ટડીએ ખુલાસો કર્યો છે કે કોણીની ઇજાના કારણે કેપ્ટન કેન વિલિયમસન ટી20 વિશ્વ કપના શરૂઆતના મેચોમાંથી બહાર રહી શકે છે. ન્યૂઝીલેન્ડને બુધવારે અભ્યાસ મેચમાં ઈંગ્લેન્ડે 13 રને હરાવ્યું. વિલિયમસન મેચમાં ફિલ્ડિંગ કરતા દેખાયો, પરંતુ સાવચેતીના ભાગરૂપે બેટિંગ નથી કરી.

સ્ટડીએ જણાવ્યું કે પહેલા અભ્યાસ મેચ પછી વિલિયમસનની કોણીની ઇજા વધી ગઈ છે. વિલિયમસને આ મેચમાં 30 બોલમાં 37 રન કર્યા હતા, પરંતુ ન્યૂઝીલેન્ડને ત્રણ વિકેટથી મેચ ગુમાવી હતી.
વિલિયનનના શરૂઆતના મેચોમાંથી બહાર રહેવાની સંભાવના અંગે પૂછવા પર સ્ટડીએ જણાવ્યું કે તેની સંભાવના છે. જોકે અમને આશા છે કે આરામ અને સંતુલન મળવા પર તે રમી શકશે.
ન્યૂઝીલેન્ડને મંગળવારે પાકિસ્તાન સામે રમવાનું છે. પરંતુ બાકી ચાર સુપર-12 મેચ સાત દિવસની અંદર રમવાના હશે, જેમા આરામની સંભાવના ઓછી છે.
Read Also
- વિકાસ ગાંડો થયો / અમદાવાદમાં ભૂવામાં ખાબક્યો વાહનચાલક, રસ્તાઓ પર તમારી જવાબદારી સાથે નિકળજો!
- ભાજપે સરકાર રચવા શરૂ કરી કવાયત / ફડણવીસ 1 જુલાઈએ મુખ્યમંત્રી પદના લઈ શકે છે શપથ, શિંદેને ડે.સીએમ બનાવવાની સંભાવના
- Breaking / CM ભૂપેન્દ્ર પટેલ પછી કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી થયા કોરોના સંક્રમિત, ટ્વીટ કરી આપી જાણકારી
- અગ્નિપથ સ્કીમને લઈ મમતા બેનર્જીનું વિવાદિત નિવેદન, અગ્નિવીરોને ભાજપના કાર્યકરો કહ્યા
- નેપાળની રાજધાનીમાં સ્ટ્રીટ ફૂડના વેચાણ પર પ્રતિબંધ, કાઠમંડુમાં કોલેરા પ્રસારને રોકવા કવાયત