GSTV

ખરાબ પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યા પર લટકી તલવાર, આ ખેલાડી લઈ શકે છે ટી20 વર્લ્ડકપમાં જગ્યા

Last Updated on July 26, 2021 by Harshad Patel

ટી -20 વર્લ્ડ કપ પહેલા હાર્દિક પંડ્યા ખૂબ જ નબળા ફોર્મ સામે લડી રહ્યો છે. હાર્દિક પંડ્યા ન તો બેટથી રન બનાવવા માટે સક્ષમ છે અને ન તો વિકેટ લે છે. આવી સ્થિતિમાં એક ખેલાડી છે જે ટી 20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાની જગ્યા લઈ શકે છે. તે ખેલાડી બીજો કોઈ નહીં પણ દીપક ચાહર છે. જેણે શ્રીલંકા પ્રવાસ પર પોતાના શાનદાર પ્રદર્શનથી ધૂમ મચાવી રાખી છે.

દીપક ચાહર એકલા હાથે ભારત માટે મેચ બોલ અને બેટથી જીતવાની ક્ષમતા ધરાવે છે. શ્રીલંકા સામેની બીજી વનડે મેચમાં તેણે એકલા હાથે 69 રન બનાવ્યા જેનાથી ભારતને અસંભવિત જીત મળી શકી. ભારત તે મેચ જીત્યું ન હોત તો વનડે સિરીઝ ગુમાવી શકી હોત. દીપક ચાહરે પણ શ્રીલંકા સામેની પહેલી ટી -૨૦ મેચમાં ભારતને જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

એકદાના દમ પર મેચ જીતાવાની ક્ષમતા

પહેલી ટી20માં દીપક ચાહરે શ્રીલંકાના દાવની 16મી ઓવરમાં મેચનું પાસું બદલી નાંખ્યું. દીપક ચાહરે 1 જ ઓવરમાં શ્રીલંકાના બેસ્ટમેન ચરિત અસાલંકા અને હસારંગાને આઉટ કરી દીધા. આ ઓવરમાં ચાહરને મળેલી બે વિકેટથી મેચનું પાસું બદલાઈ ગયું. એક સમયે એવું લાગતું હતું કે શ્રીલંકા આ મેચ જીતી જશે પરંતુ ચરિત અસાલંકા ત્રણ છક્કા અને 3 ચોક્કા ની મદદથી 26 બોલમાં 44 રન બનાવી રમી રહ્યો હતો. ચરિત અસાલંકા જો ક્રીઝ પર ટકી ગયો હોત તો ભારતની હાર નક્કી હતી. પરંતુ એવું નથી થયું. દીપક ચાહરે આ મેચમાં 3 ઓવરમાં 24 રન આપીને બે વિકેટ લીધી હતી.

દિપક ટી -20 વર્લ્ડ કપમાં હાર્દિકની જગ્યા લઈ શકે

બેટિંગ અને બોલિંગમાં હાર્દિક પંડ્યાના નબળા ફોર્મને જોતા દીપક ચાહર એક વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. દીપક ચાહર પાસે બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કરવાની શક્તિ છે. બોલિંગમાં દીપક ચાહર હાર્દિક પંડ્યા કરતા પણ વધુ સારો છે. જેની પાસે સ્વિંગ પણ છે. દિપક ચાહર મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!