GSTV

ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે મેચ નહીં રમે ભારત ? જાણો શું કહ્યું BCCIએ

Last Updated on October 20, 2021 by Damini Patel

ટી20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી થઇ ચુકી છે, જેમાં ભારતે પોતાની પહેલુ મેચ પાકિસ્તાન વિરુદ્ધ 24 ઓક્ટોબરે રમવાની છે, પરંતુ એમાં મેચ પર ખાતરના વાદળ મંડાળાઈ રહ્યા છે. કાશ્મીરમાં ગયા કેટલાક દિવસોથી ભારતીય નાગરિકો પર આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત તણાવ છે, ત્યાર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં થવા વાળા મુકાબલા રદ કરવાની માંગ ઉઠી રહી છે.

પાકિસ્તાન સાથે મેચ નહિ રમે ભારત ?

ભારતને આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ જીતવાનો પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે અને પાકિસ્તાન વિરુદ્ધ જીતનો પણ. ટી20 વર્લ્ડ કપની વાત કરીએ તો ભારતનો રેકોર્ડ પાકિસ્તાન વિરુદ્ધ ખુબ સારો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 5 મેચ થઇ છે, જેમાંથી બધી મેચ ભારતે જીતી છે, પરંતુ જો આ મેચ રદ થઇ જાય તો ક્રિકેટ ફેન્સ માટે ખુબ ખરાબ સપનું સાબિત થઇ શકે છે.

BCCIએ આ મોટું અપડેટ બહાર પાડ્યું છે

BCCI એ ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ મેચને લઈને એક મોટો અપડેટ જારી કર્યો છે. BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ સ્પષ્ટતા કરી છે કે ICCની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને કારણે આ હાઇ વોલ્ટેજ મેચ રદ કરી શકાતી નથી. રાજીવ શુક્લાએ કહ્યું, ‘અમે જમ્મુ -કાશ્મીરમાં હુમલાની સખત નિંદા કરીએ છીએ. આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જ્યાં સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો સવાલ છે, અમે આઈસીસીની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને કારણે રમવાની ના પાડી શકતા નથી.

ભારત-પાકિસ્તાન મેચનું ભવિષ્ય શું હશે?

રાજીવ શુક્લાએ કહ્યું, ‘તમારે આઈસીસી ટુર્નામેન્ટમાં ટીમો સામે રમવું પડશે.’ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડ કપ મેચ 24 ઓક્ટોબરે દુબઈમાં રમાવાની છે. આ મેચ દ્વારા જ વિરાટ કોહલીની સેના ટી20 વર્લ્ડ કપ માટે પોતાનું અભિયાન શરૂ કરશે. ભારત અને પાકિસ્તાન સામેની મેચ પહેલા ચાહકોથી લઈને ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો ઉત્સાહિત છે.

તાજેતરમાં જ જ્યારે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, ‘મને ક્યારેય આવું લાગ્યું નથી. હું તેને અન્ય મેચોની જેમ અનુભવું છું. હું જાણું છું કે આ મેચને લઈને ખાસ કરીને ટિકિટોની માંગ અને વેચાણ અંગે ઘણી ચર્ચાઓ છે. અમારા માટે તે માત્ર ક્રિકેટની મેચ છે, જે યોગ્ય ભાવનાથી રમવી જોઈએ જે આપણે રમીશું. વાતાવરણ બહારથી અથવા પ્રેક્ષકોના દૃષ્ટિકોણથી અલગ દેખાતું હશે પરંતુ ખેલાડીઓનો દ્રષ્ટિકોણ વ્યાવસાયિક રહે છે. અમે દરેક મેચને સામાન્ય મેચની જેમ લઈએ છીએ.

24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન ટી -20 વર્લ્ડ કપ મેચ

ભારત અને પાકિસ્તાન ટી 20 વર્લ્ડ કપ 2021માં 24 ઓક્ટોબરે સામસામે હશે. છેલ્લી વખત ટીમ ઇન્ડિયાએ 206 ના વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 5 વિકેટે 118 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઇન્ડિયાએ 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ વખતે ભારત અને પાકિસ્તાનને ટી 20 વર્લ્ડ કપમાં એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ટી 20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ભારતનો વિજેતા રેકોર્ડ 5-0 છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોવાથી ફરી એકવાર બંને દેશો વચ્ચે એક રોમાંચક મેચ જોવા મળશે.

Read Also

Related posts

Sovereign gold bond scheme : આજથી ખુલી છે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ પરંતુ શું તમે જાણો છો તેના ફાયદા, અહીં જાણો બધું

Vishvesh Dave

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!