GSTV

નીતિન ગડકરીનો અફલાતુન પ્રોજેક્ટ : દિલ્હીથી મુંબઇ 11 કલાકમાં પહોંચી જવાશે, 120 કિલોમીટરની ઝડપે ગાડી દોડાવી શકાશે

દિલ્હી-મુંબઇ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનું નિર્માણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. આ એક્સપ્રેસ વે પર બાઇક દ્વારા 11 કલાકથી ઓછા સમયમાં દિલ્હીથી મુંબઇની મુસાફરી કરી શકાશે. હાલ 20 કલાક લાગે છે. 120 કિલોમીટરની ઝડપે બાઇક અને કાર ચલાવી શકાય છે. દિલ્હીથી મુંબઇનું અંતર લગભગ 1500 કિ.મી. છે. અને હવે આ યાત્રા કાપવામાં લગભગ નો સમય લાગે છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) એ ઝડપી ગતિએ દિલ્હી-મુંબઇ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનું નિર્માણ કરવા માટે ડીએમઇ ડેવલપમેન્ટ લિમિટેડ બનાવી છે.

8 લેનનો છે હાઈવે

એનએચએઆઈની સંપૂર્ણ માલિકીની એન્ટિટી હશે. એક્સપ્રેસ વે આઠ લેનનો છે અને તેની કુલ લંબાઈ 1,275 કિમી છે. ભવિષ્યમાં તેને 12 લેન બનાવવાની જોગવાઈ છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે એક્સપ્રેસ વે દેશનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે હશે. કુલ કિંમત 82 હજાર કરો઼ છે. દિલ્હી અને મુંબઇના હાલના માર્ગ કરતા 220 કિમી ઓછા થશે. કામ માર્ચ 2024 સુધીમાં બાંધકામ કરવામાં આવશે.

વેની બંને બાજુ દર 75 કિલોમીટરમાં રેસ્ટોરાં, પેટ્રોલ પમ્પ, મોલ્સ જેવી 75 પ્રકારની સુવિધા હશે. સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ વિલેજ અને લોજિસ્ટિક્સ પાર્ક બનાવનું આયોજન છે. એનએચએઆઈ તેમાં તમામ નાણાં પોતે જ રોકાણ કરી રહી છે. આ માટે કોઈ ભાગીદારી થઈ નથી. દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રથી પસાર થશે. દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે જયપુર, કોટા, ચિત્તોડગઢ, ઇન્દોર, ઉજ્જૈન, ભોપાલ, અમદાવાદ અને વડોદરાને કનેક્ટિવિટી સરળ બનાવશે. ઓછા અંતર અને સમયને કારણે પણ આર્થિક લાભ થશે. અંતર ઘટાડીને લોજિસ્ટિક્સ ખર્ચમાં આશરે 8-9 ટકાનો ઘટાડો થશે, તેથી 1 લાખ કરોડની બચત થશે.  એક્સપ્રેસ વે પરથી વાર્ષિક આશરે 32 કરોડ લિટર પેટ્રોલ-ડિઝલની બચત થશે. તમામ ખર્ચ લોકો પાસેથી ટોલ વેરા પેટે ઉઘરાવવામાં આવશે. પૈસા સરકારના હશે.

Related posts

ખાનગી શાળાની દાદાગીરી: સ્કૂલ ફી ન ભરતા શિક્ષણમંત્રીની ભાણેજનું નામ હટાવી દીધું, થઈ જોવા જેવી

Pravin Makwana

18 ફાઈટર પ્લેનથી ઘુસણખોરી બાદ બોલ્યુ ચીન, અમેરિકાથી દૂર રહે તાઈવાન નહી તો કબ્જો કરી લઈશુ, બહાનાની રાહ

Mansi Patel

આર્થિક મંદી / આવક ઓછી અને ખર્ચા વધ્યા : આ 3 મોરચે મોદી સરકારની વધી શકે છે ચિંતા, હવે ભરાઈ ગઈ છે સરકાર

Karan
Do NOT follow this link or you will be banned from the site!