GSTV
Crime India News ટોપ સ્ટોરી

IT વિભાગે આ કૌભાંડી વિરુદ્ધ 11 ચાર્જશીટ દાખલ કરી, ગમન કર્યા છે કરોડો રૂપિયા

આવકવેરા વિભાગે દિપક તલવાર વિરુદ્ધ તે અને તેની કંપનીઓ દ્વારા કરવામાં આવેલ કરચોરી મામલે 11 ચાર્જશીટ દાખલ કરી છે તેવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ કહ્યું હતું કે અહીંની એક વિશેષ અદાલત સમક્ષ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ 6 નવી ફરિયાદો છે.

જ્યારે બાકીની વિભાગ દ્વારા દિપક તલવાર વિરુદ્ધ 2017માં દાખલ કરવામાં આવેલ મુખ્ય ફરિયાદો પરની પૂરક ચાર્જશીટ છે. આ અલગ અલગ આકલન વર્ષથી સબંધિત છે. આવકવેરા વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ ચાર્જશીટ બાબતે કહ્યું હતું કે તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ જટિલ વૈશ્વિક કોર્પોરેટ સંસ્થાઓ માંથી લાભ મેળવ્યો છે. જેમાં બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, મોરિશિયસ, સિંગાપુર, હોંગકોંગ જેવા દેશોમાંથી તેને નાણાં પ્રાપ્ત થયા છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વિદેશમાંથી આ રકમના અમુક હિસ્સાને ઘણા તબક્કામાં રોકાણ માટે ભારતમાં લાવવામાં આવ્યું હતું. અધિકારીએ કહ્યું હતું કે અત્યાર સુધી થયેલ તપાસમાં સામે આવ્યું છે કે દિપક તલવાર અન્ય વિદેશી બેન્ક ખાતાઓ સાથે જોડાયેલ છે અને આ મામલે આગળ તપાસ ચાલી રહી છે.   ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં દુબઇમાંથી દિપક તલવારની ધરપકડ કરીને ભારત લવાયો હતો.  જ્યારે દિપક તલવાર ઉપર  મની લોન્ડરિંગનો આરોપ છે. તેના પર NGO  દ્વારા રૂ. 90 કરોડથી વધારે ફંડનો દૂરુપયોગ કરવાનો આરોપ છે. તપાસ શરૂ થતાં જ દીપક તલવાર દુબઈ ભાગી ગયો હતો. આ ઉપરાંત તેની સામે ભારતમાં રૂ. 1,000 કરોડથી વધારે સંપત્તિ છુપાવવાના કેસમાં તપાસ ચાલી રહી છે.

READ ALSO

Related posts

ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 10 હોટ સીટો પર જબરદસ્ત જંગ : આ બેઠકો નક્કી કરશે રાજકીય દિશા

pratikshah

અમદાવાદીઓ આજે રસ્તામાં અટવાઇ પડે તેવી સ્થિતી સર્જાશે?, પીએમ મોદી ભગવાન જગન્નાથજીની રથયાત્રાથી પણ લાંબો રોડ શો કરશે

pratikshah

LIVE! ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો, 89 બેઠકો પરના ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થશે

pratikshah
GSTV