GSTV

ટી-૨૦ વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે અફઘાન ટીમ?, જો અફઘાન ક્રિકેટ ટીમ તાલિબાની ધ્વજ હેઠળ રમશે તો લાગશે પ્રતિબંધ!

Last Updated on September 23, 2021 by pratik shah

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં રમવા પર સંકટ તોળાઈ રહ્યું છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ તાલિબાને દેશનો રાષ્ટ્રધ્વજ બદલી નાંખ્યો  હતો. જો અફઘાનિસ્તાન ક્રિકેટ ટી-20 વર્લ્ડ કપમાં તાલિબાનના ધ્વજ હેઠળ ભાગ લેશે તો આઈસીસી અફઘાન ટીમને સસ્પેન્ડ કરી શકે છે. અફઘાનિસ્તાને વર્લ્ડ કપ માટેની 15 સભ્યોની પોતાની ટીમ જાહેર કરી દીધી છે. યુએઈમાં આઈપીએલનો બીજો તબક્કો પૂર્ણ થયા બાદ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે ટી-20 વર્લ્ડ કપ યોજાશે. આઈસીસીને આશા કે અફઘાન ટીમ પોતાના દેશના જુના રાષ્ટ્રધ્વજ હેઠળ જ રમશે. જોકે આમ ના થવા પર આઈસીસી ઈમરજન્સી બેઠક બોલાવી અફઘાન ટીમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી શકે છે.

ICC એક તાત્કાલિક એટલેકે ઈમરજન્સી બેઠક બોર્ડ બોલાવશે

ICC ટી-20 વર્લ્ડ કપમાં તાલિબાનના ધ્વજ હેઠળ રમવાના અફઘાનિસ્તાનના પગલા પર ચર્ચા કરવા માટે ICC એક તાત્કાલિક એટલેકે ઈમરજન્સી બેઠક બોર્ડ બોલાવશે. બોર્ડ આમાં અફઘાનિસ્તાનને સસ્પેન્ડ કરવા પર મત આપી શકે છે. પરંતુ ICC ને આશા છે કે અફઘાનિસ્તાન તેમના દેશના ધ્વજ હેઠળ રમશે. નોંધપાત્ર વાત એ છે કે, સ્ટેડિયમમાં મહિલા દર્શકોની હાજરીને કારણે તાલિબાને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. અફઘાનિસ્તાન ટી 20 વર્લ્ડ કપમાં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ સાથે ગ્રુપમાં છે.

READ ALSO

Related posts

IND vs NZ / આર અશ્વિને આ મામલે અનિલ કુંબલેને છોડ્યો પાછળ, વાનખેડે ટેસ્ટમાં મેળવી સિદ્ધિ

Zainul Ansari

Offer / Renault ની આ કાર પર 2.5 લાખ રૂપિયા સુધીની ઓફર, 31 ડિસેમ્બર સુધી બુકિંગ પર મળશે લાભ

Zainul Ansari

Big Breaking / બુલંદશહરમાં RLD નેતાના કાફલા પર હુમલો, 50 રાઉન્ડ ગોળીઓ ચાલી: 1 મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!