GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર

શાળા હોય કે ઓફિસ MS-WORD એપ્લિકેશનનો ઉપયોગ ઘણી જગ્યાઓ પર કરવામાં આવે છે. અલગ અલગ હેતુથી લોકો તેનો ઉપયોગ કરે છે. ઘણીવાર વર્ડ ફાઈલમાં કામ કરતી વખતે ઉતાવળમાં તેને સેવ કરવાનું ભૂલી જવાય છે અને તેને બંધ કરી દઈએ છીએ.

ઘણીવાર લેપટોપની બેટરી લો થઈ જાય છે, જેના કારણે સિસ્ટમ અચાનક બંધ થઈ જાય છે અને ઉપયોગી ફાઈલ સેવ થતી નથી. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કર્યો છે, તો આજે પણ આ અહેવાલમાં કેટલીક ટિપ્સ જણાવીશું જે તમારી મહેનતને વ્યર્થ નહિ થવા દે.

આ રીતે સર્ચ કરો ફાઈલ

જો તમારું લેપટોપ અથવા ડેસ્કટોપ અચાનક બંધ થઈ ગયું હોય, તો ફાઈલને ફરીથી પુનઃપ્રાપ્ત કરવા માટે પ્રથમ MS-WORD ખોલો. તેને ખોલ્યા બાદ તમને ડાબી બાજુએ રિસેન્ટ ફાઈલની લિસ્ટ દેખાશે. અહીંથી તમે ફાઈલ્સ રિકવર કરી શકો છો.  અહીં તમને ફાઈલમાં તમામ વિગતો મળી જશે જે ઓટો સેવ થઈ હશે.

ડિલીટ થયેલી ફાઈલને આ રીતે કરો રિકવર

ઘણી વખત આપણે ભૂલથી અથવા ઉતાવળમાં કોઈ ફાઈલ ડીલીટ કરી નાખીએ છીએ અને પછી જ્યારે તેની જરૂર પડે છે ત્યારે આપણને એ મળતી નથી. આવી સ્થિતિમાં તેને રિકવર કરવા માટે કંટ્રોલ પેનલ પર જાઓ અને ‘સિસ્ટમ એન્ડ સિક્યોરિટી ટેબ પર જાઓ. અહીં ફાઈલ  હિસ્ટ્રી પર ક્લિક કરો. અહીં તમને ડાબી બાજુએ ‘રિસ્ટોર પર્સનલ ફાઈલ્સ’નો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરવાથી ડિલીટ થયેલી ફાઈલ્સ તરત જ રિકવર થઈ જશે.

ઓટો સેવનો વિકલ્પ પસંદ કરો

વિન્ડોઝ લેપટોપ અથવા ડેસ્કટોપમાં એમએસ વર્ડ પર કામ કરી રહ્યાં છો, તો તમારે ઓટો સેવ ફિચર વિશે જાણવું જોઈએ. વાસ્તવમાં વિન્ડોઝ તરફથી એમએસ વર્ડમાં 10 મિનિટમાં ફાઈલ ઓટો સેવ થઈ જાય છે. એટલે કે તમારી ફાઈલ આપોઆપ સેવ થઈ જશે. આ સમયને ઘટાડી પણ શકાય છે અને ફાઈલને રિકવર પણ કરી શકાય છે.

Also Read

Related posts

મહારાષ્ટ્રના ચંદ્રપુરના સાગના ઝાડમાંથી બનશે રામ મંદિરના દરવાજા, પૂજા બાદ લાકડાનો જથ્થો અયોધ્યા રવાના

Padma Patel

“સનાતન ધર્મને કોઇ સર્ટિફિકેટની જરૂર નથી”: RSS પ્રમુખ મોહન ભાગવત

Kaushal Pancholi

શું તમે વાંરવાર ધ્રુમપાન કરવા માટે ઓફિસમાં બ્રેક લો છો તો ચેતી જજો, જાપાને સરકારી કર્મચારીને ફટકાર્યો નવ લાખનો દંડ

pratikshah
GSTV