GSTV
Home » News » “વાયુ” વાવાઝોડા પગલે રાજોકટમાં તંત્ર એલર્ટ, 32 લોકોની NDRF ટીમ તૈનાત

“વાયુ” વાવાઝોડા પગલે રાજોકટમાં તંત્ર એલર્ટ, 32 લોકોની NDRF ટીમ તૈનાત

રાજોકટમાં “વાયુ” વાવાઝોડા પગલે તંત્ર સાબદુ બન્યુ છે. કલેકટર,એડીશનલ કલેકટર, ટી.ડી.ઓ, પ્રાંત અધિકારી અને મામલતદાર વચ્ચે બેઠક યોજાઈ હતી. અને તમામને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. આજે 32 લોકોની NDRFની ટિમ રાજકોટ તૈનાત કરવામાં આવી છે. 30 જવાનો, એક ઇન્સપેક્ટર, એક સબ ઇન્સ્પેક્ટર સહિત 32 લોકોની NDRF ટીમ રાજકોટ પહોંચશે. રાજકોટમાં સંભવિત અસરકારક 4 તાલુકા છે. જેમાં ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને જેતપુરનો સમાવેશ થાય છે.

4 તાલુકાના 35 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 77 હજાર જેટલા લોકો પ્રભાવિત થશે. હાલમાં 17 બોટ રાજકોટ જિલ્લામાં છે. NDRF બે બોટ અને રેસ્ક્યુના સાધનો લઇને રાજકોટ પહોંચશે. બીજી તરફ વાયુ વાવાઝોડાની આગાહીના પગલે રાજકોટમાં 13મી તારીખે શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

મોડાસાના વાંટવા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, રાજસ્થાનનાં મહંતનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!