GSTV

મોંઘવારી આસમાને પહોંચતાં આ દેશે બહાર પાડી 5000ની બેન્ક નોટ, 300 ટકાએ પહોંચ્યો મોંઘવારીનો દર

5000

સિરિયામાં મોંઘવારી આસમાને પહોંચી છે, સ્થિતી એવી સર્જાઇ છે કે સિરિયાની સરકારને હવે 5 હજાર લીરાની નવી નોટ જારી કરવી પડી છે, સિરિયાનાં ચલણમાં હોય તેવી આ સૌથી મોટી નોટ છે, સિરિયાની કેન્દ્રીય બેંકએ નવી નોટ અંગે કહ્યું કે બજારની જરૂરીયાતને પુરી કરવા માટે આ નોટ જારી કરવામાં આવી છે, આ બેંક નોટમાં એક તરફ સિરિયાનાં ઝંડાને સલામી આપતા સૈનિકની તસવીર છે.

સિરિયાએ આ કારણે બહાર પાડી 5000ની નોટ

સિરિયા લગભગ એક દશકાથી ગૃહ યુધ્ધ સામે ઝઝુમી રહ્યું છે, વર્ષ 2011માં સ્થાનિક સંકટનો આરંભ થયા બાદ સિરિયાનું ચલણ લીરા સતત નબળું પડી રહ્યું છે, 10 વર્ષ પહેલા એટલે કે 2011માં એક ડોલર બરાબર 47 લીરા હતા, જે હવે નબળું પડીને 1 ડોલરનાં 1250 મળી રહ્યા છે, ખુલ્લા બજારમાં લગભગ 2500 સુધી પહોચ્યું છે.

5000

સિરિયામાં જરૂરી ચીજ વસ્તુઓની કિંમતો આસમાને

દેશનું ચલણ નબળું પડતા સિરિયામાં ખાદ્ય સામગ્રીઓ અને જરૂરી ચીજ વસ્તુઓની કિંમતો આસમાને પહોંચી છે, સિરિયાનાં કેન્દ્રીય સ્ટેટેસ્ટિક બ્યુરોનાં જણાવ્યા પ્રમાણે સરેરાસ મોંઘવારીનો દર વર્ષ 2020માં 200 ટકાએ પહોચ્યો હતો, ચીજોની મોંઘવારી 300 ટકા સુધી પહોંચી છે, જીવન જરૂરીયાતની ચીજો, ખાદ્ય પદાર્થો જેવા કે દાળ અને વનસ્પતિ તેલની કિંમતોમાં લગભગ 15 ટકાની વૃધ્ધી થઇ છે.

Read Also

Related posts

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Pravin Makwana

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!