બેહાલ થતી આર્થિક સ્થિત વચ્ચે રવિવારે 5000 સીરિયાઈ લીરાની બેન્ક નોટ (Syrian Lira bank note) રજુ કરી. આ હવે સીરિયામાં ચલણમાં સૌથી મોટી નોટ હશે. સીરિયા લગભગ એક દશકથી ઘરેલુ સંઘર્ષનો સામનો કરી રહ્યું છે. વર્ષ 2011માં ઘરેલુ સંકટ શરુ થયા પછીથી જ સીરિયાઈ મુદ્રા લીરા કમજોર થઇ રહી છે.
લીરાની વેલ્યુ ઓછી થઇ રહી

10 વર્ષ પહેલા એટલે 2011માં લીરાની દર 47 પ્રતિ ડોલર હતી જે અધિકારીક આંકડા અનુસાર કમજોર થઇ 1,250 પ્રતિ ડોલર આવી ચુકી છે. જો કે ખુલા બજારમાં લીરાની દર લગભગ 2,500 પ્રતિ ડોલર છે. મુદ્રા આ રીતે કમજોર થતી હોવાથી સીરિયામાં ખાદ્ય સામગ્રી અને આવશ્યક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે.
2020માં 200% પર પહોંચી મોંઘવારી

સીરિયાના કેન્દ્રીય સાંખ્યિકી બ્યુરો મુજબ, સરેરાશ મુદ્રાસ્ફીતિની દર 2019ની તુલનામાં 2020માં 200% પહોંચી ગઈ છે. માલની મુદ્રાસ્ફીતિ 300% સુધી પહોંચી ગઈ. પ્રમુખ ખાદ્ય પદાર્થો, જેવી કે દાળ અને વનસ્પતિ તેલની કિંમતમાં લગભગ 15% વૃદ્ધિ થઇ છે.
મહામારી સાથે જોડાયેલ પ્રતિબંધોએ સીરિયાની આર્થિક મુશ્કેલીની વધારી દીધી છે. સંયુક્ત રાષ્ટ્રના એક આકલન અનુસાર, લગભગ 80% સીરિયાઈ લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. આ વચ્ચે સીરિયાની કેન્દ્રીય બેંકે નવી નોટ અંગે કહ્યું કે બજારની જરૂરતોને પુરી કરવા માટે જારી કરવામાં આવી છે. આ નવી નોટમાં એક તરફથી સીરિયાને સલામી આપતા સૈનિકોની ફોટો છે.
Read Also
- LIVE: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જંગી મતદાન : ચૂંટણીમાં મારામારી સાથે ઘણી જગ્યાએ EVM ખોટકાયાં
- કોરોના અપડેટઃ સુપર સ્પ્રેડિંગ ઈવેન્ટને રોકવા માટે ભરો કડક પગલાં, કેન્દ્રએ તમામ રાજ્ય સરકારોને આપી આ સૂચના
- બૉલિવુડની આ 5 હસિનાઓએ દેખાડી તેની સેકસી કમર, જુઓ તેની તસ્વીરો
- રસીકરણ/ હોસ્પિટલ સુધી ના જઇ શકે એવા વૃદ્ધોને કેવી રીતે અપાશે કોરોના વેક્સિન? સરકારે કરી છે આ ખાસ વ્યવસ્થા
- મોદી ચલાવી રહ્યાં છે એ ટીવીના રિમોટના પાવર કાઢી નાખશે તામિલનાડુ, પીએમના સીએમ આ ચૂંટણીમાં ઘરભેગા થશે