GSTV
News Trending World

સીરિયામાં નવી મૂસીબત / આ બીમારીના કારણે લોકો મોતને ભેટી રહ્યાં છે

સીરિયાના અલગ અલગ વિસ્તારોમાં કોલેરાને કારણે અત્યાર સુધીમાં કુલ 29 લોકોના મોત નીપજ્યાં છે. વર્તમાન સમય સુધીમાં કોલેરાના 338 કેસની પુષ્ટિ કરવામાં આવી છે. ગત મહિને દેશમાં કોલેરાના કેસ સામે આવવાની શરૂઆત થઈ હતી. સીરિયન આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે કોલેરાના સૌથી વધુ કેસ ઉતરી અલેપ્પો પ્રાંતમાં સામે આવ્યા હતા.

અલેપ્પો પ્રાંતમાં અત્યાર સુધી કોલેરાના કુલ 230 કેસની પુષ્ટિ કરવામાં આવી છે, જે પૈકી 25 લોકોના બીમારીને કારણે  મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્રે આ મહિને જણાવ્યું હતું કે દુષિત પાણીથી સિંચાઈ કરવામાં આવતી હોવાથી અને અસ્વચ્છ પાણી પીવાથી કોલેરાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રે સીરિયામાં કોલેરાને ફેલાવતા અટકાવવા અને જરૂરિયાતમંદ લોકો સુધી દવાઓ પહોંચાડવા માટે તાત્કાલીક ફંડ ઉપલબ્ધ કરાવવા અપિલ કરી હતી. યુએસ સ્થિત IRCએ જણાવ્યું હતું કે ઉતર-પૂર્વી સીરિયામાં અત્યાર સુધીમાં કોલેરાના 2092 શંકાસ્પદ કેસ સામે આવી ચૂક્યા છે. ઘણા કેસ ન નોંધાયા હોવાની પણ આંશકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્રે ચેતાવણી વ્યક્ત કરતા કહ્યું કે યુદ્ધ બાદ સીરિયામાં પીવાના પાણીના સ્ત્રોત ઓછા થઈ ગયા છે અને પરિણામે લોકોને દુષિત પાણી પીવું પડે છે અને તેના કારણે કોલેરાના કેસમાં વધારો પણ થઈ શકે છે.

Also Read

Related posts

ગેહલોતે સચિન પાયલટને ગદ્દાર કહ્યા બાદ બંને નેતાઓ પ્રથમ વખત આમને-સામને, કેસી વેણુગોપાલ રાજકીય ખેંચતાણ અંગે ચર્ચા કરી શકે

HARSHAD PATEL

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL

‘શું તમારી પાસે રાવણ જેવા 100 ચહેરા છે…?’ ખડગેએ ગુજરાત ચૂંટણીમાં પીએમ મોદી પર સાધ્યું નિશાન

Padma Patel
GSTV