GSTV

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

ઊંઝા શહેરમાં છેલ્લા 7 વર્ષથી સેવાભાવી સંસ્થા દ્વારા કૃત્રિમ ઓક્સિજનની સેવા પૂરી પાડવામા આવે છે. આ સંસ્થા દ્વારા 3 મશીનથી આ પ્રોજેકટની શરૂઆત કરી હતી આજે દાતાઓના દાનથી આજે 73 મશીન સુધી આંક પહોંચ્યો છે. ઊંઝાના સેવાભાવી કમલેશ પટેલને સાત વર્ષ પહેલા ફેફસાની બીમારી લાગુ પડી. જેને લઈને આ પ્રકારના મશીન પર લાંબા સમય સુધી જિંદગી વિતાવવી પડી. જો કે અંતે કમલેશ પટેલ મોત સામે હારી ગયા.

જેથી પોતાના મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો આગળ આવ્યા અને જરૂરીયાતમંદ લોકોને આ પ્રકારના ઓક્સિઝનની સેવા આપવાનું નક્કી કર્યુ. આર્થિક રીતે નબળા લોકો માટે આ સંસ્થા આ પ્રકારના ઓક્સિજનની નિશુલ્ક સેવા કરે છે. જેના કારણે અત્યારસુધીમાં કુલ 953 લોકોને નવજીવન મળ્યું છે.

READ ALSO

Related posts

મેહબૂબા મુફ્તીના ઘરે ગુપકાર બેઠક: ફારૂક અબ્દુલ્લાએ કહ્યું: ભાજપના વિરોધમાં હોવાનો અર્થ રાષ્ટ્ર વિરોધી નથી

pratik shah

મિર્જાપુર વેબ સિરીઝના વિરોધમાં ઉતર્યા ભાજપ સાંસદ અનુપ્રિયા, જિલ્લાને બદનામ કરવાનો લગાવ્યો આરોપ

Pravin Makwana

નવા અવતારમાં આવી રહી છે Hondaની ‘ખાસ’ કાર, ફક્ત 45 લોકો જ ખરીદી શકશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!